સૈયર


         જોને આ ભયસાબ! ધમધમતો સવિતાનારાયણ, કેવા દાંત કાઢે સે? અને આપણે આવા ભર ઉનાળે દાઝીએ છીએ. આ વાયરો બળ્યો ઉનો લાગે છે,ભયસાબ આ પરસેવે તો નાહ્યી જવાય સે. હા! હાસી વાત કીધી, પણ હુ કરીએ? આમ ઓપણે આ ભાનુને જરા રોકવાના? સીએ! છો!  કાઢે દાંત આપણે ઓપણુ કોમ કરવાનું સે. અલી હે! તારો ધણી! તને! મેલી ચ્યો જ્યોસે? મુયો! એન પરદેશ પૈહા કમાવવા જવું તું મેતો! ચેટલી ના પાડી રવાદો રૂપિયા અહીં હે,પણ ઓપણુ કોણ હાભળે તે જ્યો પરદેશ. કંકુ અ મોંઢું બગાડતા બોલતી તી. 
     હે નાથી! તારો ધણી તો અહીં સન? તે એ હુ કરે? કાંઈ કામ ધંધો કરસ કે પછ જુગાર? હા! બોન! તારી વાત હાવ હાચી સ. એય પીટ્યો જુગાર રમસ, તારી જેમ મેંય! ચેટલી વાર ના પાડી કહુસુ બે પૈસાની બચતી નથ અને તમે આમ પૈસા ઉડાવો તો તમન! શોભસ? પણ મારી! વાત કોને ધરે તયને? 
    કંકુ! અને નાથી! બેઉ જણી આ વાત્યુ કરતી ત્યાંજ દૂરથી નાથી! ની નજર એક ભરવાડણ! પર પડી. જોલી કંકુ! આ તો ઈજ ભરવાડણ! છે ને જે બે દન પેલા તેના ધણી! જોડ બાઝતી તી? કંકુ! એ માથે હાથ કરી દૂર થી આવેલી પેલી ભરવાડણ! ને તાકતી હતી. હા! ઈજ છે. બધા! ધણી! આવા જ સી. ગમતાર મારઝૂડ કરે તોય ઓપણે બીયાઈને રીએહ હાચી કીધું તી! ઓપણે કરી હુ હકીએ માર ખાઈ કોમ ય કરવાનું. અને બેઉ! ઊંડો નિહાહો નાખે છે. 
    કંકુ! તારી પાહે તો હમણ સમય સ તો કંઈક વચારને? તું! શુકેછ મને! તો કંઈ ગમ નથ પડતી? અલી! હુ! એમ કહુસુ કે, તું! તો ભણેલી સો તો ગોમડામાં અભણોને કંઈ શીખવાડ ક. મને! તો ભણવામાં લગાર ય સહ નતો તે સોડી દીધું એમ કહી નાથી! ખડખડ હસવા માંડી. 
     કંકુ! બોલી તે હવ હુ ભણવું સે તાર? આ ઉંમરે? એમ કહી કંકુ! ખડખડ હહવા માંડી. લે! કર વાત અલી! હવ, હમજાયું તાર જમ બે ચોપડી ભણી હોત તો આ મારો ધણી! જે રૂપિયા વેડફ સ તો હું! તો બે પૈહા કમાવ. ત્યાં તો લાઈબમ્બો આવી ગયો. પાણી આપવાને બધા! દોડતાં લાઈન બદ્ધ ગોઠવાઈ ગયા. કંકુ! અને નાથી! તો ક્યારના રાહ જોઈ બેઠા હતાં એટલે તેમણે! જલદી પાણી ભરી લીધું. 
     જટ હેડ કંકુ! મારો ધણી! આવશે તેવો! ખાવા માંગશે ને કંકુ! જટ '' પગ માંડ્યા '' નાથી! અને કંકુ! પરણીને આવ્યાં ત્યારથી બંને! બહેનપણી! બની ગઈ હતી. હવે છેક સુધીનો વાર્તાલાપ કંકુ! અને નાથી! વચ્ચે... 
