તાના રીરી
અલી ચંપા તારી આ છોડીઓ માટી ખાય છે, જરા અંદર લઈ જા, હા માસી આવી ચંપા એ બંનેના હાથ સાફ કરી ઘરમાં લઈ ગઈ. તાના જરા જિદ્દી પણ રીરી જટ માની જાય, બંને તોફાની પણ હોંશિયાર એટલી જ, બંને એક વર્ષની જ હતી પણ ઘણી ચપળ અને નટખટ હતી, બધાના દિલ હરખાવી દેતી. બંનેની જીભ પર મા સરસ્વતીનો વાસ હોય તેમ તેમનો અવાજ કર્ણપ્રિય હતો.
બંને ત્રણ વર્ષની થઈ ત્યારે તેમને ભણવા મૂકવાની હતી, પણ ગામડાઓમાં ભણતર ખૂબ ઓછું હોય છે, તાના રીરીના પિતાને તે બંને ને સારુ ભણાવવાની ઇચ્છા હતી તેથી શહેરમાં તેના મોટાબાઈ રહેતા હોવાથી મોટા ભાઈ ને વાત કરી તેમણે કહ્યું કુટુંબ સાથે શહેરમાં આવી જા, આમ તો ગામડામાં રહેવું ગમતું પણ તાના રીરીના ભણતર માટે ગામડું છોડવાનો નિર્ણય કર્યો અને શહેરમાં આવી ગયા. ચંપા ને થોડું ઓછું ફાવતું હતું, પણ તાના રીરી નો વિચાર આવતા તેણે મનને મકકમ કરી લીધું.
હવે શહેરમાં બંને બહેનો ભણવા જવા લાગી. બંને ખૂબ હોંશિયાર હોવાથી બંને ને શહેરમાં સેટ થતાં વાર ન લાગી, પણ તાના જરા અકડુ સ્વભાવની હોવાથી બધા સાથે તેને નહોતું ગમતું, રીરી તેને સમજાવે બધાની સાથે હળીમળીને રહેવાનું,છતાં તેની વાત સાંભળી ન સાંભળી કરી તાના ચાલી જાય. જોતજોતામાં બંને દસમા ધોરણમાં આવી ગયા. તેના પપ્પા તેમને સાયન્સ લેવાનું કહેતા હતા, પણ બંને ને સંગીત મા વધુ રસ હોવાથી તેમને સંગીત શીખવા અને આગળ વધવાની તીવ્ર ઇચ્છા હતી એટલે તેમના માતા પિતા એ સહમતિ આપી અને તેમને સંગીતના કલાસ કરાવ્યા. બંનેના અવાજ મા એક કશીશ હતી, લોકો તો મંત્રમુગ્ધ બની સાંભળતાં રહેતાં, સંગીતના શિક્ષકો એ બંને બહેનો ને વધારે પ્રોત્સાહન આપતા કહ્યું અમે તમને વધારે ઉંચી તાલીમ મેળવવા બહાર મોકલવા માંગીએ છીએ જરા તમે તમારા માતા પિતાને મળવા લેતા આવજો.
તેમના માતા પિતા એ થોડી મૂઝવણ થઈ, પણ બંને સાથે છે અને હવે તો સમજણી થઈ ગઈ છે, તેઓનું દ્ધાન જાતે રાખી શકે છે, એટલે માતા પિતાને ચિંતા નહતી. સ્કૂલ તરફથી બંને ને તાલીમ આપવા બહાર મોકલી વધુ સારી તાલીમ લઈને બંને પરત ફર્યા. હવે તો કોમ્પિટિશન મા ભાગ લેવા લાગ્યા. સ્કૂલના કોમ્પિટિશન મા બંને જ જીતા જતાં હતાં.
એકવાર ટીવીની ટીમ તેની સ્કૂલ મા આવી પહોંચી અને બંનેનું સારુ પરફોર્મન્સ જોઇને ટીવીની ટીમે તેમની ચેનલ પર ગાવા માટે બંને ને આમંત્રિત કર્યા.
