ઘરની વધુ
વધુ! એક એવું પાત્ર છે, જેને ઘરમાં એક નોકરાણી તરીકે જોવા માં આવે છે, કદાચ એક સાસુ! વાંચશે તો પોતાના નાકનું ટેરવું એકસો ને દસ ટકા ઉપર ચઢાવશે. હું! એવું હરગીશ નહિ કહું કે, બધાના ઘરમાં આવું માનવામાં આવતું હશે, પણ એક વાત તો ચોક્કસ કહીશ, કે 100 માંથી 80 ટકા લોકોના ઘરમાં આ જ વાત મનાતી હોય છે, જે આપણે! કબૂલ કરવું જ રહ્યું. સાચું કહું તો આ માટે સ્ત્રી! જ જવાબદાર હોય છે. જ્યારે વહુ! પરણીને સાસરે આવે છે, ત્યારથી જ એને એક અલગ નજરીયા થી જોવા મા આવે છે. અત્યારની સાસુ આ વાંચીને નાકનું ટેરવું ઊંચું કરતાં પહેલાં એકવાર પોતાની પાછલી જીંદગીમાં ડોકિયું અવશ્ય કરજો શું તમારી સાથે આવું જ બન્યું હતું ને? એ તો જેમ જેમ દિવસો વિતતા ગયા તેમ તેમ પોતે પોતાની જાતને મનાવી લીધું અને ઘણા વર્ષો પછી તમને ફાવટ આવી ગઈ, અને તમે ટેવાઈ ગયા, પણ તમારી આવનારી પુત્ર વધુ! હજુ નવી છે, તે કેમ ભૂલી જાવ છો? તમારું! ઘર એના માટે એકદમ નવું છે. જ્યારે તમે! ક્યાંક બહાર ગયા હોવ તો ક્યારે ઘરે પાછા ફરીએ એવું થાય છે ને? પ...