ઓઝલ

      રમતી બાળા ક્યારે યુવાની મા પ્રવેશ કરી જાય છે તે મા-બાપને ક્યારેય સમજાતું નથી. હજી તો હમણાં રમતી રમતી બાપાના ખભે ચડી જતી એજ બાળા હવે શરમનું ઘરેણું બની ગઈ છે . બાપા સાથે રમતી બાળા હવે બાપા માટે ચ્હાનો કપ આપતી થઈ જાય છે. આ તો વિધાતાએ રચેલી માયા છે, ક્યારે પારકા ઘરે પગ માંડી જનેતાના ઘરે થી પિયુ ઘર ચાલતી થશે એનો અંદાજ પણ નહિ આવે.
     આમ વિચારો કરતાં બેઠો લવજીની ઘરવાળી  સુખી બોલી કહું છું, હોભળો છો? આમ હવાર મા હવાર મા તે ચિયા વચારે ચડ્યા શો? ટેમ થ્યો સે! સેતરે નથ જવાનું? આ હાલ્યો એમ કહી લવજી ખેતરે જવા નીકળે છે. 
      શૈયર કોમળની સાથે ચપળ પણ હતી. સુંદરતા તો તેને કુદરત બક્ષીસ હતી. તે એટલી રૂપાળી અને ચંચળ હતી કે, ગામના લોકો તેને ક્યાંય એકલી મોકલતા નહિ કોઈ ને કોઇ તેને સાથે જતાં. ગામમાં રહીને તેણે બારમું ધોરણ પાસ કર્યું. હવે કોલેજ કરવાની ઇચ્છા હતી, પણ તેના બાપા એ ના પાડી દીધી આટલું ભણી બહું છે. હવે સારુ ઘર મળે એટલે તારા હાથ પીળા કરવાના છે. શૈયર બાપા આગળ તો કશું બોલતી નહિ એ જે કહે એ માની લે. 
    શૈયર ને લખવાનો ખૂબ શોખ રોજ કંઈને કંઈ લખતી રહે આમ લખવામાં મશગૂલ બની જાય તે ખબર પણ ન પડે કે કેટલા વાગ્યા ઘણી વાર એની મા કહે આખો દિ આ છોડી લખ લખ કરે સે છોડી હાથ ને જરાક વિહોમો આલ એટલે લખવાનું પડતું મૂકીને તેની મા ને માથામાં તેલ ઘસી આપતી. શૈયર ભણવા જતી એટલે તેના મા બાપા જેટલી ગામડાની ભાષા નથી બોલતી તેને શહેર જવાનો ઉબરખો ખરો, શહેરમાં રહેવાની તેની ઇચ્છા હતી,પણ શહેરમાં કોઈ સગાંવહાલાં રહેતા નહિ. વર્ષોથી બધા અલગ અલગ ગામડામાં રહે, એટલે શહેર તો જોવાનું સપનું જ કહેવાય, અને વાતો આવે તો પણ જુદા - જુદા ગામડાઓમાંથી આવે છે. આમેય શહેરમાં રહેતા છોકરાઓ ને ગામડાઓમાં રહેવું કે, ગામડામાં સગપણ કરવું ગમતું નથી. દિવસો વિતતા જાય છે, અને શૈયર લાયક યુવક મળતો નથી, એટલે મા-બાપા ને ચંત્યા થયા કરે છે. શૈયર ને તો કોઈ ફિકર નથી મા-બાપને પસંદ પડે તેની જોડે લગ્ન કરી લઈશ. 
   શૈયરની કાકાની દિકરીના લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી, ત્યારે શૈયરનું સગપણ થયું હોત તો બંને બુનોના હાથે વિવાહ લીધા હોત આમ અંદરો અંદર ચર્ચા ચાલતી હતી ત્યાં શૈયરના કાકા બોલ્યા આતો કિસ્મતનો ખેલ છે, તમ જરાય ઉણું ન લાવશો તેના પણ વિવાહ થશે, હાચી વાત કીધી ભય! પણ નસીબ મા હોય તો કયાયથી માંગા આવી જાય, સંધુય હારુ થશે ચંત્યા ન કરો. હા બાપલા! હેઠો ઘણા કામો બાકી છે અને બંને ભાઇઓ કામે વળગી ગયા. 
