સ્ટેનો ગ્રાફી
સ્ટેનો એટલે ગુજરાતીમાં તેને લઘુલીપી કહે છે, એટલે કે, વાક્યને શોર્ટ માં કેમ લખાય તે શીખવાની કળા એટલે કે, સ્ટેનો ગ્રાફી.
આજે આ કળા ચારે બાજુ ફેલાઈ ચૂકી છે. લગભગ ગુજરાત માં બધી જગ્યાએ પરમ પૂજ્ય જોષી સાહેબ! નું નામ ગાજે છે. મને ગર્વ થાય છે કે, હું મારા પરમ પૂજ્ય શ્રી પ્રવીણ જોષી ( ગુરુ) વિશે લખી રહી છું. આમ તો આવા મહાન આત્મા વિશે લખવું યોગ્ય ન ગણાય પણ મારી કલમ મને મજબૂર કરી રહી છે, તેથી હું મારી કલમ દ્વારા મારા સાહેબ! ની ઉમદા વાતો રજૂ કરી રહી છું.
લગભગ અઢાર વર્ષની ઉંમરે તેઓએ સ્ટેનો શીખવવાનું ચાલું કર્યું હતું. આવા કળિયુગમાં કોઈ મફત સેવા આપે તે બહું નાની વાત ન જ કહેવાય, અત્યારે મોંઘી ફી લઈને સ્ટેનો શીખવવાનાં ક્લાસ પણ ચાલી રહ્યાં છે, છતાં જોષી સાહેબે! તેમનું આ કામ અવિરત પણે ચાલું જ રાખ્યું છે. આજે તેમની ઉંમર છોત્તેર વર્ષની થઈ છે, આ ઉંમરે આપણા ફિલ્મ સ્ટાર અમિતાભ બચ્ચનને પણ નિવૃત્તિ સ્વીકારી લીધી. છતાં અમારા ચહિતા જોષી સાહેબે! હજુ નિવૃત્ત નથી થયા. એમની ઈચ્છા કહું તો તે ભણાવતાં ભણાવતાં સ્વર્ગે સીધાવવાની રહી છે. હું અને અમારા મિત્રો! ની દુવા છે કે, સાહેબ! સો વર્ષનું આયુષ્ય ભોગવે, અને અમારી દુવા જાણે ઈશ્વરે! કબુલ કરી હોય તેમ જોષી સાહેબ! નું આંતરડાનું ઓપરેશન કરાવ્યું હતું, જ્યારે આવા મહાન આત્મા શ્રી પ્રવીણ જોષી!ના વિદ્યાર્થી! એ દિલથી કરાયેલ દુવા કદાચ ઈશ્વરે ! પણ સાંભળી હશે, અને એટલે જ બહું રીસ્કી ઓપરેશન પણ સફળ નીવડ્યું અને એકાદ મહિના પછી ફરીથી જોષી સાહેબ! ના કલાસ ચાલુ થઈ ગયા..
તેમના ઘર્મ પત્ની! ના અવસાનના બાર દિવસે જ તેમણે! કલાસ ચાલુ કરી દીધા હતાં કારણ કે, થોડાક દિવસોમાં વિદ્યાર્થી! ઓની પરીક્ષા હતી, એટલે પોતાનું! દુઃખ ભૂલી જઈ વિદ્યાર્થી! ઓને આગળ વધારવા તેમણે! પૂરતો પ્રયાસ કર્યો હતો. અને એટલે જ દરેક વિદ્યાર્થી! તેમની ચરણરજ માથે ચડાવ્યા પછી જ પોતે! પેન ઉપાડે છે.
હું મારી જ વાત કરું તો જ્યારે સ્ટેનોની એક્ઝામ આવી ત્યારે મારા પાંત્રીસ વર્ષ થયા હતાં અને અમે કલાસમાં સખત મહેનત કરી રહ્યાં હતાં. અમારા સાહેબ! પણ આરામ કર્યા વગર સવાર થી છેક સાંજના સાત વાગ્યા સુધી લગાવતાં રહેતાં તેમની! એક જ ઈચ્છા બધા નોકરી ભેગા થઈ જાય. પણ ઇશ્વરની ઈચ્છા આગળ આપણે પામર હોઈએ છીએ. એક્ઝામનાં બે દિવસ પહેલાં મારી તબિયત બગડી અને મારે મગજનું ઓપરેશન કરાવવું પડ્યું હતું ! એટલે હું! એક્ઝામ ન આપી શકી, પણ એ વાતની મને વધારે ખુશી હતી કે, મારી! જોડે એક્ઝામ આપનારા બધા સચિવાલય માં સ્ટેનો ગ્રાફરનું પદ શોભાવે છે.