બંને જણા ખુશ ખુશ થઈ ગયા ઘેર આવી તેમના માતા પિતા ને વાત કરી તે તો ફુલ્યા ન સમાયા. કોમ્પિટિશન માટે બંને જણા એ રોજ રિયાસ કરવો પડતો રોજ સવારે વહેલા ઉઠીને ગળું ખોલવા મીઠાના પાણીથી કોગળા કરતી તેનાથી રાગ વધારે સારો નીકળે હવે બે દિવસ બાકી હતા, આમ બંને એ જોરદાર તૈયારી કરી લીધી હતી.
હવે આખો હોલ જનમેદની થી છલકાતો હતો, બધા મીટ માંડીને તાના રીરી ને સાંભળવા ઉતાવળા બન્યા હતાં. થોડી વાર મા બંને બહેનો સ્ટેજ પર આવી ગઈ, તાળીઓના ગડગડાટ થી સૌએ બંને બહેનોને વધાવી
બંનેનો અવાજ મધુર હતો પણ કોમ્પિટિશન મા કોઇ એક ને સિલેક્ટ કરવામાં આવે છે, તો રીરી ને ફર્સ્ટ પ્રાઇઝ મળ્યું, એટલે તાના કંઈ બોલ્યા વગર સ્ટેજ છોડી ચાલી ગઇ, રીરી ને ભારે ઠેસ પહોંચી. તાના એ આવું કેમ કર્યું! ક્યારેય તાના એ આવું વર્તન નથી કર્યું, તો અત્યારે મને અભિનંદન આપ્યા વગર ચાલી ગઇ. રીરી ને માઠું લાગ્યું બધાના અભિનંદન સ્વીકાર કરતાં તેને જરાપણ ખુશી ન થઈ, તેને એકજ વિચાર આવતો તાના એ આવું કેમ કર્યું!
તાના ઘેર આવી ગઈ હતી. રીરી અને તેના માતા પિતા એ તાના ને બહુ વઢ્યા તું કેમ કહ્યા વગર આવી ગઈ, અમારા ઉછેરમાં શું કમી રહી ગઈ? બંને ને ખૂબ જતન થી સાચવી પણ અમારું મોં બધા સામે શરમથી જુકી ગયું બોલ જવાબ આપ તે આવું કેમ કર્યું? તાના કંઈ જવાબ આપ્યા વગર ત્યાંથી બહાર નીકળી ગઈ, રીરી સામે જોઈ મોં ફેરવી લીધું.
તાનાનું આવું વર્તન સમજવું મુશ્કેલ હતું, રીરી ને ય ખરાબ લાગ્યું હતું એટલે તે પણ કશું બોલી નહિ, તેના માતાપિતા ને પણ તાનાના આવા વર્તન થી નારાજ હતા. સવારે ફરી તાના ને પૂછ્યું અમે તને કંઈ પૂછ્યું છે, જવાબ આપ! તાના એ કીધું મને નથી ખબર ત્યાં રીરી આવી મને ખબર છે, તને હું જીતી એ ન ગમ્યું હે ને! રીરી મારે તારી જોડે વાત જ નથી કરવી પછી તેઓના પપ્પા વચ્ચે આવ્યા જુવો બેટા આ તો કોમ્પિટિશન છે હાર જીત તો ચાલતી રહે આમા કોઈ એ મન દુઃખ ન લગાડાય.
