શ્રદ્ધાના ફૂલો

        
          શ્રદ્ધા જેની ફૂલ બની મહેંકી ઉઠે છે તેના વિશે મારે લખવું છે, એક ગામમાં એક ખેડૂત રહેતો એને ઈશ્વર કરતાં પોતાની જાત ઉપર શ્રદ્ધા હતી. એનું માનવું એવું હતું કે, ભગવાને આપણને આ ધરતી પર મોકલ્યા એને મારા મા શ્રદ્ધા હશે કે, હું મારી જાત ઉપર શ્રદ્ધા રાખી મહેનત કરીશ એટલે મેં ઈશ્વર કરતાં પોતાની જાત ઉપર વિશ્વાસ મૂક્યો છે, ગમે તેટલી મુસીબતો મા ઈશ્વર પાસે નહિ જાવ અને મુશ્કેલીનો સામનો કરીશ. આવું માનતો ખેડુત હંમેશા આનંદ મા રહેતો. કોઈ દિવસ ઈશ્વર પાસે સહાય માટે હાથ નથી લંબાવ્યો અને એટલે જ તે ખુશ હશે એવું મારું માનવું છે. કારણ કે, ભગવાને તેને અદ્ભુત શકિતનો ભંડાર આપ્યો છે અને તે ખેડૂતને આ વાતની જાણ હતી,એટલે તે હંમેશા એક જ વાત કહેતો. अपना हाथ जगन्नाथ। કોઈ વાર એવું પણ બને કે, કંઈ કામ ન મળે તો પાણી પીને સૂઈ જાય. પોતાનું તો ખેતર ન હતું, પણ બીજાના ખેતરમાં ખેતી કરતો તે એટલું મહેનતુ હતો કે, કામ કરતાં કરતાં બપોર ક્યારે પડી જાય તેવી તેને ખબર પણ ન હોય, બીજા બધા શીરામણ કરવા બેસી જાય તે લોકોનું અડધું શીરામણ પતે ત્યારે કોઈનો અવાજ કાને પડતો ભાઈ! હવે શીરામણ કરી લો રોટલો ય ટાઢો થઈ ગ્યો ત્યારે તે! શીરામણ કરવા બેસતો. આજે ખેતરનો માલિક! આવવાનો હતો. બધા જલદી શિખામણ પતાવીને કામે લાગી ગયા, જ્યારે આ ખેડૂત શીરામણ કરી રહ્યો હતો. આ જોઈને માલિક! ઉશ્કેરાઈ ગયા બધા કામ કરે છે ત્યારે તું હજુ શિખામણ કરે છે? સાલા કામચોર કાલથી કામ પર ન આવતો તારા! જે પૈસા થતાં હોય તે આવીને લઈ જજે. બધા તો નીચું ઘાલી કામ કરવા લાગ્યા છતાં ખેડૂત તો બિન્દાસ બની પોતાનું શિખામણ કરી રહ્યો હતો. પછી માલિક! ને મળવા ગયો માલિકે! તેને અમુક રકમ આપી રવાના કર્યો. ગામના બધા તે ખેડુત વિશે વિચારી રહ્યા હતા. સાંજે ઘરે આવી પહેલાં પેલા ખેડુત! ને મળવા આવ્યા ભાઈ! તું આટલી સખત મજૂરી કરીને શિખામણ કરે છે તો તે માલિક! ને કેમ ન કહ્યું? અરે, ઉપરવાળો જુવે છે ને? મારે માલિક! ને કહેવાની શી જરૂર જેને જાણવાનું હોય તે મારા કામ જોઈ જાણી લીધું હશે ને? એમ કહી બધાને શાંતિથી ઘેર જઈ સૂઈ જાવ કાલે મારે બીજે કામ ગોતવા જવાનું છે. એક જણે પૂછ્યું અને કામ નહી મળે તો? તો કંઈ નહીં પાણી પીને સૂઈ જવાનું અજીબ માટીનો બન્યો છે, હો.! 
    ઈશ્વર પણ જુવે છે, તે ખેડૂત એક દિવસ નહિ તો બીજા દિવસે કોઈ ને કોઇ કામ મળી જ જાય છે. આ છે ઈશ્વર પરની શ્રદ્ધા. 🙌 
