ગેરસમજ


         '' ટીપ ટીપ બરસા પાની '' આ કડી ગુનગુનાવી રહી હતી ત્યાં જ રાકેશ! છુપકે થી આવી પીન્કી! ને બાહોમા લઈ લીધી, રાકેશ! આ મસ્તી કરવાનો ટાઈમ નથી, જો જરા હમણાં કોઈ આવી જશે તો?  એમાં શું નવાઈ છે, બધાને ખબર છે કે, આપણે જીવન સાથી બધવાના છીએ, પછી શું ડરવાનું? બહું સારું હો.. ચલ હવે, આ વરસાદના ઝાપટાથી આખા ઘરને ગંદુ કરી દીધું છે, એટલે મારે! સફાઈ કરવી પડશે. કાલે કોલેજ જઈએ ત્યારે આ અટકચાળા કરજે, અને પીન્કી! સફાઈ કરવાં લાગી, અને રાકેશ! તેના ઘરે આવી ગયો. 
   બંને! ના ઘર સામ સામે હતા, અને બંને! ના મમ્મી પપ્પા! વચ્ચે સારી દોસ્તી હતી, દોસ્તી રીસ્તેદારી માં બદલાઈ તેવું ચારેય! જણા ઈચ્છતા હતા, છતાં તે વાત જ્યાં સુધી રાકેશ! અને પીન્કી! ના કરે ત્યાં સુધી મોન રહેવાનું ચારેયે! નક્કી કર્યું હતું. 
     કોલેજ માં સાથે ઘરે આવે ત્યારે પણ એકબીજાને જુવે એટલે સ્વાભાવિક રીતે જ પ્રેમનાં અંકુર ફૂટવાનાં જ હતાં અને ફૂટયાં પણ ખરા, પણ આ ચારેય જણા! એ થોડું નાટક કર્યું નહીં માનવાનું, પણ આતો પ્રેમની વાત હોય ત્યાં ભલભલા પીગળી જાય છે, અને આતો નાટક હતું, એટલે એન્ડ તો સારો જ આવવાનો હતો... 
       બસ, આ રીતે એમની! પ્રેમ કહાની શરૂ થઈ, કોલેજના ત્રણ વર્ષ આમ પુરા થઈ ગયા. ઘણી વાર બંને! જણા ઝઘડે અને તે બંને! ના માતા પિતા! સમજાવી બંને! વચ્ચે સુલેહ કરાવતા, બંને! ના માતા પિતા! એવી ઈચ્છા હતી કે, રાકેશ! ને સારી જોબ મળે પછી જ બંને! ના લગ્ન કરાવીશું, રાકેશ! ને તો ઉતાવળ હતી, લગ્નની પણ માતાપિતા! ની ઈચ્છા હોય એટલે ન ચાહી ને નોકરી મેળવવા પરીક્ષા આપવી પડે, પીન્કી! ને કોઈ ઉતાવળ ન હતી, તે! પણ ઈચ્છતી હતી, રાકેશ! પોતાના '' પગ પર ઉભો રહે.'' 
     રાકેશ! હવે, નોકરી મેળવવા મહેનત કરવા લાગ્યો, પણ રવિવારે બંને! જણા લોન્ગ ડ્રાઈવ પર નીકળી પડતાં, બંને! ની સગાઈ તો ઘરવાળાઓએ કરી નાંખી હતી એટલે કોઈ રોકટાક હતી નહીં, ગમે તે ટાઈમે તે લોકો આવતા હતા. આમ ને આમ એક વર્ષ વીતી ગયું, પણ રાકેશ! ને સફળતા મળતી નહીં અને હજુ વધારે મેહનત કરવા તેના! અને પીન્કી! ના મમ્મી પપ્પા! ની ઈચ્છા હતી, એટલે ભાઇ સાહેબ! શું બોલે નોકરી તો લેવી જ રહી અને પરીક્ષા આપવા ફરીથી તૈયારી કરવા લાગી ગયો. 