     નાથી! નો ધણી! આજે વેલો ઘરે આવ્યો. નાથી! ચેટલી વાર સ? જરા, ટેમસર રોંધતી હોય તો? ત્યાં નાથી! તાડુકી કંઈ કામ ધંધો કરતો નથ અને મારી પર તાડુકે સે? હાલ પાણી ભરીને આવીશું તો વાર લાગન? અને હજુ વાર સ. ચમ આજે વેલો આયો આજ રમવા નથ ગ્યો? નાથી! નો ધણી! ખીજાયો તાર! હુ પંચાત તું! તારું! કામ કરને. 
     કંકુ! ને કંઈ કામ નથી તેની હાહુ! ભેરી રહે. છોકરા છૈયાં તો હતાં નહિ એટલે બે રોટલા ઘડીદે. અને ભેંસો! નવરાવી તેને! ચારો નાખી દે એટલે આખો દિ. નવરી અને નાથી! કન બેહવા આવે. નાથી! ને કામ પણ કરાવે. નાથી! ને કંકુ! ની જેમ છોકરા છૈયાં નતા હાહુ હાહરા! તો હતાં નહિ લગન કરી આવી ત્યારે તેનો ધણી! એકલો જ હતો. કામકાજથી પરભારી બંને બોનો! વાતે વળગી. નાથી! બોલી મારી! વાતનો જબાબ ન આલ્યો? ચઈ વાત? કંકુ! વિચાર કરતી ઈજ કી અમને ભણાવવાની. નાથી! એ જવાબ દીધો. અહ...  શુ અહ...  તને અમારી! દયા નથ આવતી? કંકુ! ના એવું મેં!  ચો કીધું? તાણ પસ ભણાય કે નાથી! એ રીસામણું મુઢુ બનાવ્યુ. એટલે કંકુ! બોલી હારું ભૈસાબ આવું મુઢુ ન બગાડ એક તો વળી એક બહેનપણી મળી સ. ને તુ! આવું મુઢુ બગાડ તે કેમ હાલે? હારું નથ બગાડતી અને બત્રીસ દેખાડી બોલી હવ ખુશ ન? અને બંને દાંત કાઢવા લાગ્યાં. પણ હુ ભણવું સે તારે!? જીવન કેવી રીતે જીવાઈ એ બધા! ને કે તો અમને! ય સમજાય. કોની જોડે કેમ વહવાર કરવો? ક કોની જોડે કેમ બોલવું એ બધું અમારે! શીખવું સ. કંકુ! બોલી આ બધું શીખી શુ કરવું સ? ચમ બે વાતો શીખી હસ તો કોમ મા આવશે કે નય? હા! વાત તો હાચી ચલ, ત્યારે જેને શીખવું હોય તે ન બોલાવી લાવ. પાછો ઘુંઘુટો તાણી ને આવે નહિ તો વડવા! ઓ બાર બેઠા સ તે હારુ ન લાગે નહીં તો વાત્યુ કરશે આ કંકુ! ચમ બધો! ને ભેગા કરશ? હા! એતો ઘુંઘુટો તો કાઢશે જ ને. લાજ મેલી ને ચા કોઈ નેકળ સ? હારું હારું જટ જા ત્યાં લગાર હું! આવશું આ ભેંસો ને પાણી પાઈ. 
         થોડી બોનો! સાથે નાથી! આવી પોંચી લે કંકુ! આ બધી બોનો! ને તારી! જોડે કેમ જીવન જીબબું તે શીખવાડ. હાંભળો તાર, કંકુ! બોલી સહુથી પેલા બધાને મોન આપવું તમારા ધણી! ઓને તું તારી નહી કૂવાનું. બીજુ ક, ગોમ લોકો હાથે ઝઘડવાનું નઈ. હૌ સાથે હંપીને રેવાનું. બસ આજે આટલું શીખીલો કાલે બીજી વાતો કરસું. આમ કંકુ! ના વર્ગો હેડવાં માડ્યાં. આનાથી ઘણા ને ફાયદો થ્યો. કંકુ! ને નાથી! વર્ગ બંધ થાય પછી એની વાતું કરતાં ન હમજાય તારે પાછું કંકુ! ને હૌ! પૂછી જાય. ઓમ કરતાં કરતાં નાથી! બહું હોશિયાર બની જી. હવ તો તેણે! પરીક્ષા ઓ આપવા માંડી અને પાસ પણ થવા લાગી. ને ગોમની શાળામાં શિક્ષિકા બની જી. હવે, નાથી! ગામડાની ભાષામાં બોલવા