કશિશ
રશ્મિ! ના અંકલ ગિફ્ટની દુકાન ચલાવતા હતા, રશ્મિ! કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી, કોલેજ હોય એટલે બિન્દાસ બનીને ભણવાનું પરીક્ષા માં વાંચવાનું હોય તેની! કોલેજ સવારની હતી, એટલે આખો દિવસ કંટાળી જતી, ઘરમાં મમ્મી! રસોઈ કરે અને બીજા કામ બંધાયેલા હતા, એટલે રશ્મિ! ને વધારે કંટાળો આવતો. તેના અંકલ! બપોરના ટાઈમે દુકાન બંધ કરીને ઘરે આરામ કરતાં. રશ્મિ! ના અંકલ! નું ઘર નજીકમાં જ હતું, એકદિવસ રશ્મિ! એ કહ્યું અંકલ! આખો દિવસ મને! ઘરમાં કંટાળો આવે છે, જો તમને વાંધો ન હોય તો બપોરે હું! દુકાન ચલાવી શકું? આનાથી બે ફાયદા થશે. મારો! ટાઈમ પાસ થશે અને તમારા દુકાનની આવક પણ વધશે. અરે, દીકરા! મને! શું વાંધો હોય તારો ટાઈમ પાસ થતો હોય તો કાલથી દુકાન આવી જજે બસ. રશ્મિ! ખુશ ખુશ થઈ ગઈ ઓકે કાલે દુકાન આવી જઈશ એમ કહી રશ્મિ! ઘરે આવી ગઈ. રશ્મિ! ચંચળ હતી, ઓછું બોલતી પણ ચહેરાને માપી લેતી. રશ્મિ! દુકાને આવી, એટલે તેના અંકલે! તેની કંઈ વસ્તુઓ ક્યાં પડી છે, તે બતાવી દીધું અને કહ્યું આમ તો ગિફ્ટ ખરીદવામાં કોઈ રકઝક કરતું ન...