બુકાની
આમ તો પહેલાંના જમાનામાં લૂંટારા મોંઢુ ઢાળીને બધું લૂટી જતાં હતાં. મુસ્લિમ બહેનો પણ બુરખા મા જ બહાર નીકળતી હતી, આજે ય ગામડાઓમાં આ પ્રથા ચાલે છે. શહેરમાં આવીને મુસ્લિમ બહેનોને થોડી છુટ મળી છે.
પણ મારે આજે એ બુકાનીધારીની વાત કરવી છે જે આજે રસ્તા મા નીકળીએ ત્યારે નજરે પડે છે. સાચું સમજ્યા તમે આજની યુવતીઓ પોતાના સૌદર્ય ને સાચવવા મોઢુ ઢાંકી રાખેલ નજરે ચડતી જોવા મળે છે.
આ પ્રથા અમૂક વર્ષો પહેલાં જ શરૂ થઈ છે, પહેલાં આ પ્રથા ન હતી અત્યારે તો જ્યાં જઈએ ત્યાં બુકાની પ્રથા આવી ગઈ છે,એતો સારું થયું સરકારે હેલ્મેટ પ્રથા ચાલુ કરી તેનાથી બુકાની પ્રથા નીકળી જશે. છતાં હેલમેટ પહેરવુ યુવતીઓને ગમતું નથી. તમને ખબર નહીં હોય પણ અત્યારે બી ટ્વેલ ઓછું થતું જઈ રહ્યું છે, આનું મુખ્ય કારણ બુકાની પ્રથા છે. તમે પહેલાના વખત મા ક્યારેય સાંભળ્યું છે કે, બી ટ્વેલ ઓછું થયું હોય. નહીં ને! એનું મુખ્ય કારણ આપણા શરીર ને સૂર્ય પ્રકાશ જોઈએ આ તડકો આપણને બી ટ્વેલ પૂરું પાડે છે. સરકાર ને શું સૂઝ્યુ તે હેલમેટ પ્રથા દાખલ કરી સારુ છે તેનાથી સ્ત્રીઓનું બી ટ્વેલ જળવાઈ રહેશે, આપણેય સરકારના બાપ ખરા ને એટલે હેલમેટ ન પહેરવાના નુસખા શોધી કાઢીને સરકાર ને હેરાન કરીએ છીએ, અરે ભલા આદમી (અહી ઓરત) લખવું પડે ને! આમ સરકાર આપણા ભલા માટે જ આ નિયમ બનાવ્યો છે. પણ આપણે આપણું જ બુરુ કરી બુરખા ધારણ કરીને ફેશનમાં રાચીએ છીએ. ડૉક્ટરોએ પણ કબૂલ્યું મોઢું ઢાકવાથી સૂર્યના કિરણો આપણી ઉપર પડતા નથી અને એટલે જ આજે બધાને બી ટ્વેલના ઈન્જેક્શન લેવા પડે છે અત્યારે છોકરાઓ પણ મોઢે રૂમાલ લગાવી બાઈક ચલાવતા નજરે પડે છે. જેમ જેમ આપણે આગળ વધીએ છીએ તેમ તેમ શરીરની કાળજી મા બેદરકારી આવતી જાય છે. આજે ઈન્ટરનેટ જગતમાં યુ ટ્યુબ પર કેટલા વિડીયો અપલોડ થતા હોય છે તેમખ પણ લોકો ને જાગૃત કરવા સૂચના અપાતી હોય છે. પણ આપણે તો મનમૌજી ખરા ને! એટલે जेसे थे वेसे ही रहेंगे।
આજે બુકાની ને કારણે આંતકવાદી પણ ક્યાંક સંતાઈ જાય તેની ખબર નથી પડતી અને એટલે જ સરકારે ગાડીઓમાં કાળા કાચ સામે વાંધો લીધો હતો. લોકો જાગૃત નહિ થાય ત્યાં સુધી કશું નહિ થાય એટલે આપણે જાગૃત બનવું પડશે. યુવતી ઓમા એવું વલણ જોવા મળે છે કે, મોંઢે દુપટ્ટો નહિ બાંધીએ તો મોં શ્યામ પડી જશે અને આ વાત વાયુવેગે પ્રસરી ગઈ એટલે હવે યુવતીઓ દુપટ્ટો બાંધ્યા વગર બહાર નીકળતી નથી. ચહેરો શ્યામ થતાં રોકવા માટે શરીર સાથે ચેડા યુવતીઓ કરતી રહી છે, એટલે જ તેઓ બી ટ્વેલ ઈન્જેક્શન મૂકાવે છે. મારો આ ટૂકો ટચ લેખ વાંચી ને કદાચ કોઇ ને અસર કરી જાય તો મને અત્યંત ખુશી થશે..
થોડા મા ઘણું કહી દીઘું. ધન્યવાદ.
ઇલા રાઠોડ.

Comments
Post a Comment