તાના જરા અકડું સ્વભાવની હતી એટલે માતાપિતાની વાત કાને ન ધરી, એટલે રીરી ને કહ્યું બેટા તું તાના થી મોટી છે એટલે તેને માફ કરી દે તે નાદાન છે, ઓકે મમ્મી પપ્પા હું તેને માફ કરી દઉ છું, હશે તે અણસમજુ છે, વાંધો નહીં હું તેને મનાવી લઈશ તમે ચિંતા ન કરો ને શાંતિ થી સૂઈ જાવ એમ કહી રીરી તેના રૂમમાં જતી રહી, થોડી વાર પછી તાના આવી. રીરી એ તેને સમજાવી હાર જીત તો થતી રહે આમ, ઉદાસ નહીં થવાનું થોડી વાર માટે મને પણ તારા વર્તન થી આઘાત લાગ્યો પછી મેં શાંતિ થી વિચાર્યુ મેં તારી જગ્યાએ મૂકી જોયું ત્યારે મને સમજાયું કે, તારો ગુસ્સો વ્યાજબી છે. હું તો તારી બહેન છું એટલે તને વધારે સમજી શકું છું, કદાચ બીજું કોઈ હોત તો તેની સાથે સંબંધ કાપી નાખ્યો હોત, પાછળથી મને અહેસાસ થયો બીજા સાથે પણ આપણે સંબંધ જાળવવા પડે, આવી રીતે બધા સાથે સંબંધ કાપી એ તો નૂકસાન આપણે જ સહન કરવું પડે છે, બીજા ને કોઇ ફરક પડતો નથી, એટલે બધા સાથે છુટ થી બોલવાનું રાખ. આમ કરીશ તો તને જ સારુ લાગશે. તાના ને રીરીની વાત સાચી લાગી પછી તાના એ રીરીની માફી માંગી અને બંને ગાઢ મિત્ર બની ગયા.
હવે બંને વધારે સારું ગાવાની કોશિશ કરતાં અનેક કાર્યક્રમો મા ભાગ લે કોઈ વાર તાના જીતી જાય તો કોઈ વાર રીરી મેદાન મારી જાય પણ બંને ને હવે રીસ નહોતી રહી બંને ખૂબ ખુશ હતા દિવસે ને દિવસે બંને વધુ ઉંચાઈ એ પહોચવા લાગ્યા.
ધાર્યું તો ધણીનું જ થાય, આ વાત ઉપર ચર્ચા કરીશું તો વધારે ઊંડા ઉતરવું પડે એટલે શોર્ટ મા કહું તો તાના કરતાં રીરી શાંતિ પ્રિય હતી એને બધા પ્રત્યે સહાનુભૂતિ હતી જ્યારે તાના થોડી અકડું સ્વભાવની હતી, ભલે રીરી એ તેને સમજાવી પણ અંદર તો આજે ય રીરીની જીત તેને નહોતી ગમતી. આજે ફરીથી સ્પર્ધા યોજાવાની હતી. લાખો લોકો આ સ્પર્ધા ને નિહાળવા ટીવી સામે ગોઠવાઈ ગયા હતા. આજે જુદા - જુદા દેશો વચ્ચે કોમ્પિટિશન થવાની હતી. તાના જાણતી હતી કે, રીરીનો અવાજ મારા કરતાં મધુર છે અને એને ડર હતો કે, જો આ એવોર્ડ રીરી ને મળી જશે તો મારા થી એ સહન નહીં થાય. તાના ને ભાગ્યે જ સફળતા મળતી પણ રીરી ઘણી જગ્યાએ કામિયાબી હાંસલ કરતી. તાના અંદર થી મૂઝાયેલી હતી. મમ્મી પપ્પા જોડે પણ વાત ચીત નહોતી કરતી જ્યારે રીરી ને તો પગ થનગની રહ્યા હતાં જલ્દીથી મુંબઈ પહોંચી અને પોતાનો અવાજ લોકો સુધી પહોંચે. ત્યાં રસ્તા મા ગાડીમાં પંક્ચર પડ્યું એટલે ડ્રાઇવરે કહ્યું મોડું થશે તમારે એરપોર્ટ પહોંચવાનું છે તેથી પ્રાઈવેટ વાહન કરાવી તમે પહોંચો હું પાછળથી આવી જઈશ. રસ્તામાં તેમની ગાડીનો એક્સિડન્ટ થઈ ગયો. તાના ને જરા વધારે વાગ્યું હતું જ્યારે રીરી ને મામુલી ચોટ હતી હવે જલદી નિર્ણય લેવો પડ્યો રીરી તું તારે જા અમે તાના લઈને હોસ્પિટલ પહોંચીએ તાના બેભાન અવસ્થામાં હતી. રીરી એ કહ્યું ના મારા પણ નથી જવું એટલે માતા પિતા એ સમજાવી આવો મોકો વારેઘડીએ નથી મળતો કદાચ તાનાના નસીબ મા આ લ્હાવો નહીં હોય તું જટ જા પ્લેન ઉપાડવામાં હજી વાર છે ત્યાં સુધી અમે તાના ને હોસ્પિટલ લઇ જઈએ, રીરીની ઈચ્છા નહોતી છતાં માતા પિતા એ કીધું એટલે ગઈ પણ મન તો તાના મા જ હતું. મુંબઈ પહોંચી પહેલાં તેના પપ્પાને ફોન કર્યો તાના ને ભાન આવ્યું તેના પપ્પા એ કીધું હજુ નથી આવ્યું પણ સાંભળ તારે એવોર્ડ લઇને આવવાનું છે આ મારો ઓર્ડર છે સમજી ઓકે પપ્પા હું તમને પ્રોમીસ આપું છું કે, હું એવોર્ડ લઈને જ આવીશ. શાબાશ!
મુંબઇ મા કાર્યક્રમ ચાલુ થઇ ગયો એક પછી એક બધાનો વારો આવવા લાગ્યો. હવે રીરીની નંબર આવ્યો રીરી એ પહેલા મા સરસ્વતી ને યાદ કરી પગે લાગી જેવું ગાવાનું ચાલુ કર્યું ત્યાં તો તાળીઓના ગડગડાટ થી આખો હોલ ગૂંજી ઉઠ્યો જાણે મા સરસ્વતીનો હાથ તેના માથે હોય તેવું રીરી ને અનુભૂતિ થઈ પછી તો એના મા નિખાર આવી ગયો એને મન મૂકીને જે રાગ છેડ્યો શ્રોતાઓ સ્તબ્ધ થઇ ગયા.
હવે બધાનો વારો પતી ગયો. રીરી ને ગળા સુધી વિશ્વાસ હતો કે, એવોર્ડ તેને જ મળશે અને બન્યું પણ એવું જ જ્યારે તેનું નામ જાહેર થયું ત્યારે એની ખુશીનો પાર ન રહ્યો બધાએ તેને રીતસર ઊંચકીને સ્ટેજ પર લઈ ગયા. રીરી તો નવાઈ સાથે જોઈ રહી બધા ને મારો અવાજ આટલો પસંદ આવ્યો તેણે મનોમન મા સરસ્વતીનો આભાર માન્યો. સ્ટેજ પરથી બધાનો આભાર માન્યો અને એવોર્ડ સ્વીકારી સ્ટેજ પરથી ઉતરી પહેલાં તેના પપ્પાને ફોન જોડ્યો. હર્ષના આંસુએ બોલી પપ્પા તમારી દીકરી એવોર્ડ મેળવી ઘેર આવે છે, આ બાજુ તેને ખબર નથી તાના કોમા મા સરી પડી છે, પપ્પા એ ગમગીન અવાજે કહ્યું વાહ! દીકરા શાબાશ તે અમારું નામ રોશન કર્યું હવે જટ ઘેર આવી જા, હા પપ્પા તાના ને કેવું છે? સારું છે એને ફોન આપો પપ્પા એ જવાબ ન આપ્યો પહેલાં ઘરે આવી જા પછી મન ભરીને વાતો કરજો એમ કહી ફોન કાપી નાખ્યો અને તેના મમ્મી પપ્પા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. તાના ઘેર આવી ગઈ પણ ઘરે તાળું જોઈ અચરજ પામી ક્યાં ગયા હશે તેમને ખબર છે કે, હું નીકળી ગઈ છું, કદાચ મીઠાઈ લેવા તાના સાથે બજાર ગયા હશે. થોડી વારમાં બાજુ વાળા એ કીધું બેટા આવી ગઈ ખૂબ ખૂબ અભિનંદન. આભાર માની રીરી એ પૂછ્યું ક્યાં ગયા છે આ લોકો અરે તને નથી ખબર? ના શેની તાના હોસ્પિટલ મા છે. હા એતો ખબર છે, પણ તેને તો સારું થઈ ગયું છે ને! બાજુ વાળા ને અંદાજ આવી ગયો એટલે કીધુ હા પણ હજી ઘેર નથી આવ્યા. સારુ હું ત્યાં જાવ છું. બેટા થાકી હોઈશ ચા પીવા આવ પછી જજે ના માસી આભાર તમારો પણ હવે વિલંબ નથી કરવો કહેતા કહેતા નીકળી ગઈ. હોસ્પિટલ આવી પપ્પાને કીધું