    શૈયરની કાકાની દીકરીના લગ્નની જોરદાર તૈયારીઓ ચાલતી હતી. શૈયરનો હરખ સમાતો નથી. એની કોઈ ભાઈ બહેન નહતા એટલે ( નીમા )  તે વધારે સાચવતી હતી, જ્યાં જાય ત્યાં બંને  સાથે ને સાથે રહેતા. હવે શૈયર એકલી પડી જશે એ વિચારે થોડી માયુસ થઈ જતી પછી વિચારે મારે ય ક્યાં અહીં રહેવાનું છે, કોક દિ. મારા ય લગ્ન લેવાશે એમ વિચારી હસી પડતી. લગ્નની રાત્રે ખૂબ ગરબે ઘૂમ્યા. સવારે જાન આવશે એટલે તેની તૈયારી મા સૌ લાગ્યા. પીઠી ચોળાય ગઈ અને દુલ્હન તૈયાર થતી હતી તેવામાં જાનનું આગમન થયું. ગામડાઓમાં વરરાજાને ગાળો આપવાનો રીવાજ હોય છે. બધા લગ્ન જોયા હોય એટલે શૈયર ને પણ સારી એવી ગાળો આવડતી હતી, છતા તે માપ રાખતી વધારે ગાળો બોલવી શોભે નહિ તેવું તે માનતી હતી. સવારે જિન આવી બધી બહેનો તો તૂટી પડી ગાળો દેવા, શૈયર, નીમા સાથે જ રહી. થોડી વાર પછી મહારાજે કન્યા ને બોલાવવાનો આદેશ કર્યો. શૈયર, નીમા ને લઇ મંડપ આવી. નીમા પણ દેખાવે સુંદર હતી પણ શૈયર ને તોલે કોઈ ન આવી શકે. શૈયરે સુંદર આભૂષણો અને હાથમાં ચૂડલા પહેર્યા હતા, અને પોતની કિનાર તો આબેહૂબ ભરતથી તેમાં તેના સૌદર્ય ને ચાર ચાંદ લગાવી દીધા હતાં. 
    જાન શહેર માથી આવી હતી આમ તો કોઈ છોકરો ગામડાની છોકરી પસંદ નથી કરતા પણ છોકરો તો ગામડામાં ઉછરેલો છે અને નોકરી મળી એટલે શહેર જવું પડયું. જાનમાં એક છોકરો આવ્યો હતો તે તો પહેલેથી શહેરમાં રહેતો હતો પણ જાનમાં વરરાજાનો મિત્ર હશે એમ લોકો એ અનુમાન કાઢ્યું. નામ હતું દિપક ચહેરો ગોળ મટોળ, ગોરો ચટ્ટક, ભણતર તેના વર્તન મા ઉભરી આવતું. 
   ગામડામાં આવવું હોય તો પણ ગામડામાં તેના કોઈ સગાંવહાલાં રહેતા નથી. બધા શહેરમાં સ્થાયી થઈ ગયા છે. આતો ઓફિસ મા એના મિત્રની જાનમાં ગામડે આવવા મળ્યું. અચાનક દિપકની નજર શૈયર પર પડી તે તો મંત્રમુગ્ધ બની ગયો. તેના હોશહવાશ ખોઈ બેઠો આવું અદ્ભુત સૌદર્ય તેણે ક્યાંય જોયું ન હતું. શૈયરે ભલે માથે દુપટ્ટો રાખ્યો હોય પણ તેના હોંઠની લાલીમા, સરી પડતા દુપટ્ટા માંથી તેનું સૌદર્ય જળકી આવતું. વાહ પ્રભુ! શું જોઈને આ મુરત બનાવી તેવા શબ્દો દિપકના મોંઢામાંથી સરી પડ્યા.. થોડીજ વારમાં નીમા ને લઈને શૈયર મંડપના આવી પહોંચી. દિપકનું દ્ધાન શૈયર ને જોવામાં જ હતું. ક્યારે ચોરી પૂરી થઈ ગઈ તેનું તેને ભાન જ ન રહ્યું. તેને શૈયર ને મળવું હતું પણ કોને કહે? એટલે નીમા ને ઈશારો કર્યો નીમા ને કંઈ સમજ ન પડી, હવે દુલ્હન ને અંદર લઈ જવા આદેશ અપાતા શૈયર અને બીજા બહેનો નીમા ને અંદર લઈ ગયા. જાન વાળાઓને જમવા નીમાના સગાવહાલાઓ એ તેમને ભોજન પીરસવામાં વ્યસ્ત બન્યા પણ આ બાજુ શૈયર ને મળવા દિપક આતુર હતો એટલે તેના મિત્ર ને વાત કરી મને તું આને મળવાનો રસ્તો બતાવ ને પ્લીઝ...  