સમણું

    
        આજે મિતેશ! નવમાં ધોરણમાં આવ્યો. તેને નાનપણથી જ લખવાનો ઘણો શોખ, જ્યારે તે લખવા બેસે ત્યારે સમયનું કે, આજુ બાજુ શું ચાલી રહ્યું છે તેની તેને બિલકુલ ખબર ન રહેતી. તેની મમ્મી! ઘણી વાર અકળાઈ જતી, ક્યારેક વહેલા ન ઉઠાય તો દિવસ પડતો અને ટિચર ને જવાબ તેમના માબાપને આપવો પડતો છતાં, તેને કોઈ અસર નહોતી થતી. રીના! જોડે તેની સારી મિત્રતા હતી બંનેના ઘર બાજુ બાજુ માં જ હતાં. મિતેશ! તેને બધી વાતો કરતો તેની મમ્મી! ને આમ બેધ્યાન પણું રાખી લખતો તે તેમને નહોતું ગમતું આ વાત રીના! ને ખબર હતી. 
    એક દિવસ એવું બન્યું કે, મિતેશ! લખવામાં મશગૂલ હતો ત્યાં જ તેની મમ્મીને આવતાં વાહને ટક્કર મારી મિતેશ! ની મમ્મી એ બૂમો પાડી પણ મિતેશે! સાંભળી નહિ કારણ કે, તે લખવા બેઠો હતો. તેમની બૂમો સાંભળી બાજુ વાળા દોડીને આવ્યા. અને તાત્કાલિક તેમને હોસ્પિટલમાં લઈ ગયા, છતાં મિતેશ! નું ધ્યાન ન હતું. થોડીવાર પછી મિતેશે! લખવાનું પૂરું કરી બહાર આવ્યો પણ તેની મમ્મી! દેખાણી નહીં. બૂમ મારવાથી રીના! ની મમ્મી બહાર આવી મિતેશ! ને બધી વાતો કરી સાથે સાથે એ પણ કહ્યું જો મિતેશ! લખવું ખોટુ નથી પણ આવું બેધ્યાન પણું સારું નહિં એમ કહી ઘરમાં જતાં રહ્યાં મિતેશ! ની હાલત '' કાપો તો લોહી ન નીકળે '' તેવી થઈ ગઈ. મિતેશે! પોતાની જાત પ્રત્યે ધૃણા થઈ આવી તે પછી તેણે લખવાનું તદ્દન બંધ કરી દીધું. આ વાતને વર્ષો વીતી ગયા. હવે તો મિતેશ! કોલેજ પૂરી કરી લીધી. હવે તે નોકરી કરવા અરજી કરવા લાગ્યો. રીના! તેની જોડે આવી બેઠી અને બોલી મિતેશ! તું લખવાનું ચાલુ અધવચ્ચે રીના! ને અટકાવી દીધી હવે પછી ક્યારેય લખવાનું કહેતી નહીં પ્લીઝ એમ કરી મિતેશ! નારાજગી દર્શાવી ત્યાથી ચાલ્યો ગયો. રીના! ને ચેન ન પડ્યું તે મિતેશ! ની મમ્મી! પાસે આવી અને બોલી યાદ છે માસી! તમને મિતેશ! પહેલાં કેટલું સરસ લખતો હતો તેને એક લેખક બનવાનું વર્ષોથી ઈચ્છા હતી પણ તમારા એક્સિડન્ટ અને તમારી નારાજગી એ તેનું સમણું રગદોળાય ગયું અને ત્યારબાદ તેણે લખવાનું છોડી દીધું હતું એ મને બરાઊયાદ છે. આજે મે તેને જુની યાદો તાજી કરાવી લખવાનું કહ્યું તો તે મારાથી રિસાય જતો રહ્યો મેં કંઈ ભૂલ કરી છે?? ના! દીકરા તે કંઈ ભૂલ નથી કરી પણ મિતેશ! સ્વભાવ તું જાણે જ છે ને? એકવાર