* યાચક *
આજે ઘણી જગ્યાએ નજરે પડે છે કે, ધનવાન વ્યક્તિ પણ યાચક બનતા ખચકાટ અનુભવતા નથી. ઇશ્વરે કેટલું ધન આપ્યું છે, છતાંય હજુ વધારે મેળવવાની વૃત્તિ માનવી ને યાચક બનાવી દીધો છે. આવી વૃત્તિ માણસ ને કયાં પહોંચાડશે એતો ઈશ્વર જ જાણે, પણ આવા માણસો ને જોઈ આપણને દયા જરૂર આવે.
'અતિ લોભ એ પાપનું મૂળ' આ કહેવત તો માત્ર નામની છે, આજે મોટી મોટી હસ્તી ઓ પણ લોભ કરે છે તો નાના માણસોની ક્યાં વિસાત?
ના એવું નથી. નાના માણસોની વૃત્તિ કેટલી વિશાળ હોઇ શકે છે, તેનો અંદાજ માડવો રહ્યો.
એક ગરીબ બ્રાહ્મણ હતો. એની પાસે બે ટંકનું ખાવાનું નહોતું મળતું કોક દિવસ મજૂરી મળી જાય તો ખાવા પામતો નહીં તો પાણી પીને પોતાના પેટની આગ બૂઝાવતો હતો, છતાં ઇશ્વર ને ક્યારેય ફરિયાદ નહતો કરતો. એને કર્મના સિદ્ધાંતની પાકી સમજ હતી. એ જાણતો હતો કે, આ મારા કર્મ છે કે, આજે મને બે ટંકનું ભોજન નસીબ નથી એટલે નિરાશ થયા વગર જ્યારે ભોજન મળે ત્યારે સુખ થી ભોજન કરી તૃપ્ત થતો અને હરિ ભજન કરી સમય પસાર કરે છે, તેને કોઈ મોહ નથી પૈસા ન હોવાથી તે કુંવારો છે, કારણકે પૈસા વગર કોઈ છોકરી પણ તેની સાથે લગ્ન ન કરે, આમ જોઇએ તો સ્વાભાવિક છે. તેના માતા -પિતા પણ હયાત નથી. તેને સંસાર પ્રત્યે લગાવ નથી, છતાં તેનાથી બનતી સહાય જરૂર કરે છે લોકો ને પૈસાની સહાય તો નથી કરી શકતો છતાં અન્યની સહાય કરવા તે હંમેશા તત્પર રહેતો.
એકવાર બન્યું એવું કે, એક વાનર તેની સામે આવી બેઠો. ભ્રામ્હણ તો સુતો હતો બપોરનો સમય હતો અને તેણે આજે ખાવા માટે પૈસાની સગવડ નહોતી થઈ એટલે પાણી પીને પેટની આગ ઠારી હતી. છતાં પેટની આગ થોડી શાંત થાય જ્યાં સુધી અનાજ પેટમાં ન જાય ત્યાં સુધી પેટમાં બળ્યા કરે, પણ ભીખ તો મંગાય નહીં અને કોઈ સમજી ને આપે તો કદાચ સ્વીકારી પણ લે, આવા સમજદાર વ્યક્તિ જૂજ જ જોવા મળે અત્યાર સુધી તો કોઈ સમજદાર વ્યક્તિ મળી ન હતી. વિવશ થઈ ને ઉંઘવાની કોશિશ કરતો ત્યાં જ આ વાનર પર તેની નજર પડી. એને નવાઈ લાગી આમ તો વાંનરજાત માણસો થી ગભરાઈ જતી હોય છે, પણ આ વાનર મારી નજીક આવી બેઠો હતો. જાણે એ મને ઓળખતો ન હોય. મારી પાસે તો એને આપવા કંઈ હતું નહિ એટલે મને થોડો ક્ષોભ થયો. આ નાનકડો વાનર બહું ચપળ હતો, તેને ભ્રામણ ઉપર દયા આવી. થોડી વારમાં એ જાણતો હતો આ ભ્રામ્હણ પણ ભૂખ્યો છે, છતાં મને કંઈક આપવા કોશિશ કરે છે, આ વાનર લગભગ એક ઝાડ ઉપર બેસીને આ ભ્રામ્હણની ભલમનસાઈ નીહાળતો