કહ્યાગરો કંથ
અરે સાંભળો છો? આ સુરજ માથે આવ્યો હવે તો ઉઠો એમ કહી નીમાએ બારીના પડદા સડાક દઈ ખોલી દીધા ત્યાં જ રાજેશની ઉંઘમાં જાણે ખલેલ પડી તેમ નીમા સામે જોયું,અને પલંગ પર થી ઉતરી બ્રશ કરવા કોલગેટનું ઢાંકણું ખોલ્યું અને પછી બોલ્યો રવિવારે તો ઉંઘવા દે.. ત્યાં નીમાનું મગજ ચટક્યું ના..ના.. અમારે કોઈ રવિવાર જ નહીં! થાક્યા વગર કામ જ કરવાનું! એટલે રાજેશ બોલ્યા વગર બ્રશ કરવા લાગ્યો ને મનમાં બોલ્યા હાલ '' ન બોલવામાં જ નવ ગુણ''
ચ્હાનું પાણી મૂકી નીમા વરંડો વાળવા ગઈ, આવીને ચ્હા રાજેશના હાથમાં મૂકતા બોલી જટ નાહ્યી લો અને શાક લઈ આવો આજે શાકવાળાની હડતાલ છે. તો કોઇ શાકવાળો ફરકશે નહિ. રાજેશે પેપર પડતું મૂકી સ્નાન કરવા ગયો ત્યાં બૂમ આવી ઉતાવળ કરજો ન્હાવામાં નહીં તો તાજું શાક નહીં મળે. રાજેશ મનમાં બબડ્યો આ શાકવાળાને હડતાલ કરવાની શી જરૂર આજનો રજાનો દિવસ બગાડ્યો જલદી નાહ્યી બહાર નીકળ્યો. કપડાં પહેરતા પહેરતા બોલ્યો બોલ શું લાવું? પાછી નીમા તાડુકી તમારે ઓછા નખરાં હોય છે?આ નથી ભાવતું તે નથી ભાવતું એટલે તમને જે ભાવે તે લેતા આવજો. રાજેશ નીકળી પડ્યો શાક લેવા. રસ્તામાં તેમની જ ઓફિસમાં કામ કરતો પ્રકાશ મળ્યો. અરે રાજેશ તું શાક લેવા આવ્યો કેમ આજે છેક આટલે આવવું પડ્યું? હા યાર જોને આજે શાકવાળાએ હડતાલ પાડી છે. તો અમારી સોસાયટીમાં શાકવાળો નથી આવ્યો,એટલે અહીં સુધી મારે જ આવવું પડે ને? હા વાત સાચી મારા જેવા ને તો જાતે જ આવવું પડે છે! સારુ છે પ્રકાશ તે લગ્ન નથી કર્યા, એટલે તારે જલસા છે, ગમે ત્યારે આવવું જવું કોઈ રોકટોક નહીં, અમારા જેવા પરણેલાને પત્ની કહે ત્યાં જવું પડે છે અને જો ભૂલથી ના પાડી તો ભાષણ સાંભળવા કાન સતેજ કરવા પડે કે બીજીવાર આવી ભૂલ ન થાય. ચાલો ત્યારે નહિ તો મોડું થશે તો બીજુ ભાષણ રેડી જ હશે. ઓકે મળીએ કાલે એમ કહી રાજેશે ચાલવામાં સ્પીડ કરી. શાક લઈને ઘરે આવી નીમાને શાકની થેલી આપી પોતે અડધું રાખેલું છાપું લઈ વાંચવા બેઠો. ત્યાં કામવાળી આવી અને બંને જણા વાતો યે વળગ્યા એટલે હું પેપર લઈ બાલ્કની મા આવ્યો. ત્યાં છનાકાકાએ બૂમ મારી રાજેશ ભાઈ જરા અહીં આવોને એટલે હું છાપું પડતું મૂકી તેમના કામે ગયો. આમ છાપું તો અધુરું રહ્યું. જાણે આજનો દિવસ બેકાર ગયો, એમ મનમાં વિચારી રહ્યો હતો. અડધા કલાકમાં પત્નીએ બૂમ મારી ચાલો જમી લો નહીંતર ઠંડું થઈ જશે પછી પાછા ફરિયાદ કરશો ઠંડું ખાવામાં મજા નથી આવતી વાત તેની સાચી હતી, ખરેખર ઠંડું ખાવામાં