    તેવામાં પીન્કી! નો માનેલો ભાઈ! ઘણા વર્ષો પછી ભારત આવે છે, તેની જાણ તે પીન્કી! ને નથી કરતો. નાની હતી ત્યારે પીન્કી! એ તેને રાખડી બાંધી હતી, પછી તો અરમાન! તેના માતાપિતા! સાથે વિદેશ જતો રહ્યો અને અહીં પીન્કી! પણ ધીરે ધીરે તેને ભૂલવા લાગી હતી. અરમાન! ને પણ એવું જ હતું. સમય ક્યાં જાય છે, આજે અરમાન! અને પિન્કી! લગ્નની ઊંમરે પહોંચી ગયા હતા, અરમાને! પણ છોકરી પસંદ કરી લીધી હતી. અરમાન! અને પીન્કી! બંને! ના કોન્ટેક્ટ નંબર હતાં, છતાં કોઇ દિવસ બંને! એ એકબીજા! સાથે વાત નહોતી કરી, શરું શરું મા વાત થતી પણ દૂર ગયા પછી વાતચીત પર પૂર્ણવિરામ આવી ગયો હતો. બંને! પોતપોતાની લાઇફમાં સેટ થઈ ગયા હતા.   
   આજે અચાનક તેનો અરમાન! નો મેસેજ આવે છે, હાઈ ડીયર કેમ છે? પીન્કી! મેસેજ જોઈ શોક થઈ જાય છે, આટલા વર્ષો પછી અરમાને! મેસેજ કરી પીન્કી! ને બચપણના એ દિવસો યાદ આવી જાય છે, હાઈ.. આટલા વર્ષો પછી મારી! યાદ આવી તને? હા.. ઘરમાં મમ્મી પપ્પા! મજામાં? હા, બસ મજામાં છે, તારા મમ્મી પપ્પા! મજામાં? હા, તે પણ મજામાં છે, હવે તો તું બહું મોટો થઈ ગયો હોઈશ ને? અને તું! પણ રાઈટ? હા, તું! સાચું બોલ્યો, ઓકે આ બધી વાતો ફોન પર કરીશ કે, મળવા આવીશ? પીન્કી! ફરીથી શોક! શું વાત કરે છે, તું! ઈન્ડિયા મા છે?? અરમાને! હસીને કહ્યું હા, મેડમ! અમે ઇન્ડિયા માં છીએ, ક્યાં છે, જલદી કહે હું! આવી જાઉ. અરમાને! એડ્રેસ આપ્યું અને કહ્યું જલદી આવજે મારી ફ્લાઇટ ઈન્ડિયા રોકાઈ ગઈ છે, કોઈ કારણસર ઓકે, પીન્કી! કોઈ ને કહ્યાં વગર ફટાફટ અરમાન! ને મળવા જાય છે. 
   અરમાને! કહ્યું હતું હું! આ જગ્યાએ વ્હાઇટ જીન્સ અને બ્લ્યૂ શર્ટ માં હોઈશ, પીન્કી! કહ્યું હું! વ્હાઇટ અને બ્લ્યૂ ડ્રેસ માં હોઈશ. બંને! એકબીજાને ઓળખી લીધાં. ત્યાં જાહેરાત થઈ કે, હજુ બે કલાક પછી ફ્લાઇટ ઉપડશે. ચાલો સારું થયું આપણને એકબીજા સાથે સમય વિતાવવા મળશે, એમ કહી બંને! એક રેસ્ટોરન્ટમાં નાસ્તો કરવા ગયાં. 
   અરમાન! તું! તો ખૂબ હેન્ડસમ થઈ ગયો કોઈ છોકરી! પસંદ કરી કે નહીં? હા, કરી છે, અને સગાઈ પણ થઈ ગઈ છે, અને તે? અરે, આપણે બંને! નું સરખું જ છે, મારી! પણ સગાઈ થઈ ગઈ છે, અને બંને! હસી પડ્યા. 
   કેમ ક્યાં જઈ રહ્યો હતો? યાર કંપનીના કામે જતો હતો, પણ ફ્લાઇટ ઈન્ડિયા રોકાઈ તો મને થયું એ બહાને તને! મળી લઉ. સારું કર્યું બાળપણના દિવસો તાજા થઈ ગયા. ઘણી બધી વાતો કરી, પીન્કી! કહ્યું છેક આટલે આવ્યો છે તો મમ્મી પપ્પા! ને મળતો જા ને, સાચું કહું તો ફ્લાઇટના કોઈ ઠેકાણા નથી, એટલે બહાર ન નીકળાય પણ તું! ચિંતા ન કર હવે, કંપનીના કામ મા ઈન્ડિયાની મુલાકાત થતી રહેશે, બીજી વાર આવીશ તો જરૂર તારા મમ્મી પપ્પાને! મળીશ. 