કરતાં ચોખ્ખી ગુજરાતી ભાષા બોલવા લાગી. એના! લીધે કંકુ! પણ શુદ્ધ ભાષા બોલતી થઈ ગઈ. એકવાર પાણીની રાહ જોઈ બંને બેઠા હતાં, ત્યારે દૂરથી મોટર ગાડી આવતી દેખાય ત્યાં તો નાથી! બોલી જો તારા મિસ્ટર આવતાં લાગે છે. નહિ તો અહીં આવી મોટર ગાડી કોઈ લઈને નથી આવતું. સાચુ કહ્યું તે. કદાચ મારા મિસ્ટર હોય શકે. નજીક આવતા કંકુ! ખુબ ખુશ થઈ ગઈ એ તેના મિસ્ટર અશોક! હતા. નાથી! પણ ખુશ થઈ ગઈ. કેટલા વર્ષે બંને! મળશે. નાથી! પાણી ભરી વહેલા નીકળી ગઈ. ત્યાંતો અશોક! ગાડી માંથી ઉતાર્યો. કંકુ! અને અશોક! બંને એકબીજાને જોઈ રહ્યા. કેટલા વર્ષે જોયાં તમને! મેં! કેટલા વર્ષે જોઈ તને! બધા! મજામાં છો ને? હા! બધા! મજામાં છીએ. આવું શુધ્ધ ગુજરાતી બોલતી સાંભળતાં અશોક! ને નવાઈ લાગી, તું! શહેરી ભાષા બોલતી થઈ ગઈ છે ને? આવું કેવી રીતે બન્યું? એટલે વિસ્તારથી કંકુ! એ વાત કરી. નાથી! અને બીજી બહેનો! પણ હવે, શહેરી ભાષા બોલે છે. અશોકે! ઘણું સારું કામ કર્યું તે! શાબાશ! કહી કંકુ! ની પીઠ થાબડી. પછી કંકુ! ગાડીમાં બેસી ગઈ અને બંને! ઘરે આવ્યા.  
      રોટલા બનાવેલા જ હતાં એટલે કંકુ! બોલી ચાલો જમી લઈએ, ના! મને ભૂખ નથી મુસાફરી થી થાક્યો છું તો આરામ કરું. ઊભા રહો બધું સરખું ગોઠવી લઉ ચાલશે. તું! તારે જમી લે હું! મારો સામાન વ્યવસ્થિત મૂકી દઈશ. પરદેશમાં બધું જાતે જ કરતાં હતાં ને.. 
       સાંજે અશોક! તેના મિત્રો! ને મળવા ગયો. અશોક! તમે તો પરદેશી બાબુ બની જ્યાં. હવતો અહીં હેનુ ફાવ હાચી વાત સના! તારી. અરે, એવું કશું નથી પણ ત્યાં કામ એટલું હોય કે, બધું ભૂલી જવાય છે. એની આગળ પૈસા મળે એટલે રહેવું પડે. હાસુ કીધું ભય! ગોમમા તો ખાલી ધૂળ મળે. એ ખરું પણ શુદ્ધ હવા તો ગામમાં જ મળી શકે છે. પરદેશમાં આવી શુધ્ધ હવા ન મળે એટલે જ ગામ યાદ આવે જ. તે ભય! ચેટલા દન માટે આવ્યો હ? અશોક! હસ્યો આ વખતે છ મહિના રજા મૂકી આવ્યો છું. ભય વાહ! આ હારી વાત કરી. હવ મજો પડશે. રોજ પ્રદેશમાં શું હોય તે શોંતિથી કેજે.. હા! હા! કહીશ અત્યારે જાવ કંકુ! મારી રાહ જોતી હશે. હા! ભય! જા બાયડી! ને સમય આપ પછી નિરોતે વાત્યુ કરીશું. 
       કંકુ! કામમાંથી પરવારીને નાથી! જોડે બેઠી હતી. નાથિ! બોલી! અશોક! બાઈ કેટલા દિવસ માટે આવ્યા છે? આ વખતે તો એ! છ મહિના રોકાવાના છે. સારું તને ય સમય મળશે. નહીં તો એક મહિના માં તો ખબર નથી પડતી કે, ક્યાં મહિનો જતો રહ્યો. સાચુ કીધું નાથી! તે. ત્યાં અશોક! આવી ગયો. શું વાત છે. આજે તો બંને બહેનપણી! ઓ ખૂબ ખુશ દેખાય છે? હાસ્તો! ખુશ તો હોઈ એ જ ને તમે! જો આવી ગયા તે નાથી! મસ્તી માં મૂડમાં બોલી અને અશોક! હસી પડ્યો. 