વરરાજાને અત્યારે માન પાન વધારે હોય એટલે કોઈ ને આદેશ કર્યો કે, આ ભાઇ ને અંદર લઈ જાવ તેથી બેત્રણ જણા દિપક ને નીમા પાસે લઈ ગયા નીમા ને ખબર હતી કે, આ ભાઇ જાનમાં આવ્યા છે, એટલે નીમા એ જરા શરમાતા આવકાર આપ્યો. બોલો કંઈ કામ છે, નીમા બોલવાનું પૂરું કરે તે પહેલાં જ દિપકે કહી દીધું આ ઝાઝરમાન યુવતી તમારી શું થાય? નીમા ને અંદાજ આવી ગયો એટલે જરા નફટાઇ થી કહ્યું તે મારી કાકાની દિકરી છે, તરત જ સવાલ કર્યો કેમ? નીમા ને તો અંદાજ આવી ગયો કે, આ ભાઇ ને શૈયર પસંદ પડી ગઈ છે. છતાં તેણે પોતે અજાણ છે, તેમ બતાવ્યું. નીમા એ શૈયર ને બૂમ મારી શૈયર આવી બોલ નીમા તારે કાંઈ જોઇએ છીએ ના મારે કાંઈ નથી જોઈતું પણ આ ભાઈ તને મળવા માંગે છે. જાનમાં આવ્યા છે. શૈયર ચતુર વાતનો તાગ મેળવી લીધો અને બોલી હું અજાણી વ્યક્તિ ને નથી મળતી એમ કહી ચાલી ગઇ. નીમા બોલી માફ કરજો ભાઇ આ તો ગામડું કહેવાય આમ તરત કોઈ છોકરી તમારી સાથે વાતચીત ન કરે. સારુ કહી દિપક વીયેલે મોંઢે નીકળી ગયો. જાન વળાવવાનો વખત થઈ ગયો. શૈયર અને નીમા ખૂબજ રડ્યા. લગભગ બધા ગામવાળા રડી પડ્યા. ગામના વડવા એ કીધું છોડી તો પારકુ ધન ગણાય એક ને એક દિ. હાહરે વળાવવી પડે આમ રોઈ છોડી ને વધારે ન દુઃખી કરો, એટલે બધા એ રોવાનું બંધ કરી હસતે વિદાય કરી.
   આ બાજુ ટ્રાવેલ્સ મા દિપક નીમા પાછળ પડી ગયો મને તમારી બહેન ખૂબ ગમી ગઈ છે, અને હું તેની સાથે લગ્ન કરવા માંગું છું. નીમા એ કહ્યું હજુ તેને ઓળખતા પણ નથી અને સીધી લગ્નની વાત બહુ ઉતાવળીયા નિર્ણય ન લેવાય ને! અરે ભાભી તમે ય ખરા છો તમને મળી લીધું એટલે હવે તેને મળવાની જરૂર નથી તમે આટલા પ્રેમાળ છો તો તમારો બહેન પણ આવી જ હશે એટલો તો અંદાજ આવી જ જાય ને! અને બંને હસી પડ્યા. જાન ઘરઆંગણે આવી ગઈ બધી રસમ પૂરી થઈ. અને નીમા સંસાર મા જોતરાઈ ગઈ. 
   શૈયર ને નીમાની યાદ આવવા લાગી તે સાવ એકલી પડી ગઈ હતી. પંદર દિવસ પછી નીમા આણું કરીને આવી દિપકે પહેલે થી કઇ રાખ્યું હતું કે, શૈયર ને મારી વાત કરજો. નીમા અને શૈયર કેટલા દિવસે મળ્યા એટલે તળાવે જઈ નિરાંતે વાતો કરવા બેઠા. નીમા એ કહ્યું પહેલાં મને બોલવા દે, અરે તું બોર બસ અને નીમા એ દિપકની વાત કરી. જો શૈયર આમ તો શહેરના છોકરાઓ જલદી ગામડામાં સગપણ નથી કરતાં અને દિપક