ધરપત નથી આવતી એટલે ફટાફટ ઘેર જઈ જમવા બેસી ગયો. આજે મજા આવી જમવામાં. ફરી પાછી નીમા ઉશ્કેરાઈ કેમ રોજ મજા નથી આવતી? અરે આવે છે ને! પણ આજે મારી ભાવતું શાક હતું એટલે કીધું, નીમા હં... કહી રસોડામાં વાસણ મૂકવા ગઈ. હું જરા બાકીનું પેપર વાંચવા બેઠો, પછી થયું આજે સવારે ઉંઘ ન કરી તો હવે નિરાંતે ઊંધીશ એમ વિચારી આડો પડવા જાય છે ત્યાં નીમા આવીને કહે છે કે, આજે સરસ મજાનો સાડીઓનો સેલ આવ્યો છે, આપણે જટ જઈ લઈ આવીએ નહીંતર બધો માલ વેચાઈ જશે. મને છેક ચીભ ઉપર આવેલા શબ્દો ગળી જતો, પણ મનમાં વિચારોનું તોફાન ઉમટી પડતું આ પત્નીઓ પોતાની જાતને સમજે શું! જ્યારે હોય ત્યારે હુકમ કરતી જોવા મળે છે. હું તો બધી જ સ્ત્રીઓની વાત કરું છું. બિચારા પતિઓ કહ્યાગરા કંથની જેમ વર્તે છે. શું તે પત્નીનો ગુલામ છે?? તેને પોતાની કોઈ વેલ્યુ જ નહિ?? પત્ની કહે ત્યાં જવાનું અને જો ભૂલથી ના પાડી તો આસમાન સર પર ઉઠાવી વાતનું વતેસર કરી દેશે. ક્યાં સુધી પતિઓ સહન કરશે છે કોઈની પાસે જવાબ???
રાજેશ! બરાબર કંટાળ્યો હતો,રોજની આ ટક ટક થી પરેશાન થઈ ગયો હતો, તેને મનમાં નક્કી કર્યું હવે તો આ સમસ્યાનો નિવેડો લાવવો જ પડશે. વિચારતા વિચારતા તે એવી જગ્યાએ આવી પહોચ્યો જ્યાં ગૃહ ઉદ્યોગ ચાલતો હોય, તેણે જોયું તો દરેક મહિલા કોઈ ને કોઈ કાર્ય મા જોડાયેલી જોવા મળી. કોઇ પાપડ વણતી હતી, તો કોઈ સિલાઈ કામ કરતી જેને જેમાં રૂચિ હોય તે કામ ઘણી ચાવ થી કરતી હતી. રાજેશ! ને મનમાં વિચાર આવ્યો સોસાયટીની દરેક મહિલા આ કામ મા જોડાય જાય તો ઘરમાં ઝઘડા ઓછા થાય અને ઘરમાં બે પૈસાની આવક થાય અને સૌથી અગત્યની બાબત ઘરમાં રહી એક બીજાની આઘાપાછી કરવાનો ફાલતું ટાઈમ પણ એમની જોડે ન બચે. રાજેશે! વિચાર્યુ સીધે સીધું નીમાને કહું તો તે તાડુકી એમ જ કહેશે ઘરમાં કામ એટલું હોય છે એ તમને ક્યાં દેખાય તમારે તો બોલવું જ છે ને! આમે ય ''બોલવાના ક્યાં પૈસા બેસે છે?'' રાજેશ! એ વિચારમાંથી બહાર આવ્યો અને નક્કી કર્યું. નીમા! ને બહાર લઈ જઈ પ્રેમ થી સમજાવી પડશે, આમે ય બૈરાઓને બહાર ફરવાનું વધારે ગમે છે,ઘરમાં કામ હોય તો ય તેને બાજુ પર મૂકી ફરવા તૈયાર થઈ જશે,પણ પછી વિચાર્યું કે, બૈરાઓનો ય શું વાંક આખો દિવસ નવરા બેસી રહે તો કહેવત છે ને કે, '' નવરા નખ્ખોદ વાળે'' એટલે આ કહેવત તેમને બરાબર લાગું પડે. કામ હોય તો તે પણ કામ કરતાં કરતાં સારૂ વિચારી શકે. કોઈ પણ કામ ન હોય તો... બધા માટે આ કહેવત લાગું પડે એ પછી એ પુરુષ કેમ ન હોય!
