મંડપ




             
         મંડપ સજ્યો છે, ઘરઆંગણે, ખુશ છે, બધા સૌ નર ને નાર! પણ આ શું? જેના લગ્ન લેવાય છે, તે કેમ છે, ગુમસુમ અને ઉદાસ? 
      પાયલ! ખરેખર ઉદાસ હતી, પણ તેની ઉદાસી કોઈ ને નજર નથી આવતી. કોને કહે તેના મનની વાત? માતાપિતા! તો તેના! લગ્ન થી ઘણા ખુશ હતા. અને નાની બહેન! હજુ નાની પડે તેને! શું કહેવું? ત્યાં જ પાયલ! ની સખી રૂપલ! તેને! મળવા તેના! રૂમમાં આવી. અરે, દુલ્હારી ક્યાં ખોવાઈ? રૂપલ! ની આ મસ્તી પાયલ! ને વધારે હલાવી દીધી. તેણે! રૂપલ! ને વાત કરવાનુ વિચારી તેને! અંદર લઈ જઈ બારણું બંધ કરી દીધું. રૂપલ! બોલી કેમ આમ બારણું બંધ કર્યું? શું વાત છે? ત્યાં તો પાયલ! તેને ભેટીને રડવા લાગી. રૂપલ! તો હેબતાઈ ગઈ. અરે, આમ અચાનક શું થયું તને? પાયલ! નું રડવાનું રોકાતું નથી. રૂપલ! ને કાંઈ સમજાતું નથી. થોડી વાર પછી પાયલ! શાંત થાય છે. રૂપલ! તેને પાણી આપે છે, પાણી પી પાયલ! કહે છે, મને! આકાશ! ની ખૂબજ યાદ આવે છે, આકાશ! તે કોણ છે? અને તને! તેની! યાદ કેમ આવે છે? જરા વિસ્તારમાં કહે. પાયલ! ઈતિ થી અંત સુધી રૂપલ! ને બધીજ વાત કરે છે. હે, રામ આટલો બધો આકાશ! ને પ્રેમ કરે છે, છતાં બીજે પરણવા તૈયાર થઈ ગઈ? તારા જેવી છોકરી! મેં! નથી જોઇ. પણ.. શું પણ.? અરે, બબૂચક આવો ઉમદા પ્રેમ નસીબદારને મળે છે. આકાશ! ખુદ તારી! સાથે લગ્ન કરવા તૈયાર છે, છતાં તેની નીચી નાતને તે! મહત્વ આપ્યું? મને તારા! પર શરમ આવે છે. હવે, તું! એમ જ કહીશ ને કે, ઘરમાં કોઈ રાજી નથી,અરે, દેખિતી વાત છે. આકાશ! ની કાસ્ટ તારા! કાસ્ટથી નીચી હોય તો સ્વાભાવિક છે ઘરના લોકો! ન માને પણ આપણે પ્રેમ કરવાની હિંમત રાખતાં હોઈએ તો સમાજનો સામનો કરવાની તાકાત રાખવી જોઇએ નહીં તો પ્રેમ કરવાનો મોહ ન રખાય. રૂપલ! પાયલ! પર બરાબર ગુસ્સે હતી. બંને! ખાસ મિત્રો! હોવા છતાં પાયલે! તેના! થી છુપાવ્યું?? રૂપલ! મને માફ કર મેં! તારા થી છુપાવ્યું પણ મને! એમ કે લગ્ન પછી હું! આકાશ! ને ભૂલી જઈશ મને નહતી ખબર મારી! આવી હાલત થશે. રૂપલ! નો ગુસ્સો શાંત ન હતો પણ હાલ કશું કહેવાનો મતલબ નહતો, હાલ, પાયલ! ને આકાશ! સુધી પહોંચાડવાનો હતો. ચાલ, પાયલ! તારો સામાન પેક કર અને મહેરબાની કરી કોઈ સવાલ જવાબ ન કરતી. પાયલ! ને રૂપલ! પૂરો ભરોસો હતો તે! કોઈ દિવસ ખોટા નિર્ણય લૂતી નહિ એટલે તેણે! કહ્યું તેમ! પાયલે! કર્યું. પહેલાં આકાશ! ને ફોન કરીને બધી વાત કરી અને એ પણ કહ્યું તમે! જલદી આવી પાયલ! અહીં થી લઈ જાવ, વધારે વખત નથી હમણાં જાન આવતી જ હશે, એમ કહી ફોન કાપી નાખ્યો. હવે, પાયલ! નો સામાન પેક કરી પાયલ! ને કહ્યું કોઈ આવે તે પહેલાં આપણે અહીં થી નીકળી જવું પડશે, એક કામ કર તું માથે ઓઢી લે છેક સુધી જાણે કોઈ કામવાળી છે તેવું બધાને લાગવું જોઈએ સમજી ને હું! શું કહું છું