     કંકુ! અને અશોક! મોડા સુધી વાતો કરતાં રહ્યાં. અશોક! કંકુ! ને કંઈક કહેવા માંગતો હતો. પણ કેવી રીતે કહેવું સમજાતું નહોતું. કંકુ! બોલી તમે! કંઈ મૂંઝવણમાં લાગો છો, શું વાત છે? અરે, તને! કેવી રીતે ખબર પડી? હું! તમારી પત્ની છું અને તમે! મૂંઝવણમાં હોવ અને મને! ન ખબર પડે તો પત્ની ન કહેવાવું બોલો શું વાત છે? વાત એવી છે કે, અમારી કંપનીને લોશ ગયો છે અને કંપની બંધ થઈ ગઈ છે એટલે મારે ! પાછું આવવું પડ્યું છે. અરે, તો એમાં મૂઝાવવાનું શેનું? મેં! બધા! ને ખોટું કીધું છે ને? કંઈ વાંધો નહીં સવારે બધા! ને સાચું કહી દેજો. પણ મારી! જોડે પણ ખોટું કેમ બોલ્યા. સોરી! મને એમ કે, તને આ વાત નહીં ગમે. મને! તો વધારે ગમશે કારણ કે, એક મહિના માટે આવી પાછા જતા હતા. સાચુ કહું તો મને! તમે જતાં રહો એ નહતું ગમતું પણ મે! કોઈ દિવસ મારી! મરજી તમારા પર થોપી નહતી કદાચ ઇશ્વરે મારી પ્રાર્થના સાંભળી લીધી અને તમે! પાછા ગામમાં આવી ગયા. આજે દુનિયાભરની ખુશી મને! મળી ગઈ. અને અશોક! કંકુ! ની સામે અવાક બની જોઈ રહ્યો. 
    સવારે કંકુ! કંઈક અલગ જ મૂડમાં હતી. પાણી ભરતાં નાથી! બોલી શું વાત છે? આજે તારો! ચહેરો કંઈક અલગ ખીલેલો દેખાય છે. દર વખતે અશોક! આવે છે. દર વખતે તારો! ચહેરો આટલો ચમકતો નથી. શું વાત છે? નાથી! નાથી! એમ કહી નાથી! ને ફુદેડી ફેરવી દીધી. અરે, હું! પડી જઈશ. અને કંકુ! રોકાય ગઈ હવે, બોલ આટલી ખુશ મે! ક્યારેય નથી જોઈ તને! હા!.. હા!... કહું છું અશોક! કાયમ માટે ગામમાં આવી ગયા, તેમની કંપની બંધ થઈ ગઈ. અરે, વાહ તારી! મનની ઈચ્છા પૂરી થઈ. હું! પણ તારી માટે ખૂબ ખુશ છું. હવે, જોજે દિનેશ! ભાઈ તેમની સાથે રહેશે તો તે પણ પીવાનું મૂકી કંઈક કામ કરશે. તારા મોંમા ઘી-સાકાર એમ કહી બંને એકબીજાને ભેટી આનંદ વ્યક્ત કર્યો. 
        સવારે અશોકે! તેના ભાઈબંધો! ને સાચી વાત કીધી ત્યારે તે લોકો! પણ કંકુ! જેટલા ખુશ થઈ ગયા. ભય! અમને પણ નહતું ગમતું કે, તું! પ્રદેશ જાય પણ આતો તારી! ખુશી ખાતર તને જવા દેતાં પણ તારા! ગયા પછી કંકુ! ખુબ ઉદાસ થઈ જતી અને નાથી! તેને! બહું સમજાવી તેનું દુઃખ ઓછું કરતી અમને પણ તેનું! દુઃખ નહતું જોવાતું પણ અમે લાચાર હતાં. હવે, તે! કેટલી ખુશ હશે તેનો અંદાજ અમે લગાવી શકીએ છીએ. અને આખું વાતાવરણમાં ખુશી ખુશી છવાઈ ગઈ. 