ઘરે આવી ગાડી પાર્ક કરી. હાથ મોં ધોઈ હળવો થયો. નીમા બોલી આવી ગયા તમે? ચ્હા મૂકુ કે? રાજેશે! કહ્યું રહેવા દે, જમવાનું બની જાય એટલે બૂમ મારજે ત્યાં સુધી હું ન્યૂઝ જોઈ લઉં. જમવાનું બની જતાં નીમા! એ બૂમ મારી ચાલો જમી લઈએ એ આવ્યો. બંને સાથે જમવા બેઠા જમતાં જમતાં રાજૂશ! બોલ્યો કાલે આપણે બહાર ફરવા જઇએ તો? નીમા તો તૈયાર જ હોય, તેણે પૂછ્યું આમ અચાનક વળી ફરવા જવાનું સૂજ્યું નવાઈ કહેવાય. લે! એમાં શું નવાઈ અમને પણ ફરવું ગમે છે. રાજેશે! વળતો જવાબ આપ્યો. કાલે કામવાળીને કહી દેજે અમે રાત્રે મોડા આવીશું તો કામ કરવા ન આવે તેને રજા આપી દેજે,એમ કહી રાજેશે! જમવાનું પતાવી મોં સાફ કરવા બહાર આવી ગયો. નીમા! ને તો મનમાં ને મનમાં અજીબ ખુશી થવા લાગી, કેટલા દિવસ પછી અમે બહાર ફરવા જઈશું રોજની એકધારી જીંદગીથી કંટાળો આવે છે.
સવારે નીમા! રોજ કરતાં વહેલી ઉઠી ન્હાહી ધોઈ પૂજા કરવા બેઠી, ત્યાં તો રાજેશ! ઉઠીને ન્હાહી લીધું. નીમા! પૂજા પતાવીને બહાર રાજેશ! ને ઉઠાડવા જતી ત્યાં તો રાજેશ! ન્હાવા બેઠો હતો. નીમા! તો મનમાં થયું આમ તો કેટલી બૂમો પાડવા પછી રાજેશ! ઉઠે જ્યારે આજે બિલકુલ ઉલટું? તે સમજી ના શકી. નીમા! એ કશું પૂછવામાં ટાઈમ બગાડ્યા કરતાં ચ્હા બનાવવા રસોડામાં આવી. રાજેશ! પણ ફટાફટ તૈયાર થઈ ચ્હાની રાહ જોવા લાગ્યો. બંને એ ચ્હાની ચૂસકી લઈ રાજેશે! કહ્યું તું લોક કરીને આવ ત્યાં સુધી હું ગાડી કાઢું, માથું હલાવી નીમા! એ હા પાડી અને બંને જણા બહાર ફરવા નીકળી પડ્યા. પહેલાં રાજેશે! ફિલ્મની ટીકીટ ખરીદી ફિલ્મ પૂરી થયા પછી, કકળીને ભૂખ લાગી હતી, તો બંને સારી