કશિશ
રશ્મિ! ના અંકલ ગિફ્ટની દુકાન ચલાવતા હતા, રશ્મિ! કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી, કોલેજ હોય એટલે બિન્દાસ બનીને ભણવાનું પરીક્ષા માં વાંચવાનું હોય તેની! કોલેજ સવારની હતી, એટલે આખો દિવસ કંટાળી જતી, ઘરમાં મમ્મી! રસોઈ કરે અને બીજા કામ બંધાયેલા હતા, એટલે રશ્મિ! ને વધારે કંટાળો આવતો. તેના અંકલ! બપોરના ટાઈમે દુકાન બંધ કરીને ઘરે આરામ કરતાં. રશ્મિ! ના અંકલ! નું ઘર નજીકમાં જ હતું, એકદિવસ રશ્મિ! એ કહ્યું અંકલ! આખો દિવસ મને! ઘરમાં કંટાળો આવે છે, જો તમને વાંધો ન હોય તો બપોરે હું! દુકાન ચલાવી શકું? આનાથી બે ફાયદા થશે. મારો! ટાઈમ પાસ થશે અને તમારા દુકાનની આવક પણ વધશે.
અરે, દીકરા! મને! શું વાંધો હોય તારો ટાઈમ પાસ થતો હોય તો કાલથી દુકાન આવી જજે બસ. રશ્મિ! ખુશ ખુશ થઈ ગઈ ઓકે કાલે દુકાન આવી જઈશ એમ કહી રશ્મિ! ઘરે આવી ગઈ.
રશ્મિ! ચંચળ હતી, ઓછું બોલતી પણ ચહેરાને માપી લેતી. રશ્મિ! દુકાને આવી, એટલે તેના અંકલે! તેની કંઈ વસ્તુઓ ક્યાં પડી છે, તે બતાવી દીધું અને કહ્યું આમ તો ગિફ્ટ ખરીદવામાં કોઈ રકઝક કરતું નથી, અને કરે તો દસ રૂપિયા ઓછા લઈ લેજે, પણ ઘરાકને પાછા ન જવું પડે તેની તકેદારી રાખજે એમ કહી રશ્મિ! ને કામ સોંપી પોતે નીકળી ગયા.
દુકાનમાં ટીવી પણ રાખેલું હતું, એટલે રશ્મિ! નો ટાઈમ જતો રહેતો, તેને! તો દુકાનમાં ગમતું બધાની ચહલપહલ આખો દિવસ રહેતી. સામેની દુકાન કરિયાણાની હતી, એટલે તેમની! દુકાનમાં ઘરાકી પુષ્કળ રહેતી.
પંદરેક દિવસ થયા હશે, ત્યાં રશ્મિ! એ નોટિસ કર્યું કે, તે! આવે છે ત્યારે એક યુવાન! સામેની દુકાનમાં બેસવા આવે છે. એકવાર રશ્મિ! એ તેના અંકલ! ને વાતો વાતો માં પૂછ્યું કે, આ કોમ્પલેક્ષ બહું મોટું છે, નહીં? એટલે તેના અંકલે! કહ્યું હા, તેનો બિલ્ડરનું કામ ચાલે છે, અને એક યુવાન! એન્જિનિયરને તેની દેખરેખ રાખવા મૂક્યો છે, તે કદાચ જોયો હશે, એટલે રશ્મિ! એ કહ્યું હું! આવું છું ત્યારે લગભગ કોઈ યુવાન! સામેની દુકાનમાં બેઠો હોય છે, હા, એજ, સારું હું! નીકળું મારે! હજુ બે ત્રણ કામ પણ છે, હા, અંકલ.
