વિહવળ પારેવું

       આમ તો બધા પ્રેમ કહાની લખતા હોય છે, મે પણ એક પ્રેમાળ પારેવાની પ્રેમ કહાની લખવાની કોશિશ કરી છે, સમાજમાં નાની નાની બાબતોમાં છુટાછેડા લઈ લેતા યુવક-યુવતીઓ નજરે પડે છે, જ્યારે આ પારેવા એકબીજા ખાતર જાન આપી દેવા ખચકાતા નથી. આપણને આ પારેવા ઘણું બધું સમજાવી જાય છે, એટલે મને લખવાની પ્રેરણા મળી.
     એક જંગલમાં બે પારેવા આંબાના ઝાડ પર પોતાનો નાનો ઘોંસલો બાંધીને  રહેતા હતા. આ ઘોંસલો બનાવવા બંને એ ખૂબ મહેનત કરી મસ્ત ઘોંસલો બનાવ્યો આખો દિવસ પેટ ભરવા દાણા ચણવા જાય અને ચારેબાજુ ફરતા ઘૂંટરઘૂ કરતાં જાય તેમનો આ પ્રેમાલાપ આપણને ન સમજાય છતાં મનમાં એક અજીબ રોમાન્સની અનુભૂતિ થાય. આમ તો આ પારેવા જંગલમાં રહે છે,  પણ હું આપણા ઘર આંગણે આવતા પારેવાની વાતો કરવા લાગી, ચાલો તમને જંગલમાં રહેતા પારેવાની વાત આગળ વધારું..
    આ આંબાના ઝાડ ઉપર બીજા પક્ષીઓના   માળા હતા. છતાં આ પારેવાની વાત કંઈક જુદી હતી. આ બંને ક્યારેય એકલા ક્યાંય ન જતાં હંમેશા સાથે ને સાથે કદાચ કુદરતે દરેક પારેવા ને વરદાન આપ્યું હશે. તમે જોયું હશે આપણા ઘર આંગણે પણ બે જ કબૂતર આવતા હોય છે . પાછી હું બીજી વાતો કરવા લાગી, હવે મૂળ વાત કરું આ પારેવા મસ્ત બની મસ્તી કરતા ત્યાં જ એક શિકારી ને જોઈ માદા ગભરાઈ ગઈ અને તેણે ત્યાથી ઉડી જવાનો ઈશારો કર્યો અને બંને પારેવા ઝડપથી ઉડી ગયા પણ તેમનો ઘોંસલો નજીક મા જ હોય થોડી વાર બંને ઝાડ પર બેઠા અને શિકારી જતો રહે તેની રાહ જોવા લાગ્યા.
     શિકારી ગયા પછી બંને પોતાના ઘોંસલા મા આવ્યા પણ નર ને ચિંતા હતી ગમે ત્યારે શિકારી આવી આપણો શિકાર કરી લેશે તે પહેલાં આપણે ઘોંસલો ખાલી કરવો પડશે, માદા એ સહમતિ આપી તમને જે ઠીક લાગે તે કરજો.
    એ પારેવા એ ઘોંસલો છોડી દીધો. હવે નવેસરથી ઘોંસલો બનાવવા માટે તિનકો - તિનકો એકઠ્ઠો કરી સુદર મજાનો ઘોંસલો બનાવ્યો. એક બખોલમાં જ્યાં શિકારી ને ખબર ન પડે કે, અહીં ઘોંસલો હશે એકદમ અંદરની સાઈડ મા, હવે બંને નિરાંત થઈ ત્યારબાદ માંદા એ ઇંડા મૂક્યા. અને ખૂબ જતન થી સેવ્યા, હવે મસ્ત ચાર બચ્ચા એ જન્મ થયો , બંને પારેવા અત્યંત ખુશ હતા. રોજ પારેવા પોતાના બચ્ચા ઓ માટે ખાવાનું લેવા જાય અને ચાંચમાં દાણા લઈ બચ્ચા ને ખવડાવે ધીમે ધીમે બચ્ચા મોટા થવા લાગ્યા, પણ એક બચ્ચું બહું ગભરું હતું, ત્રણ બચ્ચા ઉડવા માટે પ્રયાસ કરતાં પણ આ બચ્ચું જરાય ઉડવાનો પ્રયત્ન નહોતું કરતું, તેની મા ને ચિંતા થતી અને મનમાં ડરતી કે, આ બચ્ચાને કેવી રીતે ઉડવા માટે સમજાવું?
