ઘરની વધુ

      
         વધુ! એક એવું પાત્ર છે, જેને ઘરમાં એક નોકરાણી તરીકે જોવા માં આવે છે, કદાચ એક સાસુ! વાંચશે તો પોતાના નાકનું ટેરવું એકસો ને દસ ટકા ઉપર ચઢાવશે. હું! એવું હરગીશ નહિ કહું કે, બધાના ઘરમાં આવું માનવામાં આવતું હશે, પણ એક વાત તો ચોક્કસ કહીશ, કે  100 માંથી 80 ટકા લોકોના ઘરમાં આ જ વાત મનાતી હોય છે, જે આપણે! કબૂલ કરવું જ રહ્યું. 
   સાચું કહું તો આ માટે સ્ત્રી! જ જવાબદાર હોય છે. જ્યારે વહુ! પરણીને સાસરે આવે છે, ત્યારથી જ એને એક અલગ નજરીયા થી જોવા મા આવે છે. અત્યારની સાસુ આ વાંચીને નાકનું ટેરવું ઊંચું કરતાં પહેલાં એકવાર પોતાની પાછલી જીંદગીમાં ડોકિયું અવશ્ય કરજો શું તમારી સાથે આવું જ બન્યું હતું ને? એ તો જેમ જેમ દિવસો વિતતા ગયા તેમ તેમ પોતે પોતાની જાતને મનાવી લીધું અને ઘણા વર્ષો પછી તમને ફાવટ આવી ગઈ, અને તમે ટેવાઈ ગયા, પણ તમારી આવનારી પુત્ર વધુ! હજુ નવી છે, તે કેમ ભૂલી જાવ છો? 
        તમારું! ઘર એના માટે એકદમ નવું છે. જ્યારે તમે! ક્યાંક બહાર ગયા હોવ તો ક્યારે ઘરે પાછા ફરીએ એવું થાય છે ને? પોતાના! માથે હાથ રાખી કહો હું! ખોટુ કહું છું, તો પછી આપણા! ઘરમાં આવેલી પુત્ર વધુ! ને એવું નહીં થતું હોય ક્યાંરે ઘરે પાછી જવું? થાય જ આ સ્વાભાવિક વાત છે. પરંતુ આપણું ઘર! નું વાતાવરણમાં એટલા પ્રેમ છલકાય જાય કે, આવનાર પુત્ર વધુ! ને એમ ચોક્કસ થાય કે, હવે ઘરે! પાછું જવું પડશે? કલ્પના કરો તો તમને! પણ બે ઘડી સારું લાગશે તો વાસ્તવમાં જ આવું વધુ! ને હુફ કેમ ન આપીએ. તે! પણ કોઈની લાડકવાઈ હશે, તેને! પણ ભાઈ બહેન! હશે, છતાં લગ્ન કરી તમારા! ઘરે કાયમ માટે આવી ગઈ, તેના! મનની સ્થિતિ ને ક્યારેય વિચાર કર્યો છે? 
    ક્યારેય પુરુષો! ને આવો કોઈ પ્રોબ્લેમ નથી,  માત્રને માત્ર આ પ્રોબ્લેમ સ્ત્રી! ને રહ્યો છે, આ ખૂબ ક્ષોભનિય બાબત છે. આજે સમાજમાં એક વધુ! નું સ્થાન ઉપર કેમ નથી આવ્યું, કારણ એક જ એક સ્ત્રી! ને લીધે જ. 
   નણંદ! પણ એક સ્ત્રી! જ હોય છે, તેને! પણ પારકા ઘરે જવાનું જ છે, છતાં તેનું! વલણ જરાય બદલાતું નથી,. હવે, તેનો વિરો! કોઈનો પતિ! છે, તે કબૂલ કરવા રાજી નથી, બસ આજ કારણે તેનો વિરો! અને વધુ! નો પતિ! આ બંને! ની વચ્ચે એક પુરુષ! પીલાઈ છે, નથી બહેન! ને સમજાવી શકતો, કે નથી પોતાની પ્રિયા! ને એતો સૂડી વચ્ચે સોપારી બની ગયો છે, આમ જોવા જઈએ તો, એક પુરુષ! ની હાલતનો અંદાજ એક સ્ત્રી! ને ક્યારેય નહિ આવી શકે, અને સ્ત્રી! એકદમ સમજદાર અને જતું કરવાવાળી હશે, તો સમજો પુરુષ! નો બેડો પાર પછી તો કોઇ સમસ્યા જ નહિ, પણ શું આ શક્ય છે?? કદાચ દસ ટકા પુરુષો! ને આવી પત્ની! મળે છે, અને આવા પુરુષો! ખરેખર બહુ જ ભાગ્યશાળી હોય છે.  