રહેતો. આજે અચાનક ઝાડ પરથી ઊતરી નીચે આવ્યો. વાનર ને માનવોની બોલી ભલે ન આવડે, છતાં માણસોના હાવભાવ ઓળખી લેતો. આ ભ્રામ્હણ ખૂબ દયાળુ અને લોકોનું ભલું કરવામાં તે તૈયાર રહેતો હતો. આ વાનર તેને મદદ કરવા માંગતો હતો એટલે નીચે આવી તે ભ્રામ્હણ ને કંઈક સમજાવવા પ્રયાસો કરવા લાગ્યો પણ ભ્રામ્હણ કશું સમજી શકતો નહોતો. ભ્રામ્હણ ને ખબર તો પડી ગઈ કે, આ વાનર ને કંઈક કહેવું છે. થોડી વારમાં વાનર ક્યાંક ગયો અને કલાક પછી પાછો આવ્યો તેના હાથમાં કેળા હતા. ભ્રામ્હણ અતિશય ભૂખ્યો હતો વાનરે તેની સામે કેળા મૂકી શાંતિ થી બેસી ગયો. ભ્રામ્હણ ને ખબર પડી ગઇ કે, આ કેળા મારી માટે લાવ્યો છે, આ જોઇ ભ્રામ્હણ અત્યંત ભાવવિભોર બની ગયો અને ફટાફટ કેળા આરોગવા લાગ્યો. આ જોઈને વાનર પ્રસન્ન થયો. હવે તો આ નિત્યક્રમ બની ગયો. વાનર રોજ નવા નવા ફળફળાદિ લાવવા લાગ્યો હવે તો બંને પાકા મિત્રો બની ગયા. વાનર હવે ભ્રામ્હણ પાસે જ રહેવા લાગ્યો. ભ્રામ્હણ ક્યાંય જવું હોય તો વાનર ને ખભે બેસાડી લઈ જતો એટલે વાનર ને ખૂબજ મજા આવતી. ભ્રામ્હણ ને વિચાર આવ્યો કે, આ વાનર દ્વારા થોડા રૂપિયા કમાઈને ગરીબ પ્રજાને મદદ કરી શકુ છું. એટલે પહેલા વાનર ને થોડા દાવ કરાવ્યા અને વાનર થોડા દિવસોમાં બધા દાવ શીખી ગયો. ભ્રામ્હણે રસ્તા વચ્ચે રૂમાલ પાથરીને વાનર ને કહે તેમ વાનર કરતો જોતજોતામાં ભીડ થવા લાગી. નાના બાળકોને આ દાવ કરતો વાનર જોઈને કીકીયારી કરવા લાગતા. આ સાંભળીને વાનર વધારે ઊંચા કુદકા મારતો. લગભગ કલાક જેટલો સમય થયો બધા જોઇને આનંદ અનુભવે પણ એક પૈસો પણ રૂમાલમાં નહોતા મૂકતા હવે તો વાનર પણ થાકી ગયો હતો એટલે તે પણ બાજુ મા બેસી ગયો બધા વિખરાય ગયા. જોવાનું એ હતું કે, આ ભ્રામ્હણ પ્રામાણિક હતો તેણે ભીખ માંગીને પણ લોકો પાસે થી પૈસા લીધા હોત પણ તેણે આમ ન કર્યુ. મફતમાં તમાશો જોવા સૌ ભેગા થઈ ગયા તેમાં ગાડામાં બેઠેલા બાળકો ને ગાડી ઊભી રાખી ખેલનો આનંદ લીધો છતાં લોકો એ ખુશ થઈ ને એક રૂપિયો પણ ફેંક્યો નહીં આ તો કેવી માણસાઈ એટલી સમજ તો બધામાં હોય આમ રસ્તા વચ્ચે ઊભો રહી આ માણસ પોતાની રોજી મેળવવા મહેનત કરતો હશે. છતાં ભ્રામ્હણે નિશાશો નાખી પોતાના વાનર સાથે અહીં થી ચાલ્યો ગયો. એને મનમાં ઘણો આઘાત લાગ્યો અને મહેનતનું મહેનતાણું પણ વસુલ ના કરી શક્યો આજે ભીખ માંગીએ તો કદાચ લોકો આપી દેશે પણ મહેનત કરીને પણ યાચક બનવું પડે આ કેવી કરૂણા!

Comments
Post a Comment