      આખો દિવસ ઈશ્વરનું રટણ કર્યા કરે છે તો તારો ઈશ્વર ક્યાં છે? આખો દિવસ કાળી મજૂરી કરીએ છીએ તોય '' બે પાંદડા ભેગા થતાં નથી '' આમ ક્રોધ પ્રગટ કરી ચેતના! ની મા! બોલી પણ ચેતના! એ કંઈ સાંભળ્યું જ નથી એમ બહાર રમૌચાલી ગઈ. ચેતના! હજુ નાની હતી. ભણવાનું તેને બહું ગમે પણ મા બાપ જોડે મજુરી કરવા જવું પડે, ચેતના! મનોમન ઈશ્વરને પ્રાર્થના કરતી કે, હે ઈશ્વર! મારી મખ! અબુધ છે તે તમારી ભક્તિ વિશે તેને નથી ખબર એટલે તને દોષી ઠેરાવે છે, તો હું! તમારી માફી માંગુ છું તેને માફ કરજો તે! દિલની બહું સારી છે, પણ આતો અમારે મજૂરી કરવી પડે છે. તેથી તે ગુસ્સો તમારા પર ઢોળે છે. આમ કહી કામ કરવા લાગી જાય છે. એક દિવસ સખત વાવાઝોડું આવે છે,અને કામ કરવા નહીં જઈ શકવાને કારણે આજે રોટલો કોણ આપશે તેની મૂંઝવણ ચેતના! ના મા બાપ કરી રહ્યા હતા. જોકે, ચેતના! ઈશ્વર પ્રત્યે અતૂટ શ્રદ્ધા હતી એ જાણતી હતી કે, તેનો ઈશ્વર મારા મા બાપ! ની મૂઝવણ અવશ્ય દૂર કરશે. વાવાઝોડામાં તો બહાર પણ ન નીકળાય એટલે ચેતના! વરંડામાં ઊભી ઊભી વાવાઝોડું કેવું આવ્યું છે. તે નિહાળી રહી હતી. રાત પડવા આવી. ચેતના! ના મા બાપ શું કરે પોતે અને પોતાની દીકરી! ને કેવી રીતે ખાવાનું આપે તેઓ! તો કદાચ પાણી પી ચલાવી લે,પણ પોતાની દીકરી માટે ખાવાનું ક્યાંથી લાવે? ચેતના! ને સખત ભૂખ પણ લાગી હતી. પણ તેને શ્રદ્ધા હતી મારો ભગવાન અમારી મદદ કરશે જ. રાતના દસ વાગ્યા ચેતના! પેટ પકડી બેસી રહી જો તે કંઈ બોલે તો તેની મા! તરત જ કહેશે બોલાવ તારા ભગવાન ને એટલે તે ચૂપ બેસી ત્યાં અચાનક એક સુંદર સ્ત્રી હાથ માં થાળ લઈને આવી અને કહ્યું આ નાની! બાળકી! ને ભૂખ લાગી છે તો આમાં મીઠાઈ અને ગરમ ગરમ ખીચડી, શાક અને રોટલી છે તો તેને આપો એમ કહી એ સ્ત્રી ચાલી ગઈ ચેતના! તો એ સુંદર સ્ત્રીને જોઈ રહી અને તેની મા! જોડે આવી બોલી જોયું મા! આ સ્ત્રીને શું ખબર મને ભૂખ લાગી છે? કદાચ એ સ્ત્રીના રૂપમાં ભગવાન હોય! અને તેની મા! ને ચેતના! સામે કબૂલ્યું નાના બાળક! ની પ્રાર્થના ઈશ્વર જરૂર સાંભળે છે. તારી શ્રદ્ધાની જીત થઈ. 
     આમ, ઈશ્વર! તો ગમે તે રીતે તેના બાળકો! ને વારે આવે જ છે. 🙌
      આજે દિવાળી હતી. લોકો સારા સારા કપડાં પહેરીને મંદિરે દર્શન કરવા આવતા હતા. ત્યાં જ છાયા! નું  દ્ધાન એક ભિખારી! ઉપર પડ્યું. એ ભિખારી! કેટલાય દિવસથી નાહ્યો ન હતો. તેના શરીર માંથી દુર્ગંધ આવતી હતી. એ પાસે આવે તો રહેવાય એવું ન હતું. લોકો મંદિરમાં પૈસા રીતસર ફેંકતાં હતા.  પણ આ ભિખારી! ને કોઈ આપતાં ન હતાં માન્યું કે, ભીખારી! સાવ મેલો હતો. પણ એની પાછળ કોઈ કારણ હશે નહીં તો પોતાના શરીરને આવું મેલું કોણ રાખે? છાયા! એ મંદિરમાં પૈસા ફેકવાના બદલે તે પૈસા ભિખારી! ને આપી દીધા ભિખારી! નત મસ્તક કરી ચાલ્યો ગયો. છાયા! ને હંમેશા એ સવાલ રહ્યો છે. જે ભગવાને આપણને બનાવ્યા તેને આપણે શું પૈસા આપવાના પણ પછીથી સમજાયું આ ધન અન્ય જગ્યાએ એકઠું થઈ લોકો! ના બંગલા બંધાય છે, હશે, આમય એકલા હાથે તો કશું કરી ન શકાય. છતાં,  મારા જેવા બીજાના વિચારોથી અમે ભિખારી! ને મદદ કરવાનું નક્કી કર્યું. અમે થોડાક રૂપિયા જમા કરી શક્યા ત્યારે ભિખારી! ઓને આ વાતની ખબર પડી કે, અહીં, લોકો! અમારી!  