   બોલ બીજી શું છે તારા જીવનમાં નવા જૂની બસ, કંઈ નહીં હાલ નવી જોબ મળી છે, તે પણ જુદા - જુદા દેશોમાં ફરવું પડે છે અને હવે, સગાઈ પણ થઈ ગઈ એટલે જીમ્મેદારી પણ ખરી ને? હા, એતો છે, તારા જીવનમાં? આપણું સરખું જ છે, સગાઈ થઈ ગઈ પણ અરમાન! ને નોકરી ન મળે ત્યાં સુધી લગ્ન નથી કરવા એકવાર મને! જોબ ન મળે તો ચાલે પણ છોકરાએ તો જોબ કરવી જ રહી, હા, યાર! તારી વાત એકદમ સાચી અમારે તો જોબ કર્યા વગર ન જ ચાલે. વાત વાતમાં એ વાત રહી જ ગઈ કે, મારે પ્રિયા! માટે કંઈક લેવું છે અહીં ઈન્ડિયન ડ્રેસ મળશે? હા, હજુ ટાઈમ છે, તો તું! મારી ગાડીમાં બેસી જા હું! તને! મસ્ત ડ્રેસ લેવા લઈ જાવ અને બંને! ગાડીમાં એક મૉલ માં આવ્યા, એ વખતે રાકેશ! પેન ખરીદવા તેજ મૉલ માં દાખલ થયો, જેવો પેન ખરીદી બહાર નીકળતો હતો ત્યાં જ આ બંને! ને જોયા. અરમાન! ને આશ્ચર્યની દૃષ્ટિએ જોઈ રહ્યો. પીન્કી આટલે દૂર કેમ આવી છે અને તેની સાથે આ હેન્ડસમ છોકરો કોણ છે? તે! બંને! ની પાછળ પાછળ ગયો. બન્યું એવું કે, ડ્રેસની સાઇઝ ચેક કરવા માટે પીન્કી એ તે ડ્રેસ પહેરી જોયો. આ બધું રાકેશે! જોયું અને તે! મૉલની બહાર નીકળી ગયો, ત્યાં આ બંને ડ્રેસ ખરીદી ફટાફટ ગાડીમાં બેસી ગયા. ગાડી વધારે ઝડપથી ચલાવતા રાકેશ! હજુ ગાડી ચાલુ કરે તે પહેલા આ બંને! ક્યાં ગયા તેની રાકેશ! ને ખબર ન પડી એટલે તે! પાછો તેના! ઘર તરફ ગાડી હાંકી દીધી. આ બાજુ ફ્લાઈટ ઉપડવાની તૈયારી મા જ હતી એટલે ઝડપથી અરમાન! ડ્રેસ લીધા વિના ફ્લાઇટ મા બેસી ગયો પીન્કી! ને યાદ આવ્યું કે, અરમાન! ડ્રેસ લેવાનું તો ભૂલી ગયો હવે, અંદર તો જઈ ન શકાય. બધા દરવાજા બંધ થઈ ગયા હતા અને ફ્લાઇટ ઉપડી રહ્યું હતું, પીન્કી! નિસાસો નાંખી ત્યાં થી જતી રહી.  
   એ હતાશ થઈ ઘરે આવી. થોડી બેચેન લાગતી હતી, ત્યાં જ રાકેશ! આવ્યો ક્યાં જઈ આવી? તે! જવાબ આપ્યા વગર ચાલી ગઈ, કદાચ વર્તન પહેલી વખત કર્યું હશે, પીન્કી! નો મૂડ ઓફ હતો, આટલા પ્રેમ થી ડ્રેસ લીધો હતો અને હું! આપવાની ભૂલી ગઈ તેથી તેના જ વિચારોમાં ખોવાયેલી હોવાથી પીન્કી! એ આવું વર્તન કર્યું હશે, અને ભાઈ સાહેબે! ન જોવાનું જોઈ લીધુ અને જોવાનું ન જોયું બસ, પછી તો બંને! વચ્ચે તિરાડ પડવાની જ હતી, અને પડી ગઈ. 