હોટલમાં ગયા. રાજેશે! નીમા! ને ભાવતી વસ્તુઓ ઓર્ડર કરી. નીમા! અત્યંત ખુશ થઈ ગઈ. રાજેશે! વિચાર્યું હવે નીમા! ને પેલી વાત કરવી યોગ્ય રહેશે એટલે રાજેશ! બોલ્યો મજા આવી ને! નીમા બોલી એમાં પૂછવાનું હોય? મજા તો આવે જ ને! રાજેશ! બોલ્યો આવી મજા રોજ તમે લઈ શકો, મતલબ સોસાયટીની બધી બહેનો નવરાશના સમયે બહાર જઈ શકો. એમ રોજ રોજ થોડું બહાર જવાય? થોડું જંખવાણું મોઢું કરતાં બોલી આમ રોજ રોજ બધાને પરવડવું જોઈએ ને! કેમ ન પરવડે? રાજેશે! સામી દલીલ કરી. અરે! ના જ પરવડે ને! આટલી મોંઘવારી બધાને નડે નીમા! સહેજ કચવાતાં બોલી. રાજેશ! હું તમને રસ્તો બતાવું તો? કયો રસ્તો નીમા! આશ્ચર્ય રીતે પૂછ્યું. ચાલ હું તને એ જગ્યાએ લઈ જવ, અને બંને ગાડીમાં ગૃહ ઉદ્યોગ ચાલતો હતો ત્યાં ગયા. નીમા! તો જોતી જ રહી ગઈ, કેટલી બહેનો કામ કરતી નજરે પડતી હતી,જુદા જુદા કાર્યમાં બધી બહેનો વ્યસ્ત હતી. નીમા! રાજેશ! ને ઈશારો કર્યો કે, આટલું સરસ ગૃહ ઉદ્યોગ આપણે ન કરી શકીએ. રાજેશ! ને જે જોઈતું હતું, તે જ નીમા! એ કીધું એટલે રાજેશે! નીમા! નો પડતો બોલ જીલી લીધો, હા.. હા.. તમે સોસાયટીની બધી બહેનો મળી આ ઉદ્યોગ કરી શકો, નીમા! ખુશ થતાં બોલી તમે કરવા દેશો? કેમ નહીં બધા પુરુષો ઈચ્છતા હોય કે, પોતાની પત્ની પણ કંઈક કરે પણ તે ડરતા હોય છે કે, તમે એમને કામ કરવા કહો છો એટલે ચૂપ રહે છે, હું પણ ઈચ્છું કે, તું તારું નામ આગળ આવે તેવું કર. નીમા! રાજેશ! ભેટી પડી ખરેખર અમે બધા પુરુષોને ગલત સમજ્યા એ બદલ હું બધી સ્ત્રી તરફથી તમારી માફી માંગુ છું. સારુ.. સારુ.. માફ કરી ને ખુશ્નુમાં માહોલ છવાઈ ગયો.