પાયલે! માથું ધુણાવી હા પાડી. તરતજ પાછલા બારણે થી બંને નીકળી ગયા, રસ્તા માં પાયલ! ની ફોઈ આવતી દેખાઈ તે રૂપલ! ને ઓળખતી હતી એટલે ઉભી રહી ક્યાં જાવ છો હવે, જાન આવતી જ હશે જલદી ચાલો. હા!.. હા!.. તમે પહોંચો હું! આ બહેન! ને કામ સોંપ્યું છે, તે બતાવી આવું. સારું હું! જટ જાવ મને! જરા મોડું થયું છે, વાંધો નહીં નિરાંતે જાવ હજુ જાનને આવતા વાર લાગશે એવું મેં! સાંભળ્યું હતું. ઓકે કહી પાયલ! ની ફોઈ! ઘર તરફ આગળ વધી. અને આ બંને! એ દોટ લગાવી અને આકાશ! ઊભો હતો ત્યાં આવી પહોંચી. લો, આ તમારી અમાનત અને કોઈ જુવે તે પહેલાં અહીં થી ચાલ્યા જાવ. પાયલે! આભાર! માનતા બંને એકબીજાને ભેટી પડ્યા. બંને! ની આંખમાં હરખના આંસુ હતા. આકાશ! અને પાયલ! બંને નાસી ગયા અને રૂપલ! પણ તેના! ઘરે આવી ગઈ રૂપલ! નું ઘર કોઈ એ જોયુ ન હતું એટલે રૂપલ! ને નિરાંત હતી. 
     આ બાજુ જાન આવી ગઈ હતી. વરરાજાને પોંખી અંદર લાવવામાં આવ્યા. હવે, કન્યા! ને ચોરીમાં લાવવા મહારાજે! આદેશ આપ્યો, પણ અંદરનું બારણું બંધ હતું, બહું ખખડાવ્યા છતાં બારણું ન ખોલ્યું તો બધા! એ બારણું તોડી નાંખ્યુ પણ અંદર કોઈ ન હતું. હવે, હોબાળો મચી ગયો. તેના મમ્મી પપ્પા! તો જાણે '' આભ ફાટી પડ્યું '' હોય તેમ સ્તબ્ધ બની ગયા. જાનવાળા એ તો કેટલું સંભાળ્યું લગ્ન નહોતા કરવા તો અમને શું કામ આટલો ખર્ચ કરાવ્યો હવે, અમને અમે કરેલા ખર્ચના પૈસા જોઈએ. પાયલ! ના પપ્પા! બધીજ રકમ વરરાજા! ના પપ્પા! ને આપી દીધી અને માફી પણ માગી લીધી એટલે જાન પાછી વળી. 
    આ બાજુ આકાશ! અને પાયલ! ઘણા દૂર આવી ગયા હતાં. પાયલ! ના પપ્પા! ઘણી શોધખોળ કરી પણ પાયલ! નો પત્તો ન મળ્યો. પાયલ! ના પપ્પા! જાણી જોઈ ને પોલીસ કમ્પ્લેન ન કરી એમને એ વાતનો અંદાજ આવી ગયો હતો કે, પાયલ! કોકની જોડે નાસી ગઈ છે. 
         પાયલ! આકાશ! અને તેના ધરમાં સૌ! ખુશ હતા. તે લોકો! તેમના વતન જઈ બંને! ના લગ્ન કરી દીધા. આકાશ! ના પપ્પાને થોડી બીક હતી કે, ગમે ત્યારે પાયલ! ના સગાંવહાલાં આવી પહોંચે અને લગ્ન ન થવા દે એટલા માટે દૂર વતન ચાલ્યા ગયા અને ધામધૂમથી બંને! ના લગ્ન કરાવી અમદાવાદ આવી ગયા, હવે લગ્ન થઈ ગયા એટલે વાંધો નહોતો. 
    રૂપલ! પાયલ! ને મળવા અવારનવાર આવતી હતી અને પાયલ! ના લગ્ન માં પણ હાજરી આપી હતી. રૂપલ! હંમેશા પાયલ! ને કહેતી તે! થોડી  હીંમ્મત કરી તો આકાશ! મળી ગયો, આપણું હીત શેમાં છે એટલું તો મોટા થયા પછી ખબર હોય જ છે, માત્ર હિમ્મત કરી વડીલો! ને કહેવું પડે છે, નહીં તો તારા! જેમ બીજો રસ્તો અપનાવવો પડે છે. તે! સારો રસ્તો અપનાવ્યો છે અને મને! વિશ્વાસ છે કે, કાલે તારા મમ્મી પપ્પા! પણ તને અપનાવી લેશે ચિંતા ન કરતી. 