તો પહેલેથી જ શહેરમાં રહેલો છે, પણ તું તેને પસંદ આવી ગઈ છે તો તેણે મને કહ્યું કે, મારે શૈયર સાથે લગ્ન કરવા છે, દિપક સારો છોકરો છે અને તારા બનેવીનો ખાસ મિત્ર છે એને કોઇ વ્યસન નથી. શહેરની હવા તેને લાગી નથી એમ કહું તો ચાલે. અને મજાની વાત તો એ કે, આપણે શહેરમાં બંને જોડે રહી શકીશું આ વાત થી શૈયર એકદમ તાનમાં આવી ગઈ. એને ય શહેરમાં રહેવાના અભરખા હતા, જે આજે પુરા થાય તેમ છે. શૈયર ક્યાં ખોવાઈ ગઈ મે કીધું તે સાંભળ્યું ને? હા.. હા..સાંભળ્યું પણ....  કેમ શું થયું?  અરે મારા બાપા ને કોણ સમજાવશે તે તો નહિ માને ને! અરે તું એની ફિકર છોડ તું રાજી છે ને? શૈયર શરમાઈ નીચું જોઈ ગઈ અને નીમા ખડખડાટ હસી પડી. 
    જ્યારે નીમા ને તેડવા આવ્યા ત્યારે વેવાઈ એ દિપકની વાત કરી. છોકરો લાખો મા એક છે. ગામમાં કોઈ જટ સગુ ન કરે અને આવા ભણેલા ગણેલા છોકરા ને શહેરની છોકરી પર પસંદગી ઉતારે, આતો દિપક ને તમારી શૈયર પસંદ આવી છે, તમે કહો તો આગળ વાત ચલાવું, શૈયરના બાપા ને થયું સામેથી એ પણ શહેરમાં અને છોકરો પણ ઓળખાણમાં છે, તો તરતજ શૈયરના બાપા એ હા કહી દીધી. નીમા અને શૈયર તો ફૂલ્યા ન સમાતા.. વેવાઈ હવે થોડા દિ. પછી નીમાને મૂકી જજો અમારે હવે ખરીદી કરવી પડશે ને! હા.. હા... મૂકી જઈશ ચાલો ત્યારે વહુ બેટા આપણે નીકળએ ને! 
     ઘરે આવી ને પહેલાં દિપક ને સમાચાર આવ્યા હવે વરરાજા બનવાની તૈયારી કરો, ઘોડે ચડીને શૈયર ને લઈ આવો... ઓહ! ભાભી તમે મારું કામ કરીને આવ્યા? હાસ્તો મારા દિયરે કામ સોંપ્યું તો કરવું જ પડે ને! અને દિપક સરમાઈ ગયો. શું તમે પણ આમ છોકરીઓની જેમ શરમાવો છો અને બંને હસી પડ્યા ચાલો મારી રાહ તમારા ભાઈ જોતા હશે, હું સીધી તમને ખુશ ખબર આપવા આવી ગઈ. દિપક અને નીમાનું ઘર નજીક મા જ હતું, એટલે સસરા ને કહ્યું હું દિપક ને સમાચાર આપતી આવું. 
   વૈશાખ સુદ આઠમે શૈયર અને દિપક પરણી ગયા. મા-બાપા એ આશીર્વાદ આપ્યા અને જાન નિકળી ગઈ રસ્તા મા નીમા એ દિપકની બહુ ખેંચી. દિપક ખૂબજ ખુશ હતો. તેને જીવન હવે રળિયામણું લાગવા લાગ્યું તે ઓફિસે થી સીધો ઘરે આવી ને શૈયર જોડે ફરવા નીકળી પડતો. રોજ નવી નવી જગ્યા બતાવતો શહેરમાં રહીને શૈયર વધુ ખુશ હતી. એકવાર દિપકે કહ્યું તારે આગળ કોલેજ કરવી હોય તો છુટ છે પણ ઘેર બેઠા. દિપક ને ડર હતો કે, શૈયર એકલી બહાર જાય તો તેનું રૂપ જોઇને કોઈ ઉઠાવી જાય તો દિપક આ રિસ્ક લેવા નહોતો માંગતો આમ તો બીજી બધી બાબતે શૈયર ને છુટ હતી. દિપક ને શૈયર પર પૂર્ણ વિશ્વાસ હતો છતાં તેને