    સાચું પૂછો તો કહેતા દુઃખ થાય છે, કે એક બહેન! જ પોતાના વીરા! ની ખુશી જોઈ શકતી નથી, એને એ વાતનો હંમેશા ડર હોય છે, કે  પોતાનો વીરો! તેનાથી છીનવી લેવામાં આવ્યો છે, બસ આજ ડર તેને ન કરવાનું કરાવે છે, આની પાછળ પણ પ્રેમજ છે, બસ, ખાલી સમજની ઊણપ જરૂર છે. એક બહેન! નાનપણથી પોતાના વીરા! સાથે જોડાયેલી છે, જીંદગીના 25 કે 26 વર્ષ સાથે રહેતો વીરો! એક દિવસમાં તેની પત્ની! નો થઈ જાય, તો સ્વાભાવિક રીતે તેની બહેન! ને ન ગમે, અણસમજુ વધુ! આ વાતની દરકાર કર્યા વગર પોતાના પતિ! ને પોતાના વશમાં કરી લે છે, અને પછી રચાય છે ધીમું યુદ્ધ જેમાં પુરુષ! હંમેશા પીલાય છે, તે પોતાની બહેન! કશું નથી કહી શકતો અને પત્ની! ને કહેવા જાય છે, તો પત્ની! અબોલા લઈ લે છે, હવે, કેટલુ હેરાનગતિનો ભોગ પુરુષ! બને છે, અને ના છુટકે તે જુદા રહેવાનું નક્કી કરે છે. 
    આ યુધ્ધનો અંત આવતો જ નથી, આ બાજુ ઘરે બધાને મળવા પુરુષ! આવે છે, ત્યારે તેની બહેન! અને મમ્મી! કહે છે, પેલી! ને આવતા જોર પડ્યું તે તું! એકલો આવ્યો, બસ, મહેણાં ટોણા મારી ખરેખર પોતાના ભાઈ! અને દીકરા! પ્રત્યે દૂરીની દોર બાંધી દે છે, મમ્મી! અને બહેન!  બોલીને ભૂલી જાય છે, પણ તે લોકો! ના શબ્દો આખા રસ્તે ભાઈ! અને દીકરા! ને ભાલા જેવા ભોંકાય છે, તે મમ્મી! કે બહેન! ને ક્યા ખબર છે? 
    આ રીતે જ ગમે તેવા સંબંધોની ડોર તૂટતી લગભગ બધાના ઘરમાં જોવા મળે છે. આમાં વાંક કોનો? માત્ર એક બીજા ને સમજી ને બોલતા પહેલાં 50 વાર પણ તે શબ્દ ઉપર કન્ટ્રોલ કરશો તો જીવન આપોઆપ મધુર બની જશે. 
      બધા! ને સંબંધોની હુફ જોઈતી જ હોય છે માત્ર સવાલ છે, સમજદારી કેળવવાની. કોઇ જીવ! એવો ન હોય કે, કોઈ સાથે સંબંધો ના હોય. અરે, આપણે મનુષ્યો! તો ઠીક જાનવરોમાં પણ એક હુફની જરૂર હોય છે, અને જાનવરોમાં તે હુફ સારી રીતે એકબીજાને આપતાં આપણે! આપણી! નજરે જોઈ શકીએ છીએ, તો પછી આપણે! આટલા સમજદાર ભગવાને! બનાવ્યા છતાં આપણા! આવી ઓછપ ક્યાંથી આવી એ સમજાતું નથી. 
    આજે દેશને  ઊંચે લઈ જવા સરકાર કડી મહેનત આદરી છે, તેવામાં ઓફિસનું કામ વધારે હોય છે અને આવીને ઘરનું કામ કરવાનું હોય છે, ત્યારે તમે પોતાની પુત્ર વધુ! પાસે એવી અપેક્ષા રાખો કે, બધીજ રસોઈ તેણે! જ બનાવવાની શું આ જરા વધુ પડતું દબાણ નહીં ગણાય?? 
    જ્યારે વાત ચાલી જ છે, તો પુરુષ! ને પણ કાંઈક કહેવું છે, અત્યારે  ઈન્ટરનેટનો મહિમા છે, અને છોકરા! કે છોકરી! ઓ પોતાના! ફોટા જાહેર કરે છે, આમાં કશું ખોટું નથી, પણ કોઈ દિવસ વિચાર્યુ જ્યારે તેમના! લગ્ન થશે અને આ ફોટા મૂકવાનું ગાંડપણ ત્યારે પણ ચાલુ હશે તો જાણો છો, આનું શું પરિણામ આવશે? શાનમાં સમજી જશો જ. 
   આ વરવી વાસ્તવિકતા તમારી સામે રજુ કરી છે, છતાં ભૂલથી વધારે લખાય ગયું હોય તો. મિચ્છામિ દુકડમ.. 
           રાઠોડ ઈલા✍️✍️

Comments

Popular posts from this blog

મનોમંથન

જીવન કલા

પુસ્તકોની આત્મહત્યાઆ