હું તો સફળ ન થઈ પણ દોસ્તો! ની સંખ્યા વધી ગઈ મને! ઘણીવાર એવો વિચાર આવે કે, જો મેં સ્ટેનો ચાલુ ન કર્યુ હોત તો સૌ મિત્રોનો સહવાસ અને પરમ પૂજ્ય પ્રવીણ જોષી સાહેબ! ના અમૃત વચનનો લ્હાવા થી વંચિત રહી જાત. મેં કદી ઈશ્વર! ને જોયા નથી પણ ઇશ્વર! છબી રૂપ જોષી સાહેબ! ના દર્શન અચૂક કર્યા છે.
આ તો મારી! વાત કરી પણ એથી પણ સહાનુભૂતિના દાખલા મેં! પ્રત્યક્ષ નિહાળ્યા છે, આમ તો, જોષી સાહેબ! ની સહાનુભૂતિથી કેટલાય ગરીબોને સહાય મળી છે, છતાં એક બે દાખલા મારે! અચૂક કહેવા છે. એક છોકરી! જે અત્યંત ગરીબ પરિસ્થિતિમાં હતી. તે! ઓફિસ માં કચરા પોતુ કરતી હતી. જોષી સાહેબે! આ દ્રશ્ય જોયું એ બાર સુધી જ ભણેલી હતી, એટલે સાહેબે! તેમના ઘરનું સરનામું આપ્યું અને કહ્યું તારે! ખાલી હાથ આવવાનું. સવારે છ વાગે તે આવી ગઈ. કલાસ ચાલુ જ હતા. એટલે સાહેબે! તેને તેમણે જ છાપેલી સ્ટેનોની બુક અને લખવા માટે નોટ પણ આપી. તે છોકરી! ખૂબજ ખુશ થઈ અને સાહેબ! આભાર! માનવા ગઈ ત્યારે જોષી સાહેબે! બસ એટલું જ કહ્યું તારે! નોકરી ભેગા થવાનું છે, અને આર્થિક રીતે તેને! ઘણી મદદ કરી એ છોકરી! કચરા પોતાનું કામ છોડીને મહેનત કરવા લાગી જ્યારે આવા મહાન આત્મા! ના આશીર્વાદ હોય પછી તેનો! બેડો પાર જ હોય ને? તે છોકરી! સ્ટેનોની એક્ઝામ મા પાસ થઈ ગઈ અને પોતે! સ્ટેનો ગ્રાફરનું પદ શોભાવી રહી હતી. આવા તો અસંખ્ય દાખલા આપવા બેસીસ તો કેટલાય પાના ભરાઈ જશે. કોઈ વિદ્યાર્થી! હતાશ થઈ જાય તો તેઓ! ઘણા દુઃખી થઈ જાય છે, તેઓમાં બીજા! નું દુઃખ ન જોઈ શકવાની નબળાઈ છે, અને તે વિદ્યાર્થી! પર વધારે ધ્યાન આપી તેને! નોકરી ભેગો કરીને જ ઝંપે છે.
જોષી સાહેબ! ના હાથ નીચે ભણી ગયેલા શ્રી વત્સલ વોરા! , શ્રી જીતેન્દ્ર સોની અને મહાદેવ પરમાર! જેવા મહાનુભાવો હાલ, જોષી સાહેબ! ને મદદરૂપ થઈ રહ્યાં છે, ટુંકમાં કહું તો જોષી સાહેબે! ઉંચનીચના ભેદ વગરબધાને એક તાંતણે બાંધી દીધા છે, અને વાર તહેવારે સૌ સાથે મળીને ઉજવણી કરે છે. ખરેખર હું નસીબદાર છું કે, મને આવા મિત્રો! મળ્યાં
મઝાની વાત તો એ છે કે, રિટાયર્ડ થયેલા લોકો પણ તેમનું સાનિધ્યમાં રહેવા સાહેબ!ના કલાસમાં આવી બેસે છે. પ્રવીણ જોષી સાહેબ! આજ સુધી એ નથી સમજાતું કે, લોકો આવું કેમ કરે છે, પણ હું! તેમને! સમજાવવા માંગીશ કે, સાહેબ! જ્યારે ઈશ્વર! ના ચાર હાથ જેની ઉપર હોય તે કોઈ દિવસ આ વાતને સમજી નહિ શકે કે, લોકો આવું કેમ કરે છે? તે! એટલા માટે કરે છે કે, ઈશ્વર! નિ દર્શન તમારા! મા કરે છે.
ખરેખર મેં! કોઈ જન્મ માં સારા કર્મો કર્યો હશે કે, મને! આ જન્મે સ્ટેનો પરિવાર મળ્યો.
ઈલા રાઠોડ ✍️✍️

Je aapiye e hamesa pachu male Che. Good one😍
ReplyDeleteખૂબ ખૂબ આભાર આપનો 😊😊
DeleteExcellent
ReplyDeleteThank you so much 😊😊
Delete