સમણું
આજે મિતેશ! નવમાં ધોરણમાં આવ્યો. તેને નાનપણથી જ લખવાનો ઘણો શોખ, જ્યારે તે લખવા બેસે ત્યારે સમયનું કે, આજુ બાજુ શું ચાલી રહ્યું છે તેની તેને બિલકુલ ખબર ન રહેતી. તેની મમ્મી! ઘણી વાર અકળાઈ જતી, ક્યારેક વહેલા ન ઉઠાય તો દિવસ પડતો અને ટિચર ને જવાબ તેમના માબાપને આપવો પડતો છતાં, તેને કોઈ અસર નહોતી થતી. રીના! જોડે તેની સારી મિત્રતા હતી બંનેના ઘર બાજુ બાજુ માં જ હતાં. મિતેશ! તેને બધી વાતો કરતો તેની મમ્મી! ને આમ બેધ્યાન પણું રાખી લખતો તે તેમને નહોતું ગમતું આ વાત રીના! ને ખબર હતી. એક દિવસ એવું બન્યું કે, મિતેશ! લખવામાં મશગૂલ હતો ત્યાં જ તેની મમ્મીને આવતાં વાહને ટક્કર મારી મિતેશ! ની મમ્મી એ બૂમો પાડી પણ મિતેશે! સાંભળી નહિ કારણ કે, તે લખવા બેઠો હતો. તેમની બૂમો સાંભળી બાજુ વાળા દોડીને આવ્યા. અને તાત્કાલિક તેમને હોસ્પિટલમાં લઈ ગયા, છતાં મિતેશ! નું ધ્યાન ન હતું. થોડીવાર પછી મિતેશે! લખવાનું પૂરું કરી બહાર આવ્યો પણ તેની મમ્મી! દેખાણી નહીં. બૂમ મારવાથી રીના! ની મમ્મી બહાર આવી મિતેશ! ને બધી વાતો કરી સાથે સાથે એ પણ કહ્યું જો મિતેશ! લખવું...