પુસ્તકોની આત્મહત્યાઆ
પુસ્તક એતો જીવનનું ઘડતર છે, છતાં આજે પુસ્તકોની કિંમત એક રદ્દી બની ગઈ છે, તો આ કથન ખોટું નહિ જ ગણાય. આ વાત પુસ્તકોનાં મોં એ સાંભળીએ તો કદાચ એની અસર વાંચકો પર પડશે તેવું મારું માનવું છે.
એક ગ્રથલાયની મુલાકાતે જઈ પુસ્તકોની આપવીતી કહું છું.
અંદર પ્રવેશતાં કંઈક અવાજ સંભળાય રહ્યો હતો મેં! '' કાન માંડ્યા '' તો ખબર પડી આતો પુસ્તકો અંદર અંદર વાતો કરી રહ્યાં હતાં.
સૌથી પહેલાં ફૂલવાડી રડવા લાગી, રડતાં રડતાં કહે હવે, તો કોઈના ઘરમાં મારો પ્રવેશ બંધ થઈ ગયો છે, પહેલાં તો રવિવારે નાના ભૂલકાઓના હાથમાં મારો જ વાસ હોય, વાંચતાં વાંચતાં સાંજ પડી જાય છતાં, થાક્યા વગર મને! મૂકતાં નહિ. બાળકો! ની માતા! બૂમો પાડી થાકી જાય પણ, મને! હાથમાંથી મૂકે જ નહિ, છતાં મૂકવી પડે તેમ હોય ત્યારે ફટાફટ જમી ફરીથી મારા! માં તલ્લીન બની જાય. ભૂલકાઓ તો ઠીક પણ તેમના દાદા દાદી! ને પણ મને! તેટલી જ પસંદ કરતાં હતાં, અભણ દાદા દાદી! ને વાંચતા ન આવડે તો ઘરના ભૂલકા! ઓ તેમને! વાંચી ને સંભળવતા હતા. કેવાં મારા! દિવસો હતા, એમ કહી ઉદાસ બની બેસી ગઈ.
આ બાજુ ચંપક બોલ્યો સાચી વાત કીધી, હું અને ચાચા ચૌધરી કેટલા મશહૂર હતાં, દરેક બૂક સ્ટોલ પર અમારું સ્થાન હોય, નાના બાળકો! જ્યારે પણ તેમની મમ્મી! ઓ જોડે આવે ત્યારે જીદ કરી ને અમને તેમની! સાથે લઈ જતાં, બાળકો! ના કબાટમાં અમે રાજ કરતાં હતાં ને આજે?? એમ કહી બંને હતાશા સાથે ગૂમસૂમ બની ગયા.
એમનું રેકર્ડ પત્યું ત્યાં મેગેઝિન વાળાનો વારો આવ્યો, અમે એવો શું ગુનો કર્યો કે, હવે અમારી ખરીદી તદ્દન નહિવત બની ગઈ છે, પહેલાં અમારો ય જમાનો હતો, તેમાં સ્ત્રી! ઓ નવરાશનાં સમયે કેટલી ચાવથી વાંચતી કોઈ ખલેલ પહોંચાડે તો તેનો ઉધડો લઈ નાંખતી, એમાં ય સ્ત્રી, પકવાનને લગતાં મેગેઝિન, હસ્ત કલા વગેરે વગેરે મેગેઝીનમાં સ્ત્રી મેગેઝિન બહું લોકપ્રિય હતું, લગભગ દરેક ઘરમાં 'સ્ત્રી' નું સ્થાન હતું અને આજે એમ કરી દડ.. દડ..આંસુએ મને પણ રોવડાવી દીધી.
ધાર્મિક પુસ્તકોની બોલબાલા હતી, ઘીરે થી ગીતા બોલી, રામાયણ, મહાભારત લોકોને કંઠસ્થ હતું, જ્યારે આજે તો આ પુસ્તકો પંડિતોનાં થેલીમાં કોઈ વિધી કે, લગ્ન કે, પછી મરણ પ્રસંગે તેને વાંચવામાં આવે છે, આતો કેવી અમારી દશા??
આનો જવાબદાર આધુનિકતા જ છે, અત્યારે તો છાપાઓ પણ કોઈ મંગાવતું નથી કેમ કે, આ બધું મોબાઇલ દ્વારા પોતાના ફોન પર આસાનીથી ઉપલબ્ધ હોય છે. ઈન્ટરનેટે અમારો દાંટ વાળ્યો છે, અને હવે સરકાર ગમે તેટલા અભિયાન ચલાવી લોકોને વાંચવા ઉશ્કેરે છે, તે હવે, લોકો થોડા ઉશ્કેરાઈ? આ વાંચે ગુજરાત અભિયાને શું ડાટ વાળ્યો? હવે, લોકોને વાંચવા ઉશ્કેરણી આપવાથી થોડા ઉશ્કેરાશે? લોકોને ગાંડા સમજ્યા છે, કે આટલી બધી ફેશિલીટી આપ્યા પછી ચોપડી પકડાવે તો ક્યો બાપ ચોપડામાં માથું નાંખે?
છતાં એવા ગણ્યા ગાંઠીયા લોકો આજે ય અમને ગોતતા ગોતતા આવે છે, પણ અમે તેમને ખવાય ગયેલા મળીએ છીએ, કારણ કે, હવે, અમારી છપાઈ પણ ઓછી થઈ ગઈ છે, અને છાપવામાં આવે તોય અમારી કિંમત વધારે પડતી હોવાથી લોકો અમને ઓછું ખરીદે છે, હવે, તમે જ કહો અમારે શું કરવું જોઈએ? પોતાની જાતને હોમી દઈ છુટી જઈએ છીએ, અને ધીરે ધીરે બધા પુસ્તકો નીચે પટકાઈ દમ તોડી રહ્યાં છે. નીચે પડતાં પડતાં દરેક પુસ્તકોનાં મોંઢે એક જ વાત હતી, અમારું મૂલ્ય સમજો તમારા મન મગજમાં અમને સ્થાન આપો, અમારું વાંચન કરવાથી જીંદગીમાં આવતી તમામ મુશ્કેલી આસાન લાગશે, કોઈ પ્રશ્નનું નિરાકરણ ન મળે તો શાંતિ થી અમારી પાસે બેસો અમે તમને જરૂરી સહાય આપીશું, પણ અમને આમ તરછોડી ન દો, જીંદગીની હર ક્ષણે અમે તમારો સાથે રહી તમને નવી રાહ બતાવવા માંગીએ છીએ, અમારો સ્વીકાર કરો.
✍️✍️ ઈલા રાઠોડ ✍️✍️

Comments
Post a Comment