* સમય *
સમય સાથે ચાલનારા લોકો બહું ઓછા જોવા મળે છે, સમયના સથવારે ચાલતા આવડી જાય તો જીંદગીનો બેડો પાર થઈ જાય છે. આજે ઓફિસોમાં તમે જોયું હશે તો ખ્યાલ આવશે કે, લોકો સમયસૂચકતા રાખતાં નથી. ગમે ત્યારે ચ્હા પીવા જતાં રહે કે, પોતાના અંગત કામે ઓફિસ છોડી ચાલ્યા જાય છે, તમે એ વિચાર્યુ કે, એક ગરીબ ખેડૂત બસના ભાડા ભરી ને પોતાનું કામ કરાવતા સવાર થી લાઈન મા ઊભો હોય છે, જ્યારે તેનો નંબર આવે છે ત્યારે તેને કહેવામાં આવે છે, સમય પૂરો થઈ ગયો કાલે આવજો. આટલું કહીને બારી વાંસી દે છે, આવું કૃત્ય પેલા ગરીબ ખેડુત ને કેટલું આઘાત જનક લાગે છે તેની કલ્પના પણ આપણા માંથી કોઈ કરતું નથી, એક કાગળ મા સહી કરવા થોડો ટાઈમ લાગી જાય, કદાચ દસ મિનિટ તમારી બગડે પણ પેલા ખેડુત ને તો આખો દિવસ નીકળી જાય છે, એ આપણે વિચારતા નથી. સવારનો નીકળેલો ખેડુત સહી કરાવવા ખાવાનું પણ ભૂલી જાય છે તો શું આપણે તેને સહી કરી મોકલીએ તો શું ખાટું મોળું થઈ જાય, પણ ના માણસ કામચોર બની ગયો છે, બીજાની લાગણી તેને મન કોઈ કિંમત નથી.
જ્યારે નોકરી મેળવવાની હોય ત્યારે સૌ સાથે સારા સંબંધો રાખે ઇશ્વર પર શ્રદ્ધાના નામે કેટલું ય કરી નાંખે છે. જેવી નોકરીનો ઓર્ડર પોતાના હાથમાં આવતાની સાથે સંબંધ, બોલચાલવાની રીત કે, સ્વભાવ સુદ્ધાં બદલાઈ જાય છે, આ જીવનની કપરી વાસ્તવિકતા છે, પૈસો આવતા માણસો પોતાની મનની મનમાની કરે છે, તે ભૂલી જાય છે કે, પહેલાં આપણે પણ આ ખેડૂતની જેમ જ ધક્કા ખાતા હતા આજે સારી પોસ્ટ પર બેઠા છીએ તો લોકોની મદદ કરીએ. એ ભૂલી જાય છે, કે આજે મારો સારો સમય આવ્યો છે તો અભણ માણસો ને થોડી માહિતી આપીએ તેમને ધક્કો ન થાય તે હિસાબે તેનુ કામ થોડા વહેલા કરી આપીએ. સરકારી નોકરીઓમાં પોતાનું ચાલતું હોય છે તો તેનો પૂરેપૂરો ઉપયોગ કરી જનતાને સહાયક બનીએ.
સમયે સમયે કામ પૂર્ણ કરવું અતિઆવશ્યક છે. હવેની લાઈફ ફાસ્ટ થતી જાય છે. આપણે પણ સમય સાથે કદમ મિલાવવા પડશે, નહીં તો આપણે પાછળ રહી જઈ સમય ક્યાંય નીકળી જશે. હાલ ઈન્ટરનેટની દુનિયામાં આવી ને ઊભા હોય ત્યારે ઈન્ટરનેટ થી દૂર રહેવું અશક્ય છે, એટલે હવે બાળકો ને ઈન્ટરનેટ થી ચાહીને પણ દૂર રાખી શકવાના નથી. સમય સાથે આપણે બદલાવું જ પડશે નહીં તો ઘરમાં ઘર્ષણના બનાવો વધતા જશે અને મા-બાપ, બાળકો વચ્ચે મોટું ગાબડું પડી જશે અને કેમ એ કરી એ ગાબડા ને સાંધી નહીં શકીએ, તેના કરતાં સમય સાથે આપણે તાલ મિલાવવા જ પડશે. ( અણસમજુ બાળકો ને ઈન્ટરનેટ થી દૂર રાખવા એ આપણા સૌની જવાબદારી બને છે.)