   રાકેશ! ને એવું લાગવા માંડ્યું કે, પેલો હેન્ડસમ! પીન્કી! ને પટાવી ગયો એટલે રાકેશ! નું વર્તન પીન્કી! પ્રત્યે બદલાઈ ગયું હતું. પીન્કી! જોડે સરખી રીતે વાત પણ નહોતો કરતો. પીન્કી! ને મનમાં એમ છે કે, જોબ ન મળવાના કારણે રાકેશ! અપશેટ છે, એટલે બહું ધ્યાન મા ન લીધું. 
   અઠવાડિયા પછી પણ રાકેશ! નું વર્તન બદલાયું નહિ તો પીન્કી! એ પૂછ્યું કેમ મારી! સાથે સરખીરીતે વાત નથી કરતો શું થયું? કંઈ નહીં બસ, મારે! વાંચવામાં ધ્યાન આપવું છે, એમ કહી ચાલ્યો ગયો પીન્કી! ને પણ થયું હાલ તેને! વાંચવા દેવો જોઈએ. 
   એક મહિના પછી અરમાને ફોન કર્યો કે, પેલો ડ્રેસ તું! મને આપી જઈશ પ્લીઝ! અરે, એમાં શું પ્લીઝ મારા! લીધે તું! ડ્રેસ ભૂલી ગયો ત્યાં રાહ જો હમણાં આપી જઉં અને ફટાફટ ગાડીમાં નીકળી ગઈ આ વખતે રીતસર રાકેશે! તેનો! પીછો કર્યો અને જોયું તો પેલો હેન્ડસમ યુવક! ની સાથે પીન્કી! હસી હસીને વાતો કરતી હતી. રાકેશે! જાણ્યા સમજ્યા વગર એક ફેંસલો લઈ લીધો. 
    બીજા દિવસે રાકેશ! પીન્કી! ના ઘરે આવી બધાની વચ્ચે પીન્કી! એ પહેરાવેલી રીંગ તેને પાછી આપી દીધી હવે, તું! આપણા સંબંધથી આઝાદ છે, એમ કહી ચાલ્યો ગયો પીન્કી! પાછળ પાછળ ગઈ પણ તેણે! વાત કરવાનુ પણ મંજુર ન હતું, એટલે પીન્કી! હતાશ થઈ પાછી આવી. કેટલીય રાતો તે જાગતી રહી અને વિચારતી રહી એવું તો શું થયું હશે કે, આટલા વર્ષો પછી સગાઈ તોડી નાંખી? 
     બંને! જણા બેવફાઈની આગમાં જલી રહ્યા છે, આટલી નાની વાત કદાચ સામે બેસી ને સુલજાવી શક્યા હોત, પણ પ્રેમ આંધળો જ હોય છે, એકબીજાના પ્રેમમાં એ પણ ભૂલી જાય છે કે, બીજો પુરુષ! પ્રેમી કરતાં એક ભાઈ કે, મિત્ર હોઈ શકે છે.. 
      બંને! ના મમ્મી પપ્પા! ચાહીને પણ તેમને સમજાવી નથી શકતાં. 
      બંને! ની ઉંમર વધતી જાય છે, કમને રાકેશ! મમ્મી પપ્પા! તેને માટે એક છોકરી! પસંદ કરે છે, અને રાકેશ! પણ સહમતિ આપી દે છે, રાકેશ! તો ગલતફ્રેમીનો શિકાર બને છે, પણ પીન્કી! ને એ વાતની પણ ખબર નથી કે, રાકેશ! ના મનમાં શું ચાલી રહ્યું છે? પીન્કી! વગર વાંકે પીસાઈ રહી હતી. રાકેશ! અને પેલી છોકરી! ની સગાઈની તારીખ નક્કી થઈ રહી હતી, અને પીન્કી! તમાશો જોઈ રહી હતી, અને મનમાં ને મનમાં ભગવાન ને વિનવી રહી હતી કે, તું! સાચુ શું છે, જાણે છે, તો સચ્ચાઈ સામે લાવ અને અમને ઉગારી લે.. 