જે કામ મૂક્યું પછી તે કામ ક્યારેય નથી કરતો હા! જાણું છું અને એટલે તમારી પાસે આવી છું. તમે એને સમજાવશો તો તે માની જશે અને ફરીથી લખવાનું ચાલુ કરશે. ના! હવે તે મારી વાત નહીં માને પણ હા! મને મારી ભૂલ સમજાઈ ગઈ છે મારે તેને ટોક્યા કરતાં સમજાવ્યો હોત તો આજે તે સારો લેખક બની ગયો હોત. હવે એની જીંદગી તું આવી જા અને તું જ એને સમજાવ તેવી મારી ઈચ્છા છે અને મને પૂરો વિશ્વાસ છે, કે તું એને સમજાવી શકીશ હું તારી સાથે જ છું. રીના! એ વચન આપ્યું કૂ, પોતે મિતેશ! સમજાવવા ગમે તે કરશે બસ તમે મારી સાથે રહેજો મિતેશ! ની મમ્મી એ રીના! ને આશિર્વાદ આપ્યા અને કહ્યું તારે જે કરવું હોય તે કરી શકે છે. 
     આ બાજુ રીના! એ એક પ્લાન બનાવ્યો એમાં મિતેશ! ની મમ્મી ને ભાગીદાર બનવા કહ્યું તો મિતેશ! ની મમ્મી એ પરવાનગી આપી. પ્લાન મુજબ રીના! પંદરેક દિવસ મિતેશ! કહ્યા વગર કયાક જતી રહી જોકે મિતેશ! મમ્મી! ને ખબર હતી કે, રીના! ક્યાં છે છતાં મિતેશ! ને જાણ બહાર તેની સાથે ફોન પર વાત ચાલતી ખાસ મિતેશ! ના રી એક્શન શું છે તેની ખબર રીના! ને આપતી રહેતી. મિતેશ! હવે ઉદાસ રહેવા લાગ્યો કારણ કે, રીના! એ તેનો નંબર થોડા દિવસ બદલી નાખ્યો હતો. રીના! એ નક્કી કર્યું હતું કે, મિતેશ! ને તેનું સમણું કરવાં તેને મનની ઇચ્છા ને જગાડવાની જરૂર છે, બસ એકવાર તે લખતો થઈ જાય પછી તે સાચા લેખક તરીકે તેનું વ્યક્તિત્વ ઉભરી આવશે તેવો તેને દ્ઢ વિશ્વાસ હતો અને એટલે જ મિતેશ! ની મમ્મી સાથે મળીને આ પ્લાન બનાવ્યો છે. 
     મિતેશ! સાચ્ચે એકલો પડી ગયો હતો. તેના મનની વાતો તે રીના! સિવાય કોઈ ને નહોતો કહેતો. એક દિવસ બે દિવસ વિત્યા પણ રીના! ફોન પણ લાગતો ન હતો કદાચ રીના! ને મારા વર્તન થી ખોટુ લાગ્યું હશે. મારે તેની સાથે આવું વર્તન નહતું કરવા જેવું પણ હું ય શું કરું મને તે યાદ કરાવી મને મારી ભૂલ ફરીથી યાદ અપાવી દીધી પછી મને ગુસ્સો આવે જ ને? આમ વિચારો કરતો ઘરે આવ્યો. તેની મમ્મી! એ જોયુ તો મિતેશ! આજે વધારે ગૂમસૂમ લાગ્યો તેની ચિંતા તેની મમ્મી! ને થવા લાગી અને પૂછ્યું કેમ બેટા! આજે વધારે દુઃખી લાગે છે? કંઈ નહીં એમ કહી મિતેશ! બાજુના રૂમમાં પલંગ પર રીતસર પછડાયો આ જોઈ તેની મમ્મી! ડઘાઈ ગઈ. એણે હિંમત કરી કહ્યું બેટા! હું તારી માફી માંગી શકું? આ શું બોલે છે મમ્મી! તું? તારે શેની માફી? તારે તો હુકમ કરવાનો. ના! બેટા આજે મને બોલવા દે મે હંમેશા તને લખવાથી તને ટોક્યો છે. મેં તને પ્રેમ થી સમજાયું હોત કે, હંમેશા દ્ધાન રાખીને લખ તો આજે તારું નાનપણથી જોયેલું સમણું પૂરું થયું ગયું હોત પણ મેં એ વાતનો સહેજ ખ્યાલ રાખ્યા વગર તને ટોકતી રહી. હવે હું મારી જાતને ત્યારે જ માફ કરીશ જ્યારે તારા હાથમાં પેન જોઈશ એમ બોલી તેની મમ્મી ચિલી ગઈ. હવે મમ્મી ને આમ દુઃખી ન જોઈ શકતો મિતેશે! હાથ માં પેન લઈ મમ્મી! પાસે ગયો બસ મારી વ્હાલી મમ્મી! આજથી લખવાનું શરૂ અને મા-દીકરો બંને ગળે વળગી રડી પડ્યા. 
    આજે ઘણા દિવસો પછી હાથમાં પેન પકડી હતી તેને પણ જાણે કશુંક ખોવાયેલું પાછા મળ્યાનો સંતોષ તેના મોંઢા પર સ્પષ્ટ જણાઈ આવતું હતું. સૌથી પહેલાં તે રીના! ની માફી માંગતી સાયરી લખવાનું વિચાર્યુ અને તે લખવા બેઠો તો જાણે કોઈ દિવસ વિચાર્યા ન હોય તેવા શબ્દો તેના કાગળમાં ઉતરી આવ્યા અને તે સાયરીનું રૂપ લેવા લાગ્યા. તેને પાક્કી ખાતરી હતી કે, રીના! તેની માસીને ત્યાં ગઈ છે એટલે તેને પોસ્ટ કરી દીધું રીના! વાંચીને દંગ રહી ગઈ અને સાંજે તો તે ઘરે આવી ગઈ તેનું ઈચ્છા જો પૂરી થઈ ગઈ. આવીને સીધી મિતેશ! ને મળવા ગઈ. મિતેશ! ત્યારે કંઈક વિચારી રહ્યો હતો ત્યાં જ રીના! પાછળ થી આવીને ભ.. ઉ.. કર્યું ત્યારે રીના! નો કાન પકડી મિતેશ! બોલ્યો ક્યાં ગઈ હતી ચિબાવલી આમ ફરી કીધા વગર ક્યાંય જતી નહીં. રીના! બોલી ખાસ મેં અને તારી મમ્મી એ પ્લાનીંગ કર્યું હતું કે, જ્યારે તું લખવાનું ચાલુ કરીશ ત્યારે જ હું પાછી આવીશ અને મને પૂરો વિશ્વાસ હતો કે, તું મારા વગર નહિ રહી શકે...  ઓ... હો... આટલો વિશ્વાસ એમ કહી મિતેશ! રીના! બંને આત્મસંતોષ ઉભરાઈ આવ્યો. 
   મિતેશ! ની કલમ ફરે ત્યારે રીના! તો જોતી જ રહી જાય. ખરેખર કલા પારખીને તેને નવો રસ્તો બતાવનાર રીના! જેવી દોસ્ત મળી જાય તો તે કલાને ચાર ચાંદ લાગી જાય છે. મિતેશ! નસીબદાર હતો જેને રીના! એ નવો રસ્તો બતાવ્યો હતો, પછી તો તે રસ્તે ચાલતા ચાલતા જ મિતેશ! નું અધુરું સમણું પુરું થયું હતું અને આજે લેખકોની દુનિયામાં તેનું નામ અમર થઈ ગયું. 
      ✍️✍️ ઈલા રાઠોડ 🎉

Comments

Popular posts from this blog

મનોમંથન

જીવન કલા

પુસ્તકોની આત્મહત્યાઆ