બહાર એકલા મોકલવાનો તેને ડર લાગતો હતો. શૈયરે કહ્યું કાંઈ વાંધો નહીં હું ઘેર બેઠા પરીક્ષા આપીશ આમ કરતા શૈયરે કોલેજ પાસ કરી. તેને લખવાનો ઘણો શોખ હતો એટલે દિપકે તેને લખવા ઉત્તેજના આપી પછી તો શૈયર એવું લખતી કે, વાંચનાર દંગ રહી જતાં. દિપકની ઈચ્છા એ હતી કે, તારું નામ કે, સરનામું જાહેર ન કર, અને દિપકની વાત માન્ય રાખી, શૈયર લખતી ગઈ, અને દિપક તેની બધી રચના છપાવતો ગયો. જોત જોતામાં શૈયરનું નામ બધે ચર્ચાવા લાગ્યું લોકો ને ખબર નહોતી કે, લખનાર સ્ત્રી છે કે, પુરુષ પણ તેનું લખાણ દિલને સ્પર્શી કરી જાય તેવું હોય છે. એકવાર ઓફિસ મા સહકર્મીઓએ કહ્યું આ લખનાર કોણ હશે કેવું જોરદાર લખે છે, પણ તેનું નામ કે, સરનામું નથી તો કેવી રીતે લોકો તેને ઓળખે આવું તો કાંઇ ચાલે લોકો અંદર અંદર વાતો કરે અને દિપક મનોમન શૈયર માટે ગર્વ લે. 
    ઓફીસે થી ઘરે આવી શૈયર ને કહ્યું અને બંને જણા હસી પડ્યા ખરેખર શૈયર તારા વખાણ સાંભળી મને ખૂબ ગમ્યું. બસ હવે તમને સાંભળી ગમ્યું ને એટલે મને આનંદ થયો ચાલો હવે હાથ પગ ધોઇ લો હું જમવા કાઢું એમ કહી શૈયર રસોડામાં ચાલી ગઇ પણ, દિપક ને એકજ વિચાર આવતો મે શૈયર ને ઓઝલ રહેવા કહ્યું અને તે માની પણ ગઇ, તે પોતાના વખાણ સાંભળી કેટલી ખુશ થાત બઘા ને પોતાના વખાણ સાંભળવા ગમે છે, પણ શૈયર મારા ખાતર ઓઝલ રહી લખે છે. હું સાચુ તો કરી રહ્યો છું ને! 
    રાત્રે તેને ઊંધ ન આવી શું કરવું તેને સમજાતું નહોતું. સવારે છાપામાં કોઈ એ છપાવ્યુ કે, જે કોઈ આ વ્યક્તિ ને શોધી આપશે તેને રૂપિયા દસ હજાર આપવામાં આવશે. દિપક તો આભો બની ગયો 
શૈયરના આટલા બધા ચાહકો થઈ ગયા કે, દસ હજાર આપવા તૈયાર થઈ ગયા. દિપકે શૈયર ને બતાવ્યું શૈયર બોલી શોધવા દો ને હું ક્યાં મળવાની છું એમ કહી વાત કાપી શૈયર ચાલી ગઇ પણ, દિપક ને ચેન ન પડ્યું તે નીમા પાસે ગયો અને બધી વાત કરી નીમા જ અજંપામા પડી ગઈ કેમ કે, શૈયરે તેને પણ કશું કીધું નહતું. પહેલાં નીમા ને ગુસ્સો આવ્યો પણ દિપકે કોઈ ને કહેવાની ના પાડી હતી તે જાણી એને સલામ મારી અને બોલો જોયું મારી બહેન તમને કેટલું ચાહે છે, તેને લોકો કરતાં તમારી ચિંતા છૂ, આજના જમાનામાં આવી સ્ત્રી કોને મળે! હા સાચી વાત તમારી મે જ એને ઓઝલ બનાવી મને આ વાતનો પસ્તાવો થાય છે. અરે એમાં શું પસ્તાવાનું? તમે સારુ જ વિચાર્યુ હતું. કોઇ પણ હોય આટલી ખૂબસૂરત પત્ની ને બધાથી બચાવવા કોઈ પણ પતિ આવું જ કરે ને! હા પણ એના પર ભરોસો કરવો પડે ને જે ન કર્યો, નીમા બોલી કંઈ નહીં હવે કરો મતલબ ¿? મતલબ એ કે, તમે એને દુનિયાની બહાર લાવો એને ખુલ્લા આકાશ મા શ્વાસ લેવા દો. એની પણ અપેક્ષા હોય કંઈ કરવાની અને કરે જ છે, બસ તેને સાથ આપી દુનિયા ને દેખાડો એક પતિ ખાલી પત્ની ને ઘરમાં પૂરી નથી રાખતો તેને સાથ આપી આગળ વધવા પ્રોત્સાહન પણ પૂરૂ પાડી શકે છે. આભાર નીમા બહેન તમે મને રાહ બતાવી હવે જોવો હું શું કરું છું. All the best 👍 દિપક ભાઇ. 
    સવારે પહેલું કામ પ્રેસ કોન્ફરન્સ બોલાવી. દિપક આ લોકો કોણ છે? અહીં કેમ આવ્યા છે, આ પ્રેસ કોન્ફરન્સના માણસો છે. જે તારું ઈન્ટરવ્યુ લેશે. શૈયર તો અવાક જ બની ગઈ એ કંઈ બોલે એ પહેલાં પ્રેસ વાળા શૈયર ને સવાલો પૂછવા લાગ્યા. દિપકે ઈશારો કરી all the best કહ્યું. શૈયર મા હીંમ્મત આવી ને એણે એટલા સરસ જવાબો આપ્યા કે, પ્રેસ વાળા ખુબ ખુશ થયા અને દિપક ને અભિનંદન આપ્યા કે, આટલી ગુણયલ પત્ની મળી છે તમને. દિપક તો ફૂલ્યો ન સમાયો. 
   પછી તો શૈયર ઈન્ટરવ્યુ ટીવી મા આવ્યું. ગામ વાળા તો આભા બની ગયા. શૈયરના બાપા તો ચશ્માં ચઢાવી ધારી ધારી જોયું, શૈયરની મા ને કહ્યું સાંભળસ આતો હાચી હાચ આપણી શૈયર છે, હે જરા નજીક જઈ એની મા પણ બોલી આતો મારી શૈયરી જ સ, પણ આ ટીવી મા ચેવી રીતે આવી?  ત્યાંતો જમાઈનો ફોન આવ્યો. પિતાજી જોયું ટીવી મા શૈયર આવી છે, હા જમાઈરાજા જોયું પણ, ત્યાં દિપકે કહ્યું મળીને બધું કહીશ, હાલ બધાના ફોન આવે છે. હારુ હારુ મેલો. અને ફોન મૂકી દિપક બીજા ફોન પર વાત કરવા લાગ્યો. 
   બસ પછી તો શૈયર વધારે ઉમદા લખવા લાગી કેમ કે, હવે દિપક તેની સાથે હતો. હવે તો ફ્રન્ટ પેજ પર શૈયરનો ફોટો આવવા લાગ્યો બધા તેનું રૂપ જોઈને બોલી ઉઠ્યા खुदा ने तुझे बड़ी ही फुर्सत से बनाया होगा। હવે શૈયર ઓઝલ નહિ પણ દર્શનીય બની ગયું. 
   

   

Comments

  1. સરળ ભાષા અને ઉચ્ચ કોટીની લખાણશૈલી
    - Jitendra Soni

    ReplyDelete
    Replies
    1. ખૂબ ખૂબ આભાર જીતુ ભાઈ 😊😊

      Delete
  2. Again very well written story & good vocabulary 👌👌 keep it up

    ReplyDelete
  3. જબરદસ્ત લખાણ છે તમારું. વાર્તા નું સંપૂર્ણ ચિત્ર જાણે નજર સમક્ષ આવી ગયું.
    - દેવેન

    ReplyDelete
  4. આભાર દેવેન 😊😊

    ReplyDelete
  5. Very interesting n well written too. Nishu Mummy we all proud of you.

    ReplyDelete
    Replies
    1. ખૂબ ખૂબ આભાર હેતલ 😘😘😊😊

      Delete

Post a Comment

Popular posts from this blog

મનોમંથન

જીવન કલા

પુસ્તકોની આત્મહત્યાઆ