      તેજ ઘડીએ અરમાન! નો ફોન આવે છે કે, તારા ઘરનું એડ્રેસ આપ હું! અને નેહા! તારા ઘરે આવીએ છીએ.. વાહ! ભાભી સાથે આવે છે? મસ્ત ન્યૂઝ આપ્યા. જરૂર લખ.. અને એડ્રેસ આપી બધાની વચ્ચે પીન્કી! બોલી ખબર છે, મમ્મી! તને હું! નાની હતી અને જેને મેં! રાખડી બાંધી હતી તે અરમાન! તેની મંગેતર સાથે ઈન્ડિયા આવ્યો છે એટલે હું! તેને એરપોર્ટ લેવા જાઉં છું. હા, સારું લઈ આવ. ત્યાં રાકેશે! બધું સાંભળી લીધું અને પીન્કી! ની નજીક આવી બોલ્યો આ અરમાન! કોણ છે? હવે, તમારે! જાણીને શું કામ છે? એમ કહી કશું કીધા વગર પીન્કી! એરપોર્ટ પર તે બંને! ને લેવા નીકળી ગઈ. રાકેશ! પણ તેની! પાછળ પાછળ ગયો તેને! અણસાર આવી ગયો હતો કે, તેણે! કેટલી મોટી ભૂલ કરી હતી. રાકેશે! તેના પપ્પા! ને બધી વાત કરતા કહ્યું પપ્પા! હું! એક પાપ કરવા જઈ રહ્યો હતો, પણ ઈશ્વરની કૃપાથી બધી હકીકત સામે આવી ગઈ છે, છોકરીવાળા! ની માફી માંગી લેજો એમ કહી ફોન કટ કર્યો. 
   રાકેશ! ના પપ્પા! ને ઘણી શરમ આવતી હતી એટલે નીચું જોઈ છોકરી! વાળાને હ્રદય પૂર્વક માફી માંગી એટલે છોકરી! વાળા એ કહ્યું સારુ થયું પહેલેથી અમને ખબર પડી નહીં તો અમારી છોકરી! નો ભવ બગડત એમ કહી નમસ્તે કહી જતાં રહ્યાં. બંને! ના માતાપિતા! વિચારી રહ્યાં હતાં કશું સમજાયું નથી આ બધું શું થઈ રહ્યું છે?? 
   રાકેશ! પીન્કી! પાછળ જઈ રહ્યો હતો, એરપોર્ટ આવ્યું એટલે પીન્કી! ગાડી પાર્ક કરી અંદર ગઈ થોડી વાર પછી પેલો હેન્ડસમ છોકરો! જે પીન્કી! ને પહેલાં પણ મળવા આવ્યો હતો આજે તે! કોઈ છોકરી! સાથે હતો, બસ, બધી વાતો રાકેશ! ને સમજાય ગઈ અને તે! પાછો ઘર તરફ નીકળી ગયો. રસ્તામાં આવતા તેને પોતાની જાત પ્રત્યે નફરત થવા લાગી, પીન્કી! જેવી છોકરી માટે મારા! મનમાં ખરાબ વિચારો આવ્યાં અને બીજે સગાઈ કરવા તૈયાર થઈ ગયો તે! પોતાની જાતને ક્યારેય માફ નહીં કરી શકે. 
   આ બાજુ પીન્કી! આ બંને! ને ઘરે લાવી અને ઓળખાણ કરાવી બધા! વર્ષો પછી મળ્યા ત્યારે એક આનંદની લાગણી છવાઈ ગઈ. 
   પછી, રાકેશ! ના ઘરે સન્નાટો જોઈ પીન્કી! એ પૂછ્યું બધા મહેમાનો ક્યાં ગયાં? કેમ કોઈ દેખાતું નથી? ત્યારે રાકેશ! ના પપ્પા! એ ફોડ પાડયો કે, રાકેશે! સગાઈ નથી કરી અને ક્યાં જતો રહ્યો કોઈને કંઈ કીધા વગર પણ મને ફોન કરીને કહ્યું છોકરીવાળા! ની માફી માંગી લેજો આગળ કંઈ પૂછુ તે પહેલાં ફોન સ્વીચ ઓફ કરી નાંખ્યો. ક્યાં ગયો હશે? કેમ આવું કર્યું હશે? બધા ટેન્શન માં આવી ગયા હતા. 