ઘરે આવી હાથ પગ ધોઈ બંને ફ્રૈશ થયા, આજે લાઇટ બનાવજે બહું ખાવાની ઈચ્છા નથી એમ કહી રાજેશ પોતાના મિત્રોને મળવા નીચે આવ્યો. એકજણે મજાક કરી તમે તો ભાભી! ને લઈ જબરું ફરી આવ્યાં. હા.. તમે પણ કોઈ દિવસ આમ ફરી આવો, મજા આવશે, છોડીને યાર બૈરાઓતો ઘરે જ સારા બહાર જઈએ તો કેટલાય ખર્ચમાં ડૂબાડી દે, હા.. ખરું છતાં લઈ જવા જોઈએ તે પણ આખો દિવસ કંટાળી જાય, તેમને પણ ઇન્જોય કરવા ક્યાંક લઈ જવા તે આપણી ફરજમાં આવે છે, એક જણ બોલ્યું વાત તે સાચી કરી હો... ઓકે ચલો આજે તો થાક લાગ્યો છે, ઘરે જઈ સૂઈ જાવ કાલે મળીએ એમ કહી રાજેશ! ઘેર આવી હલવું ખાઈ સૂઈ ગયો. આજની સવાર નીમા! માટે ખાસ હતી, તેના વિચારોમાં અલગ તાજગી હતી. તેની વિચારસરણી તદ્દન બદલાયેલી હતી. એને જીવનમાં કંઈક કરવાની ઇચ્છા જાગૃત કરનાર રાજેશ! ને તે દિલથી આભાર માને છે અને મનમાં એક શુકુનનો અહેસાસ કરે છે કે, મને રાજેશ! જેવો જીવનસાથી મળ્યો. બપોરે કામ પતાવીને રોજની જેમ નીચે બધા જોડે બેસવા આવે છે. કેમ નીમા! આજે તું કંઈક અલગ લાગે છે. તારું આંખોનું તેજ કંઈક કહે છે, શું વાત છે? જરા અમને તો જણાવ. હા.. હા... તમને નહીં કહું તો બીજા કોને કહીશ? નીમા! મલકાઈ ઉઠી અને બોલી, જરા ધ્યાનથી સાંભળજો અને વિસ્તારથી બધી વાત કરી. સોસાયટીની બધી બહેનોએ કહ્યું આપણને તો આવું સૂજ્યું જ નહિ, રાજેશ ભાઈ! ને આવું ક્યાંથી સૂજ્યું? નીમા! ને પણ નવાઈ લાગી હતી જ્યારે રાજેશે! વાત કરી મેં પણ આજ કહ્યું હતું તેમને. હા.. રાજેશ ભાઈ! નો આભાર માનવો પડે, મેં બધા વતી તેમનો આભાર માની લીધો, મને ખબર હતી તમે જાણશો તો તમે પણ આભાર માનવાની વાત કરત, તો મે પહેલેથી માની લીધો, વાહ તું તો એક રાતમાં ચતુર બની ગઈ, સાચ્ચે સખીઓ મારી આંખો રાજેશે! ખોલી દીધી આપણે હવે ટાઈમનો સદુપયોગ કરવાનો છે, બધી બહેનો બોલી એમાં પૂછવાનું શું અમે પણ તૈયાર છીએ. અમે સૌના ચહેરા પર અજબ આત્મવિશ્વાસ જળકતો હતો.
બસ પછી તો સૌએ પાછળ વળી જોયું નથી રોજ રોજ નવી નવી બનાવટની વાતો હોય. હવે કોઇની આઘાપાછી કરવામાં જે આનંદ આવતો હતો તે હવે તેમને તુચ્છ લાગતો હતો. ત્યાર પછી તો ઘરમાં ઝઘડવું કોને કહેવાય તે બધી બહેનો ભૂલી ગઈ બધાના મન એકદમ પ્રફુલ્લિત રહે. ઘરમાં જાણે સન્નાટો છવાઈ ગયો પણ એક નિર્દોષ હાસ્યની લહેર પ્રસરી જતી સૌથી છુપી નથી. રાજેશ! ના સૌ મિત્રો તેનો આભાર વ્યક્ત કરતાં બોલ્યા તે તો જાદુ કરી નાંખ્યો બધી બહેનોને અલગ માર્ગ બતાવ્યો અમારા તરફથી તને ખૂબ ખૂબ આભાર! અરે! એમાં આભાર શેનો મેં ખાલી આંગળી ચીંધી છે પણ રાહ પર તો એ લોકો ચાલ્યા છે, આભાર તો તેમનો માનવાનો કેટલી મહેનતથી સોસાયટીમાં રોનક આવી ગઈ છે, બધામાં કેટલો સંપ દેખાય છે, નહિ?? હા.. હા... આપણા કરતાં પણ વધારે નહિ એમ કરી સૌ મિત્રોએ મજાક ઉડાવી રમુજી કરી, અને બધા સાથે મળીને બધી બહેનોને વધુ પ્રોત્સાહન આપવા નાની પાર્ટીનું આયોજન કર્યું ખાસ બહેનો માટે એક ખાસ પોગ્રામ કરી લોકોને આમંત્રિત કર્યા. બધી બહેનોએ બનાવેલી વસ્તુઓનું વેચાણ કરવા ખાસ સ્ટોલ ઊભો કરવામાં આવ્યો આ બધું સોસાયટીમાં રહેતા પુરુષોએ તેમના માથે લઈ લીધું. નીમા અને બીજી બહેનો માની નથી શકતી કે, ખરેખર આપણા સૌના પતિઓએ આ આયોજન કર્યું છે. બધા લોકો જોવા આવવા લાગ્યા અને આવેલા લોકો સ્તબ્ધ થઈ ગયા આટલી સુંદર કલાકૃતિઓ તો પહેલી વાર જોવા મળી, લોકોએ કેટલીય વસ્તુઓ ખરીદી લીધી, હવે જેમ જેમ લોકોને ખબર પડતી ગઈ તેમ ઘસારો વધવા લાગ્યો, નીમા! બોલી હવે બંધ કરીએ નહિ તો લોકો આવતાં જશે આપણે ટાઈમનું મેનેજમેન્ટ કરવું જોઈએ અમુક ટાઈમ સુધી જ સ્ટોલ ખુલ્લો કરી ટાઈમે બંધ કરવો. હા... હા... સાચી વાત સૌએ સાખ પૂરાવી.
બસ પછી તો ઘર આંગણે જ કાયમી સ્ટોલ ઊભો કરી દેવાયો,જેમ જેમ લોકો જાણતાં થયા, તેમ તેમ ઘરાકી વધતી ગઈ બધાએ ચીજવસ્તુઓ એટલી મન મોહિત બનાવી હતી કે, ન ખરીદવું હોય તો ય લોકો એક વસ્તુ તો ખરીદી લેતાં. સૌ બહેનો સાથે મળી રાજેશ ભાઈ! નો આભાર માનવા ગઈ, રાજેશ! ઓફિસ જવા નીકળતો હતો ત્યાં જ બધી બહેનો નીમા! ને ઘરે આવી અને રાજેશ! ને કહેવા લાગી રાજેશ ભાઈ! કયા મોઢે તમારો આભાર માનીએ? અરે! આમાં આભાર શેનો મેં તો ખાલી રસ્તો બતાવ્યો ચાલવાનું તો તમારે હતું અને તમે બધાએ લગન થી આ બધી વસ્તુઓ બનાવી કે, આજે તમે લોકો વેચાણ પણ કરી રહ્યાં છો, આટલા ઓછા સમયમાં તમે આટલી પ્રગતિ કરી એ કંઈ નાની સુની વાત નથી, હા.. એટલે જ અમે તમારા આભારી છીએ નીમા! એ ફરી રાજેશ! આભાર વ્યક્ત કર્યો, ચાલો હવે હું નીકળું નહિ તો આભારનો ભાર મારાથી સહન નહીં થાય બધા ખડખડાટ હસી પડ્યા અને રાજેશે! બધાની રજા લીધી.
કહે છે ને! સ્ત્રીઓને ખાલી એક તકની જરૂર છે તે તક તેમને મળી જાય તો ઘરને સ્વર્ગ બનતા જરાયે વાર નથી લાગતી બસ, તમે તેને એક તક જરૂર આપજો જેમ રાજેશે! આપી હવે ઘરમાં શાંતિનું વાતાવરણ છે, આજ પછી નિમા! અને રાજેશ! વચ્ચે ક્યારેય તું તું મેં મેં નથી થઈ ખાલી એક સમજ જીવન બદલી નાંખે છે.
💖 ઈલા રાઠોડ ✍️✍️💖

Comments
Post a Comment