રશ્મિ! ને પણ તે યુવાન! ગમવા લાગ્યો પણ કોઈ દિવસ એની સામે જોયું નથી, પણ એ રોજ તેને! જોવા આવે છે, તે કળી લીધું, તે યુવાન! પણ ઓછું બોલનારો કોઈ દિવસ તેનો અવાજ બહાર સુધી આવતો નહીં, ઘણીવાર દુકાનમાં ઘણા છોકરા! ભેગા થતાં, સામેની દુકાનમાં પણ એક યુવાન! જ ચલાવતો હતો, એટલે ઘણી વાર બધા ગપ્પાં મારવા આવતાં, ઘણા યુવાનો! રશ્મિ! સામે જોતાં પણ રશ્મિ! તો ટીવી સામે જોઈ રહેતી. જ્યારે ત્યાં યુવકો! ની ભીડ જમા થાય ત્યારે રશ્મિ! કંટાળી જતી હતી, ના જોવું હોય તો પણ ટીવી સામે જોવું પડતું બહાર તો જોવાય નહિ, નહિ તો બધાને એમ થાય કે, આ છોકરી! અમારી! સામે જોઈ રહી છે. લગભગ એક કલાકમાં તો રશ્મિ! કંટાળી જતી, પણ હવે, તેના અંકલ! ને એવું ન કહી શકે, કે અંકલ! આ છોકરા! ઓને લીધે હું! નહિ આવું. રોજ તો બધા નથી આવતાં એટલે સહન કરવું સારું એમ વિચારી રશ્મિ! ચૂપ રહી કદાચ પેલો યુવાન! તેને! પણ પસંદ હતો.
ક્યારેય એક બીજા સાથે વાત નથી કરી, છતાં બંને! એકબીજાને પસંદ કરતા હતાં. નવરાત્રીના દિવસે તે યુવાન! તેની પત્ની! સાથે દેખાયો. પણ રશ્મિ! ને જરાય ખરાબ ન લાગ્યું, ઉલટાનું તે યુવાન! ના બાબાને રમાડવા ઉભી રહી. નવરાત્રી પૂરી થઈ ગઈ. આજે અચાનક કોઈ એ તેને ફોન કર્યો, બે કર્યો રશ્મિ! એ ઉપાડ્યો પણ કટ કરી નાંખ્યો, થોડી વાર પછી તે યુવાન! રશ્મિ! ની દુકાને પેનની ખરીદી કરવાં આવ્યો, રશ્મિ! તો '' શરમથી પાણી પાણી પાણી થઈ ગઈ '' તે યુવાન! પેન લઈ જતો રહ્યો. સાંજે તેના અંકલ! આવ્યા અને રશ્મિ! નીકળી ગઈ, પણ મગજમાં એક જ વિચાર કેમ આવ્યો હશે, મારું કામ હશે? કદાચ ફોન કરનાર આ જ તો નહિ હોય ને?
સવારે જ્યારે રશ્મિ! દુકાન પર આવી ત્યારે તેનાં અંકલે! કહ્યું પેલા એન્જિનિયરનું કામ પતી ગયુ એટલે સવારે મને! મળવા આવ્યો હતો, ઘણો સીધો છોકરો હતો, રશ્મિ! એ હા મા હા મિલાવી, પછી તો રશ્મિ! ની કોલેજ ચાલુ થઈ ગઈ એટલે હવે, તે! દુકાન આવતી નથી.
એક કશિશ હોય છે, એવું આકર્ષણ જેને કોઈ સમજી શકતુ નથી, અને આ આકર્ષણ સહજ હોય છે, ઘણી વાર આકર્ષણને પ્રેમ માની લઈ લગ્ન કરી લેતાં જ્યારે આકર્ષણ ઓછું થઈ જાય છે, ત્યારે ઘણા કપલો અમે ભૂલ કરી એવું કબુલ કરતાં હોય છે, અને ઘણાં કપલો! તો છુટાછેડા લઈ લેતાં જોવા મળે છે.
એક બીજો દાખલા આપવાં માંગીશ. જેમાં સહજ આકર્ષણને પ્રેમ સમજી એક યુવતી એ પોતાનું જીવન બરબાદ કરી નાખ્યું.
રીમા! સેલ્સ ગર્લ હતી, તેની સાથે કામ કરતાં પિયુષ! બહું સ્માર્ટ છોકરો હતો, એ પણ સેલ્સ મેન હતો, રીમા! પોતાના કામ થી મતલબ હતો, તે ક્યારેય પિયુષ! સામે જોતી નહીં. પિયુષ!નો દેખાવ સારો હોવાથી ભલ ભલી યુવતી!ઓ તેને! પસંદ કરતી, રીમા! પણ આકર્ષક તો હતી જ.