કેમ તમે મને વાત નહોતી કરી હવે તાના ને કેવું છે. આમ હાફળી ફાંફળી એકજ જાટકે બધું બોલી ગઈ, પપ્પા શાંત હતા અને મમ્મીનો રડવાનો અવાજ કાને પડ્યો. મમ્મી શું થયું તું આમ કેમ રડે છે, તાના ઠીક તો છે ને! ના દીકરા તાના કોમામાં સરી પડી છે, ડૉ. એ કીધું ક્યારે પાછી આવશે તેની કોઈ ગેરન્ટી નથી બની શકે કે, તે પાછી ન પણ આવે. આ સાંભળી રીરીની બધી ખુશી ચાલી ગઇ કેટલા હરખ થી એવોર્ડ લીધો હતો. હવે તો મમ્મી પપ્પા ને બતાવી શું કરું! એટલે એવોર્ડની વાત પણ ના કરી આ બાજુ ખુશી થી ફેલાતી નહતી જ્યારે ઘરે આવી વાત સાંભળી એતો પડી ભાંગી અંગે મનમાં નિર્ધાર કર્યો કે, જ્યાં સુધી તાના પાછી નહીં આવે ત્યાં સુધી અન્નનો દાણો મોંઢા મા નહિ મૂકુ. રીરી એ ગાવાનું ચાલુ કર્યું તેને વિશ્વાસ હતો કે, મારા આ ગીત થી તાના ને પાછું આવવું જ પડશે જો એમ નહીં થાય તો હું ક્યારેય ગાઈશ નહિ. હે સરસ્વતી મા તું મારી આ કસોટી માંથી પાર ઉતારજે એમ કહી ગાવાનું ચાલુ કર્યું તેનો આવો સુરીલો અવાજ સાંભળી ડૉ. ઓ પણ ચકિત થઈ ગયા બધા મંત્રમુગ્ધ બની તેનું ગીત સાંભળવા લાગ્યા. રીરી એ ગીત મા જાન રેડી દીધું હતું એટલે વધારે કર્ણપ્રિય લાગતું હતું. થોડી વારમાં તાનાનું હલનચલન થવા લાગ્યું કદાચ સંગીત મા એવો જાદુ હશે અને તેથી ય વિશેષ ગાનારનો ભાવ વધારે અસર કરે છે તેવું ડૉક્ટર કહી રહ્યા હતા. ગીત પૂર્ણ થતા જ તાના ભાન મા આવી ગઈ. નર્સ, સ્ટાફના માણસો અને ખુદ ડૉક્ટરોએ સ્વીકાર્યું કે, આ કમાલ રીરીના આ ગીતે કર્યો તેણે ગાવામાં પોતાની જાન રેડી હતી અને એટલે જ તમારી તાના ભાન મા આવી છે. આભાર તમારો ડૉક્ટર સાહેબ એમ કહી તાનાના પપ્પા ગળગળા થઈ ગયા, અરે આભાર મારો નહિ તમારી દીકરી રીરીનો માનો તેણે તો ચમત્કાર કર્યો છે નહિ તો આટલી જલદી કોઈ કોમા માથી બહાર નથી આવતું અને ડૉક્ટર એ રીરીના માથે હાથ મૂકી બોલ્યા ગજબ જાદુ છે તારા અવાજ મા કે, કોમા ગયેલી વ્યક્તિ પાછી આવી ગઈ. ખૂબ આગળ વધજે અને તેને અભિનંદન આપી ડૉ. કહ્યું હવે તાના ને ઘરે લઇ જઇ શકો છો મારું કામ પૂરું કહી ડૉ. જતા રહ્યા.