'' સમય એ બધા રોગોની દવા છે '' એ વાત એટલી જ સાચી છે. કોઇ પણ પરેશાની, દુઃખ, ચિંતા કે, માનસિક આઘાત સમય સાથે ધોવાઇ જાય છે, એટલે સમય ને તેનું કામ કરવા દેજો ત્યાં સુધી ધીરજ રાખવી અતિઆવશ્યક છે. જીવનમાં કોઈ નો સમય એક સરખો નથી હોતો જીવનનું આ ચક્ ચાલતું રહેવાનું છે. બસ એટલું યાદ રાખી ચાલશો તો કયાય પાછા નહિ પડો.
લોકમાનસ એવું રહ્યું છે કે, આજે આ કામ નથી કરવું કાલે કરીશું આ ખોટી ટેવ ને લીધે ઘણી વાર ખૂબ મોટું નુકસાન થઈ જાય છે અને આપણે ઇશ્વર ને દોષી ઠેહરાવી દઈએ છીએ. આ બધાનું કારણ એકજ છે, આળસ આજનું કામ કાલ પર છોડી દઈએ છીએ પણ ભલા માણસ કાલે તારે જ કરવું પડશે અને એમાં ય નવું કામ આવી પડે તો આપણે જ ભીંસ મા આવી જઈએ છીએ અને પરિણામે ચિંતાનો શિકાર બનીએ છીએ આનાથી આપણી તબિયત બગડે છે, વઘારે પડતા કામ થી દિવસ બોજમય લાગે છે અને મનમાં નકારાત્મક વિચારો આવવા લાગે છે. આ બધાથી બચવું હોય તો તમારી નાની અમથી ટેવ સુધારી લો એટલે કે, આજનું કામ આજે અને અત્યારે જ કરવાનો આગ્રહ રાખો.
એકવાર સમય સાથે તાલ મિલાવી લો પછી દુનિયા તમારી મુઠ્ઠી માં હશે, બસ આપણી આજ ભૂલ કરીએ છીએ અને એટલે જ સમય પણ આપણને સાથ નથી આપતો.
આપણે જ્યારે નાના હતા ત્યારે સમય અલગ હતો આજનો સમય એકદમ વિપરીત છે. આજે તમે જોશો તો દિવાળીનું કામ પહેલાં થાક્યા વગર હોંશે હોંશે કરતાં જ્યારે આજે આપણ ને જ આ કામનો કંટાળો આવે છે અને ઘર કામવાળા ને આપી દઈએ છીએ આની પાછળ પણ કારણો છે. આજનો સમય મા પતિ પત્ની એ નોકરી કરવી ફરજિયાત છે. નહિ તો બે છેડા ભેગા કરવામાં મુશ્કેલી ઊભી થાય છે. હવે નોકરી કરીને આવેલી સ્ત્રી કેવી રીતે બધા કામ કરી શકે આખરે એ પણ માણસ છે અને માણસની પણ કામ કરવાની મર્યાદા હોય છે. એટલે સમયે સમયે બધું બદલાઈ જાય છે, બે મિત્રો છે જેની દોસ્તીની લોકો કસમ ખાતા આજે એ જ મિત્રો એકબીજાની સામે જોતાં નથી કેમકે, બંનેનો સમય બદલાયો ગયો છે. એવું કહેએ તો જરાય ખોટુ નહિ ગણાય માણસોના સ્વભાવ પણ સમય આવે બદલાઈ જાય છે. એટલે સમય ને પારખવાની શકિત તમે વિકસાવો અને આજ સાચો માર્ગ છે. ગમેતેવો કપરો સમય કેમ ન હોય ધીરજ રાખી એ સમય ને પસાર થઈ જવા દો ઉતાવળે નિર્ણય ન લો બધાનો સમય આવે જ છે કોઈનો વહેલો કે મોડો આ કુદરતનો ક્મ છે, એટલે ધીરજ એ જ સાચો વિકલ્પ છે....
ઇલા રાઠોડ..

Very nice Ila😍
ReplyDelete👌 👌 👌
ReplyDeleteTime management પણ જરૂરી છે..