મદદ કરી રહ્યા છે.  તો ભિખારી! ઓનું ઘોડાપૂર ઉમટી પડે છે.  અને આજ સુધી અમે એ નથી જાણી શક્યા કે, અમારી પાસે પૈસા કઈ રીતે આવે છે? અને અમે બધા ભિખારી! ઓને મદદ કરી રહ્યાં છીએ. આમ જોવા જઈએ તો ઈશ્વર! ની શ્રદ્ધા જ આમાં સામેલ છે. અને તે જ અમને મદદ કરી રહ્યો છે. 🙌
        એક પીપળાનું ઝાડ સીમા!  રોજ તેને પાણી પીવડાવી તેની પૂજા કરે. ઘણા વર્ષોથી આ રીતે પુજા કરતી હતી. તેને ભોળાનાથ ઉપર ખૂબજ શ્રદ્ધા હતી, હવે તો તેના લગ્ન થઈ ગયા. સાસરિયામાં તો ક્યાંય પીપળાનું ઝાડ હતું નહિ એટલે તેને બહું તકલીફ પડતી તેનો નિત્યક્રમ તુટી ગયો હતો. તે વિચારતી આસપાસ તો ક્યાંક પીપળાનું ઝાડ તો હશે જ એટલે સીમા! એ તેના પતિ! ને પૂછ્યું તમે! જાણો છો કે, અહીં આસપાસ ક્યાંય પીપળાનું ઝાડ હોય? એટલે તેના પતિ! એ કીધું આસપાસ તો નથી પણ અમારી ઓફિસની બહાર એક મોટું પીપળાનું ઝાડ છે. સારું તો હું! આવી શકું મારે પીપળાનાં ઝાડને પાણી પીવડાવું છે. એમાં પૂછવાનું શું તું! તારે આવી પાણી પીવડાવી જજે, પણ થોડું દૂર પડશે. અરે, એમાં શું હું! આવીને પીવડાવી જઇશ. હવે, રોજ આવી સીમા! જળ ચઢાવી જતી એને બહું સારું લાગતું. આમ એક વર્ષથી નિયમિત જળ ચઢાવી પૂજા કરતી. એક દિવસ સીમા! ને સખત તાવ આવ્યો એનાથી ઊભુ થવાના ય હોંશ ન હતા. એને બહું દુઃખ લાગતું આજે હું! શીવજી! ને જળ નહીં ચડાવી શકું એનો દિવસ સારો ન ગયો એને કંઈ સૂઝતું નહિ તે મનોમન ભગવાન પ્રાર્થી રહી હતી હે, ભોળાનાથ! આજે તમને પાણી ચડાવી ન શકી તો મને માફ કરજો. મનમાં પ્રાર્થના કરતાં કરતાં વરંડામાં આવી તો એક સાપ! ફેણ તાણી બેઠો હતો. આમ તો બધા સાપ! ને જોઈને ડરી જાય પણ સીમા! શીવજી! ની ભક્ત હતી તે તો અંદર જઈ એક કટોરી દૂધ લઈને આવી અને સાપ! આગળ મૂકી સાપ! દૂધ પી સડસડાટ ત્યાંથી ચાલ્યો ગયો. સીમા! એ કરેલી પ્રાર્થના ભોળાનાથે! સાંભળી અને સાપ! બની પોતે દૂધ પી ગયા. આ વાત જ્યારે સીમા! ના પતિ! એ જાણી તો તેણે! કહ્યું જે મનથી સાચી ભક્તિ કરે છે. તો ભગવાન કોઈ ને કોઈ સ્વરૂપે તેના ભક્ત જોડે પહોંચી જાય છે. અને તેણે કરેલી પ્રાર્થના ફળે જ છે. આજે સીમા! ની શ્રદ્ધા ફળી હતી. અને ખુદ ભગવાન સાપ! નું રૂપ ધારણ કરી તેની અભિલાષા પૂરી કરી હતી. હર હર મહાદેવ 🙌

       આમ તો સાચી શ્રદ્ધા રાખનારા હજારો લોકો હશે છતાં થોડા દાખલા આપી મેં થોડા શ્રદ્ધાના ફૂલો દ્વારા તમારી આગળ રજૂ કર્યા છે..  
     ઈલા રાઠોડ ✍️✍️🎉   
      
      
     
     


      
    

      
         
    

Comments

Post a Comment

Popular posts from this blog

મનોમંથન

જીવન કલા

પુસ્તકોની આત્મહત્યાઆ