પછી બધા ઘરે આવી ગયા. તાના ને સૂવાડી બધા પોતપોતાના કામે લાગી ગયા. હજુ તાના ને પૂરું યાદ આવતુ નથી, ખાલી બધાને ઓળખી શકે છે, શું થયું હતું તે તેને યાદ નથી આવતું જોકે ડૉ. એ કહ્યુ છે કે, તમે તેને યાદ દેવડાવવાની કોશિશ ન કરતાં સમય જતાં તેને યાદ આવી જશે.
એકાદ મહિના મા તેને બધું યાદ આવવા લાગ્યું ધીરે ધીરે તેને ભાન થયું કે, હું જેનાથી ઈર્ષ્યા ભાવ રાખતી હતી તેણે જ મારો જીવ બચાવ્યો. એ વિચારી ઘણી દુઃખી થતી, ઘરના કોઈ ને અરે રીરી પણ અજાણ હતી કે, મને તેની ઈર્ષ્યા આવતી હતી. ભગવાને મને પાઠ ભણાવવા જ આ બધું કર્યું છે. કદાચ ભગવાન પણ મને માફ નહીં કરે, આ વાત જ્યારે મમ્મી પપ્પા અને રીરી જાણશે તો એ લોકો પણ મને માફ નહિ જ કરે. જે થાય તે પણ આ વાત કહી મને પસ્તાવો કરવો કર્યો સિવાય બીજો કોઇ રસ્તો નથી.
સવારે બધા ચા નાસ્તો કરતાં હતાં ત્યારે તાના એ કહ્યુ મારે તમને બધાને કંઈક કહેવું છે, મારી વાત પૂરી થયા પછી જ તમારે કંઈ બોલવાનું વચ્ચે નહીં. બધા એ મંજૂરી આપી. એટલે તાના રીરીના પગમાં પડી રડતાં રડતાં બધી વાત કરી. તાના ખૂબ રડી રહી હતી તો રીરીના આંખો મા શ્રાવણ ભાદરવો વહેવા લાગ્યો. તાનાની વાત પત્યા પછી રીરી એ નક્કી કર્યું આજ પછી તે ક્યારેય નહીં ગાય, તાના કશું બોલે તે પહેલાં રીરી એ કીધું તાના તું મારી લાડકી બહેન છે. સંગીત તો બીજા નંબરે આવે છે. તારું હૈયું દુભાયુ છે આ કારણથી એટલે હું હવે ક્યારેય નહીં ગાઉ. આ તો મારો માત્ર શોખ હતો. પણ કોઇનું દિલ દુભાય એવો શોખ મારી માટે મરવા બરાબર છે એટલે મે નક્કી કર્યું છે આજથી ગાવાનું બંધ. મમ્મી પપ્પા પણ સ્તબ્ધ થઈ ગયા રીરીની આ સમજ થી. ખરેખર ઇશ્વરે આ ધરતી પર પ્રેમ ન આપ્યો હોત તો બધુ નિરસ લાગત. ત્યારબાદ તાના-રીરી એ ક્યારેય ગાયું નથી.
આવો પ્રેમ જોઈ ઘણી વાર મને થાય છે કે, દુનિયામાં ભાઈ ભાઈ લડી ને જુદા થઈ જાય છે. છતાં બે બહેનો હંમેશા સાથે રહે છે, એમાં ય આવી સમજદાર બહેનો કદાચ જૂજ જોવા મળશે. આવા પ્રેમ ને હું નત મસ્તક કરું છું.

Nice
ReplyDeleteThaks 😊😊
DeleteNicely crafted good vocabulary keep it up ������������
ReplyDeleteઆભાર રાહુલ 😊😊
Deleteekdam mast.Keep it up 😘
ReplyDeleteThanks 😊
DeleteInteresting story
ReplyDeleteઆભાર જી 😊😊
Deleteખુબજ સુંદર.....
ReplyDeleteઆભાર આપનો 😊😊
Deleteબહુ જ સરસ વાર્તા. આવી રીતે જ તમારી લેખન પ્ર્વુતી ચાલુ રાખશો
ReplyDelete