વિહવળ પારેવું
આમ તો બધા પ્રેમ કહાની લખતા હોય છે, મે પણ એક પ્રેમાળ પારેવાની પ્રેમ કહાની લખવાની કોશિશ કરી છે, સમાજમાં નાની નાની બાબતોમાં છુટાછેડા લઈ લેતા યુવક-યુવતીઓ નજરે પડે છે, જ્યારે આ પારેવા એકબીજા ખાતર જાન આપી દેવા ખચકાતા નથી. આપણને આ પારેવા ઘણું બધું સમજાવી જાય છે, એટલે મને લખવાની પ્રેરણા મળી. એક જંગલમાં બે પારેવા આંબાના ઝાડ પર પોતાનો નાનો ઘોંસલો બાંધીને રહેતા હતા. આ ઘોંસલો બનાવવા બંને એ ખૂબ મહેનત કરી મસ્ત ઘોંસલો બનાવ્યો આખો દિવસ પેટ ભરવા દાણા ચણવા જાય અને ચારેબાજુ ફરતા ઘૂંટરઘૂ કરતાં જાય તેમનો આ પ્રેમાલાપ આપણને ન સમજાય છતાં મનમાં એક અજીબ રોમાન્સની અનુભૂતિ થાય. આમ તો આ પારેવા જંગલમાં રહે છે, પણ હું આપણા ઘર આંગણે આવતા પારેવાની વાતો કરવા લાગી, ચાલો તમને જંગલમાં રહેતા પારેવાની વાત આગળ વધારું.. આ આંબાના ઝાડ ઉપર બીજા પક્ષીઓના માળા હતા. છતાં આ પારેવાની વાત કંઈક જુદી હતી. આ બંને ક્યારેય એકલા ક્યાંય ન જતાં હંમેશા સાથે ને સાથે કદાચ કુદરતે દરેક પારેવા ને વરદાન આપ્યું હશે. તમે જોયું હશે આપણા ઘર આંગણે પણ બે જ કબૂતર આવતા ...