રોજ રોજની મુલાકાતે બંને! ને સારા મિત્રો બની ગયા. એકદિવસ પિયુષ! એ કહ્યું મારી સગાઈ છે, તો રીમા! ખુશ થઈ તેને અભિનંદન આપ્યા અને તેના! માટે સરસ ગીફ્ટ પણ લઈ આવી રીમા! ને તો પિયુષ! તેનો ખાસ મિત્ર બની ગયો હતો, રાત્રે પણ ઘણી વાર મેસેજ થી વાત પણ કરતી, આમ થોડાક સમયમાં પિયુષ! ની વાઈફ! ને શ્રીમંતનો પ્રસંગ આવ્યો અને તે પિયર ચાલી ગઈ, અને પિયુષ! નું વર્તન બદલાઈ ગયું. તે રીમા! સાથે અજીબ વર્તન કરવા લાગ્યો લગભગ આઠ વર્ષથી તેમની! મિત્રતા હતી, પણ આજે પિયુષ! નુ વર્તન અલગ જોવા મળ્યું, પિયુષે! રીમા! ને ફોન કરવાનુ ચાલુ કર્યું અને તુકારી ને બોલાવવા લાગ્યો, સાચું પૂછો તો રીમા! ને પણ તું! શબ્દ ગમવાં લાગ્યો, અજાણ રીમા! ને સ્વપ્ને ય ખ્યાલ નહોતો કે, પિયુષ! તેની સાથે ટાઈમ પાસ કરે છે, ભોળી રીમા! તેને દિલ દઈ બેઠી, ઘણી વખત રીમા! ને બહાર મળવાનું કહેતો પણ સમયના અભાવે બંને! મળી નહોતાં શકતાં. આમને આમ એક વર્ષ વીતી ગયું અને પિયુષ! ની વાઇફ ઘરે આવી ગઈ,બસ, ફરીથી પિયુષ! ના તેવર બદલાઈ ગયાં અને રીમા! ના દુઃખના દિવસો ચાલુ થયા. પિયુષે! નોકરી છોડી બીજી જગ્યાએ નોકરી કરવાં લાગ્યો જ્યાં પગાર પણ સારો હતો, રીમા! તેને રોજ મેસેજ કરે ચાર મેસેજ કરે ત્યારે માંડ એકવાર જવાબ આપે નહીં તો આખી રાત પિયુષ! ના મેસેજની રાહ મા આખી રાત નીકળી જાય. છ મહિના સુધી તેણે રોજ મેસેજ કર્યો પણ પિયુષ! ને હવે, કોઇ ફરક નહોતો પડતો, આજે રીમા! એ ફેંસલો લઈ લીધો હવે, ક્યારેય કોઈ પુરુષ! પર વિશ્વાસ નહીં કરું અને આ જીવન કુંવારી રહીશ, જોયું આ એક આકર્ષણ કેટલાકને જિંદગીમાં રસ નથી હોતો.
કશિશ એટલે કે, આકર્ષણ જે ઉંમર સાથે કોઈ નિસ્બત નથી હોતી, એકબીજાના શોખ એકબીજાને પોતાના તરફ આકર્ષિત કરે છે, તે વિજ્ઞાને સાબિત કર્યુ છે, એટલે જ્યારે કોઈ વ્યક્તિ એક બીજા પ્રત્યે આકર્ષિત થાય તો તેને ખોટા સાબિત ન કરો, આતો કુદરતી ક્રમ છે, બંને વ્યક્તિ એક બીજા પ્રત્યે એટલાં માટે આકર્ષિત થાય છે, કે તે લોકો! નો સ્વભાવ એક હોય છે, તમે માર્ક કરજો તો વધુ અંદાજ આવી જશે, ખ્યાલ એટલો રાખવાનો કે, પિયુષ! જેવા છોકરા! કોઈની જીંદગી બરબાદ ન કરે.
✍️✍️ ઈલા રાઠોડ ✍️✍️
Comments
Post a Comment