મનોમંથન
ભગવાને આપણને વિચારો કરવાની શક્તિ કેમ આપી હશે? કેમ પક્ષી કે પશુઓને આ ભેટ નહીં આપી હોય, કારણ કે, ભગવાન! પણ જાણે છે, કે આપણે વિચારો કરી નવી તાકાત, નવી સ્ફૂર્તિ, નવો જોશ લાવી શકીએ છીએ. માણસ! જ એવું સામાજિક પ્રાણી છે, જે વિચારો કરી શકે છે, માત્ર માણસ! ને વિચાર કરવાની એક અમૂલ્ય ભેટ આપી છે, પણ હવે, વાત આવે છે, ભગવાને! માણસ! ને બે મગજ પણ, આપ્યા છે. એક છે, જાગૃત મન અને બીજું છે, અર્ધજાગૃત મન. આ બાબત તો બધાને ખબર છે, એટલે વધારે ઊંડાણ માં નથી ઉતરવું એમ મને! લાગતું હતું, પણ હું! ખોટી પૂરવાર થઈ જ્યારે મે! મહેસૂસ કર્યું કે, ખાલી આપણે ભણવાનો પિરિયડ પૂરો થઈ ગયા પછી અને આપણે ડૉ. કે, એન્જિનિયર બની ગયા પછી આપણે શું ભણી ગયા હતાં તે તદ્દન ભૂલી ગયા છીએ. આપણે આપણાં કામ માં એટલાં વ્યસ્ત થઈ ગયાં હોઈએ છીએ કે, આપણને એ પણ યાદ નથી રહેતું કે, આપણે જાણતાં - અજાણતાં કેટલી મોટી ભૂલ કરી રહ્યાં છીએ? આપણાં ભણવામાં માનસશાત્ર પણ આવતું હતું, આ માનસશાત્ર એટલે કે, મનનું વિજ્ઞાાન આપણે ભણવા ખાતર ભણી લીધું અને ડીગ્રી પણ મેળવી લીધી, પણ જીવન કેવી રીતે જી...