    જાણે રૂપલ! ના શબ્દ સાચા પડી રહ્યાં હતાં એક વર્ષ પછી જેની સાથે પાયલ! ના લગ્ન થવાના હતાં તે જુગારી નીકળ્યો અને પોલીસ! તેને! પકડી લઈ ગઈ હતી. આ વાત જ્યારે પાયલ! ના પપ્પા! ના કાને પડી ત્યારે જાણે પહેલી વખત તેમને! પાયલ! ની યાદ આવવા લાગી મનથી એવું પણ વિચાર્યુ કે, સારું થયું પેલા! જુગારી સાથે પાયલ! ના લગ્ન ન થયા નહીં તો છોકરી! ની જીંદગી બગડી જાત, ઘરે આવી પાયલ! ની મમ્મી! ને જણાવ્યું કે, જેની સાથે પાયલ! વિવાહ નક્કી થયા હતાં તે! જુગારી નીકળ્યો. આપણી પાયલ! બચી ગઈ. હવે, પાયલ! ને માફ કરી તેની તપાસ કરાવો. હા!.. હા!.. હું! પાયલ! ની તપાસ કરાવીશ. 
      વાત ઉડતી ઉડતી પાયલ! જોડે પહોંચી ગઈ કે, જેની સાથે મારા લગ્ન નક્કી થયાં હતાં તે જુગાર માં પકડાય ગયો છે, તેણે! તરતજ રૂપલ! ને ફોન જોડી બધી માહિતી આપી અને કહ્યું મારા ઘરે આટો મારીઆ વાત કદાચ એ લોકો! ન જાણતા હોય તો જણાવતી આવ, હા! કેમ નહિં હું! આજે જ તારા ઘેર જઈ આવીશ. 
   બપોરે રૂપલ! પાયલ! ના ઘરે આવી અને કહ્યું આ બાજુ આવી હતી તો વિચાર્યુ તમને! મળતી જાઉ અને મારા! કાને જે વાત આવી છે શું તે સાચી છે? હા! બેટા સાચી છે, પેલા! ને પોલીસ પકડી લઈ ગઈ સારું થયું પાયલ! ના લગ્ન તેની જોડે ન થયા એમ કહી મમ્મી પપ્પા! એ રાહતનો શ્વાસ લીધો, પણ હવે પાયલ! ને કયાં શોધવી તે કયાં હશે? રૂપલે! ફોડ પાડતા કહ્યું મને! ખબર છે તે ક્યાં છે. હે, પાયલ! ના માતાપિતા! સ્તબ્ધ થઈ ગયા એટલે તું! પહેલાં થી જાણતી હતી? હા! અંકલ! મને પહેલાં થી જાણ હતી કે, પાયલ! અને આકાશ! એકબીજાને પસંદ કરતાં હતાં. પાયલે! તો તમે કીધું ત્યાં લગ્ન કરવા તૈયાર થઇ ગઇ હતી. આતો છેલ્લી ઘડીએ મને ખબર પડી કે, આકાશ! ની જ્ઞાતિ નીચી હોવાથી તેને ડર હતો કે, પપ્પા! નહિ માને, પણ સાચું કહું અંકલ! મેં જ તેને સમજાવીને કહ્યું અહીંથી ચાલી જા, ધીરે ધીરે બધા શાંત થઈ જશે. અંકલ! જ્ઞાત ભલે નીચી હોય પણ છોકરો! પાયલ! નું કેટલું ધ્યાન રાખે છે, તે મે! નજરે જોયું છે, અને તેના! માતાપિતા! તો પાયલ! ને હાથ ઉપર રાખે છે, બીજું શું જોઈએ જીવનમાં? સાચી વાત કહી દીકરી! અમે તારો! આભાર! માનીએ તેટલો ઓછો છે, ના! અંકલ! મેં! એક બહેનપણી! ને સાચો રસ્તો બતાવ્યો હતો. સારું તું! અમને! પાયલ! ઘરે લઈજા, ત્રણેય! પાયલ! ના ઘર તરફ જાય છે. 
   પાયલ! ને જોઈ તેના! માતાપિતા! અતિ પ્રસન્ન થાય છે અને પાયલ! ને કહે છે કે, કદાચ અમે તને રજા ન જ આપી હોત, પણ તારું આ એક પગલું તારા જીવનને બચાવી લીધું. 
   આવું જ થાય છે, મા બાપ! જ્ઞાતિવાદ ને લીધે કેટલાય જીવન ડોહળાઈ જાય છે, અને જે હીંમ્મત કરી જાય છે તેને સહન પણ વધારે કરવું પડે છે, રામ જાણે આ નાત જાતના જાળા ક્યાંરે તૂટશે, તૂટશે કે, નહીં એ પણ સળગતો પ્રશ્ન છે. 
      ઈલા રાઠોડ ✍️✍️

     
    
      
    




           

Comments

Popular posts from this blog

મનોમંથન

જીવન કલા

પુસ્તકોની આત્મહત્યાઆ