       દિનેશ! સાંભળ્યું છે કે, તું આખો દિવસ દારૂ પીવે છે અને કોઈ કામ ધંધો કરતો નથી, તે આવું ચાલે? નાથી! બેન  આખો દિવસ મજુરી કરે અને ઘરનું કામ પણ કરે છે. તો તું! એની મદદ કેમ નથી કરતો? દિનેશ! તો સાંભળી રહ્યો. એટલે અશોકે! તેની! પાસે આવી બેઠો કંઈ મૂંઝવણમાં છે તો મને! કહે હું! કોઈ રસ્તો બતાવું. દિનેશ! રડી પડ્યો. એટલે અશોક! તેને! એકલા ને તળાવ કાંઠે લઈ ગયો. હવે, બોલ અહીં કોઈ નહીં આવે. અશોક! નું ગામમાં માન હતું અને અશોક! કહે તેમ થતું. હાચું કહું તારા! ગયા પછી હું! સાવ એકલો પડી ગયો હતો. મને! સમજનાર તું! જ હતો. એટલે તારી! યાદ ને ભૂલવા દારૂ પીવાથી મને સારું લાગતું પણ પછીથી મને! તેની લત લાગી ગઈ બહું પ્રયત્ન કર્યો પણ ન છોડી શક્યો. અને દારૂડિયો ગણી મને! ક્યાંય કામ ન મળતું એટલે શું કરું? અરે, મારે! કારણે તે! આટલું સહ્યુ અને મને! જાણ જ નથી માફ કરજે મને! હું! તો માફી માંગવાને પણ લાયક નથી. એમ કહી અશોક! દુઃખી થઈ ગયો. એમાં શું દુઃખ લગાડે છે? આતો તેં! પૂછ્યું એટલે કીધું બાકી આ તો નાની વાત છે. અશોક! બોલ્યો  તારી! માટે નાની વાત છે, પણ મારી! માટે બહું મહત્વની વાત છે. વાંધો નહીં હવે, હું કાયમ માટે આવી ગયો છું. એટલે તારે! મારી! પર છોડી બિન્દાસ બની જા. હું! બધું વ્યવસ્થિત કરી દઈશ. અને બંને ભાઇબંધો ભેટી પડ્યા. 
        દિનેશે! દારૂ પીવાનું લગભગ ઓછું કરી દીધું એ જેની માટે દારૂ પીતો હતો તે જ એની પાસે આવી જો ગયો હતો. લગભગ ગામના બધા લોકો! ખુશ થઈ ગયા હતા. પરંતુ અશોક! ને એ વાતની ચિંતા હતી હવે, હું! શું કરીશ? ત્યાં તો દિનેશ! આવી પહોંચ્યો શું વાત છે અશોક! તું કંઈ વિસામણ માં લાગે છે? હા! યાર! જોને મારી! કંપની બંધ થઈ ગઈ હવે, મારે શું કરવું? આ વાત ચાલતી હતી ત્યાં કંકુ! આવી અને બોલી હું! કંઈક બોલુ? લે! એમાં શું પૂછવાનું? અશોક! બોલ્યો. તમે શહેરી જીવન જીવીને આવ્યા છો એટલે તમે! વધારે જાણો છો કે, જીવન કેવી રીતે જીવાય. હું! બે-ત્રણ જણને ભણાવતી હતી, જ્યારે તમે! આખા ગામને ભણાવી શકો છો. ભાભી! ની વાત હાવ હાચી સ. તું! ભણાવે તો અમને પણ જીવનમાં શું જરૂરી હોય છે તેની હમજ પડે. આપણા સરપંચ! ને આ વાતની જાણ કર. અશોકે!  કહ્યું વિચાર તો સારો છે. સરપંચ! મંજૂરી આપે તો કામ થઈ જાય. અને સરપંચ! બીજા ગામના લોકો! ને પણ બોલાવી શકે. આના માટે જોઈતો ખર્ચ ગ્રામપંચાયત ઉઠાવી શકે છે. અને આપણું ગામ પ્રગતિ કરી શકે છે. અશોક! અને દિનેશ! સરપંચ! ને મળી બધી વાત કરી. અશોક! ને સરપંચ! ઓળખે છે એટલે તેની! વાત માં દમ સરપંચ! ને લાગ્યો. કાલથી ગામના ચોરો તમારી સ્કુલને ફાળવ્યો હવે, તમારી જવાબદારી છોકરા! ઓ અને વડીલો! ને ભેગા કરવાની સારું કહી બંને! જણા ખુશ થતાં સરપંચ! ની રજા લીધી. 