    તેવામાં એક શિકારી નજરે પડ્યો તેણે બચ્ચા ને કહ્યું ઉડી જા નહિતર આ શિકારી તને મારી નાંખશે આવું બોલતા એક મા ની જીભ ન ઉપડે, પણ બીજો કોઈ રસ્તો ન હતો, બચ્ચું બીકના મારે ઉડવા લાગ્યું આ જોઇ પારેવા ખૂબ ખુશ થયા, હવે તેમના  બચ્ચા ઓને જાતે ખોરાક શોધવા નીકળી પડતા, આમેય પક્ષીઓને પાંખો આવ્યા પછી તે લોકો મા-બાપ સાથે નથી રહેતા. કાશ માનવીઓમા આવું બનતું હોત તો કેવું સારું થાત! માણસોમાં આખી જીંદગી બાળકોની ચિંતામાં આપણા મા-બાપને પોતાની ક્યારેય ચેનથી જીંદગી જીવી શકતા નથી.
    બસ હવે તો પારેવા એકલા એકબીજાને ખૂબ ખુશ રાખતાં નદીમાં સ્નાન કરવા જાય, તો ક્યારેક ઉંચો જમ્પ મારી મજા લે, આખો દિવસ મસ્તી મા જાય અને રાત્રે આવી બહાર ઠંડી હવાનો અહેસાસ કરતાં, સવારે પાછા ચણ ચણવા નીકળી પડતા. જોતજોતામાં ખાસ્સો સમય વીતી ગયો, પણ આજે અચાનક આંધી અને તોફાન સાથે વરસાદ આવ્યો. તેમનો ઘોંસલો ય તૂટી ગયો એટલો બધો પવન આવ્યો કે, માદા પવનમા ફગોળાઈ ગઈ, નર પણ ક્યાંય ઉડી ગયો જોરદાર તોફાન મા ભલભલા ઉડી જાય છે, અને આ તો પક્ષીઓ તેમને વધુ સમજ ન હોય, કેટલાક સમય પછી વાવાઝોડું શાંત થયું તેમા માનવીઓની વિસાત નહિ તો આ પક્ષી તો વાત જ શુ! 
     નર માદા ને શોધતા શોધતા શહેર તરફ નીકળી પડ્યો કદાચ મારી પ્રિયતમા મને ક્યાંક મળી જાય. ત્યાં પક્ષીપ્રેમી એવો એક છોકરાની નજર આ પારેવા પર પડી તેને તરત અંદાજ આવી ગયો કે, વિહવળ પારેવું પોતાની પ્રિયતમા ને શોધવા નીકળ્યું લાગે છે.
      પેલા એ ઝાડ પાસે આવીને પક્ષીઓની ભાષામાં કહ્યું શું વાત છે, તારી પ્રિયે ને શોધવા નીકળ્યો છે, પારેવું તો અચરજ સાથે જોઈ રહ્યુ, આ માનવ ને અમારી ભાષા આવડે છે! ધરાહર નીચે આવ્યું, તેણે કહ્યું હા મારી પ્રિયા વાવાઝોડા મા ઉડી ગઈ, એટલું ભયાનક વાવાઝોડું હતું કે, હું ય ક્યાંય ફંગોળાય ગયો, વાવાઝોડું શાંત થતાં મારી પ્રિયા ને શોધતો - શોધતો શહેરમાં આવી ગયો, પણ મને કયાય ન દેખાઇ તમે જોઇ છે?
     આ વિવહળ બનેલા પારેવા ને પંપાળી તે છોકરો બોલ્યો ના મેં નથી જોઇ પણ તું ચિંતા ન કર આપણે બંને તેને શોધી કાઢીશું એમ કહી પારેવા ને ખભે બેસાડી ઘરે લઈ આવ્યો. પારેવા ને પાણી આપ્યું, પણ પારેવા એ પાણી સામે જોયું પણ નહિ. આમ તરસ્યા રહી તને તારી પ્રિયા નહિ મળે છતાં પારેવું પાણી ને દૂર કરી દીધું. છોકરો સમજી ગયો કે, તેની પ્રિયા તેના માટે કેટલી કિંમતી છે, જ્યારે અમારે આ પારેવા પાસે થી પ્રેમના પાઠ ભણવા જોઈએ. બેત્રણ દિવસ થયા છતાં તેની પ્રિયા ન મળી ત્યારે ભૂખે તરસે પારેવા એ પોતાના પ્રાણ ત્યાગી દીધા. સાચો પ્રેમ આ પારેવા એ કર્યો હતો. જે કદાચ આપણે માનવીઓ ન કરી શકીએ.
          *સલામ આ પારેવા ને *

Comments

Post a Comment

Popular posts from this blog

મનોમંથન

જીવન કલા

પુસ્તકોની આત્મહત્યાઆ