      સવારે ગામના લોકો ચોરા પર આવી ગયા અશોક! અને દિનેશ! પણ આવી પહોંચ્યા. નાથી! અને બીજી બહેનો! એ કંકુ! પાસે ભણી લીધુ હતું એટલે તે લોકો! કામ કરવા જતાં રહ્યાં નાથી! ખૂબજ ખુશ હતી, કારણ કે, હવે, દિનેશે! પીવાનું  બિલકુલ મૂકી દીધું હતું. આ બાજુ સરપંચે! બીજા ગામના સરપંચ! સાથે વાતચીત કરી તો બીજા ગામના લોકો! પણ ભણવા આવવા લાગ્યા. અશોકે! જીવનમાં કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિમાં કેવી રીતે તેનો સામનો કરવો, કેમ ઉઠાય, કેમ બેસાય આ બધું વિસ્તારમાં સમજાવ્યું. ઝઘડો કરતાં પ્રેમ થી બધાના દિલ જીતવા, સંબંધો વધુ ગાઢ બને તે માટે દર રવિવારે નાના ગામોમાં જઈ લોકો! ને મળવું. દિવાળી જેવા તહેવારો બહાર જઈ નહિ પણ ગામમાં જ રહી મનાવવી તેનાથી આપણે બધા વધારે નજીક આવીશું આવું કેટલીય વસ્તુઓ ગામવાળા! ઓને સમજાવી. આનાથી ગામમાં ભાઈચારો વધી ગયો. બધા ખભે ખભા મિલાવી ચાલવા લાગ્યા. ત્યાં એક ગામનો માણસ! દોડતો દોડતો અશોક! પાસે આવીને  બોલ્યો જટ ચાલો ગામમાં એક ભુવો!  આવ્યો છે અને તે એક બહેન ને ધુણાવી રહ્યો છે. બધા જોવા ચડ્યા છે. સરપંચ અને અશોક! ફટાફટ ત્યાં પહોંચી ગયો અને પેલા ભુવા! ને ત્યાં થી ચાલ્યા જવાનું કહ્યું અને પેલા બહેન! ને ઊભાં કરી ને કહ્યું બહેન! આ શું કરો છો? આ રીતે ધુણી પોતાની જાતને કેમ નૂકશાન કરો છો? આમ ધુણવાથી તમારું! કષ્ટ દૂર નહિ થાય. પેલો ભુવો! તો ચાલ્યો ગયો પછી પેલા બહેન! ને દવાખાને લઈ ગયો. બધા ચેકઅપ કરાવ્યાં ત્યારે ખબર પડી કે, આ બહેન! ને વાઈ આવતી હતી. એટલે ડૉ. એ દવા લખી આપી. અને સરપંચે! તે દવાનો ખર્ચ આપી દીધો. મહિના પછી તે બહેન! ને સારું થઈ ગયું. આમ ભુવા! ઓ ગામમાં આવી ભલા લોકો! ને લૂંટી જાય છે. ગમે તેવા દોરા ધાગા આપીને એ લોકો! પાસે પૈસા પડાવે છે, અને ગામવાળા આપી પણ દે છે. હવે, હું! આવું થવા નહીં દઉ. ગામવાળા! ઓને પણ અશોક! પર પૂર્ણ ભરોસો હતો. એટલે હવે, કોઈ ભુવો! આ ગામમાં ફરકતો નહિ. 
        શૈયર કંકુ! અને નાથી! જ ન હતા,અશોક! અને દિનેશ! પણ એકમેકને ખૂબજ સાથ આપતાં એટલું જ નહીં પણ અશોક! ની યાદ ભૂલાવા દિનેશે! દારૂ ને ગળે લગાવી તેની જીંદગી દાવ પર લગાવી દીધી હતી. 
     આમ સખા! ઓએ  શૈયરો! ની માફક હ્રદયના તાર જણજણાવી દીધા હતા. ખરેખર દોસ્તી એ કુદરતી બક્ષીસ જ છે ને? 
      રાઠોડ ઈલા ✍️✍️
     
    
      

Comments

Popular posts from this blog

મનોમંથન

જીવન કલા

પુસ્તકોની આત્મહત્યાઆ