      અરમાન! કહે અમે નીકળીએ ખાસ અંકલ આંન્ટી! ને મળવા આવ્યા હતા, હોતું હશે આમ જમ્યા વગર થોડું જવાય ના યાર! પછી ક્યારેક આવીશું હજુ અમારે! અમદાવાદ આના! અંકલ! ને ત્યાં જવાનું છે અને પાછું કાલે જોબ પર સોરી! ખોટુ ન લગાડતી ના,..ના,.. એમાં શેનું ખોટુ ભાઈ! સાથે આવું હોય જ નહિ, ઊભો રહે પેલો ડ્રેસ લેતો જા અને ડ્રેસ લેવા અંદર ગઈ ત્યાં જ રાકેશ! આવી પહોંચ્યો, ડ્રેસ પીન્કી! હાથ માં જોઈ ડઘાઈ ગયો આ ડ્રેસ તો અરમાન! તેની ફીયાન્સ! માટે લાવ્યો હતો. જેવી પીન્કી! બહાર આવી રાકેશ! તેના! પગમાં પડી ગયો આ શું કરે છે? શું થયું? આમ પીન્કી! પણ ડઘાઈ ગઈ. રાકેશે! કહ્યું મારા! પાપનું પ્રાયશ્ચિત એટલે? પીન્કી! આશ્ચર્યજનક પૂછ્યું. ત્યારે બધી વાત પીન્કી! આગળ રાકેશે! રજુ કરી. 
   પીન્કી! અવાક થઈ બધું સાંભળી રહી રાકેશ! ને અટકાવતા બોલી બસ, આગળ મારે કશું નથી સાંભળવું ચાલો તમને લોકો! ને એરપોર્ટ મૂકી જઉં, રસ્તા મા અરમાને! પીન્કી! ને કહ્યું જો પીન્કી! રાકેશે! કર્યું તે બહું જ ખરાબ કર્યું છે, પરંતુ પાછલી જીંદગીનો વિચાર કરી નિર્ણય લેજે, આટલા વર્ષોનો પ્રેમ ને અવગણી ખોટો નિર્ણય ન લેતી પીન્કી! ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. હું! તેને માફ નહીં કરી શકું તેણે! મારા પર શંકા કરી છે અને ભવિષ્યમાં કોઈ ગેરન્ટી ખરી કે, તેનો આ શંકાશીલ સ્વભાવ બદલાઈ? એટલે હું! મક્કમતા પૂર્વક તેની! સાથે જીંદગી નહિ વીતાવી શકું, વાત તો તે! સાચી કીધી શંકાશીલ સ્વભાવ ક્યારેય નથી બદલાતો છતાં શાંતિ થી વિચાર કરી નિર્ણય લેજે. Take care. અને બંને! ફ્લાઇટ મા બેસી ગયા. 
   પીન્કી! બંને! ને મૂકી ઘરે આવી તેની આંખો લાલઘૂમ હતી તેના! મમ્મી પપ્પા! સમજી ગયા કે, પીન્કી! બહું રડી છે, એટલે બંને! માંથી કોઈ એ કંઈ પૂછ્યું નહિ. 
     પીન્કી! કશું જમ્યા વગર સૂઈ ગઈ સવારે આંખો તેની ખૂબજ ભારે હતી, તેના મમ્મી પપ્પા! ને જાણ હતી કે, પીન્કી! આખી રાત રડી છે, પણ પૂછવાની હિમ્મત કોઈ એ નથી કરી. 
    આ બાજુ રાકેશ! પણ આખી રાત જાગતો હતો શું કરવું તેને! સમજાતું નથી. પીન્કી! તેને માફ નહીં કરે તો? બીજે લગ્નની સહમતિ આપી દેશે તો? આ વિચારે તેને! સૂવા દીધો નહિ. 
    અને સાચ્ચે જ પીન્કી! એ નિર્ણય કરી લીધો અને તેના માતાપિતા! ને કહ્યું કે, મારી માટે સારો મુરતિયો શોધે હું! લગ્ન કરવા તૈયાર છું. તેના માતાપિતા! બધીજ વાત થી વાકેફ હતા, એટલે કહી કહેવાનો તો કોઈ પ્રશ્ન જ ન હોતો. 
    રાકેશ! એ ઘણું સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ પીન્કી! એ તેની સામે જોયું પણ નહીં. 
    આટલી મોટી ગફલત થી વર્ષો જુના પ્રેમનો અંત આવી ગયો અને બંને! ના માતાપિતા! બસ જોઈ મૌન રહ્યાં. 
    જીવનમાં આવી ગફલત ન થાય તેના માટે ખુલ્લા હોવું ખુબ જરૂરી છે, નાની અમથી વાત પણ એકમેકને કહેવી જોઈએ. પીન્કી! મોટી ગંભીર ભૂલ કરી છે, તેણે રાકેશ! ને જાણ કરવી જોઈતી હતી, આવી નાની લાગતી ભૂલ પાછળ થી બહું મોટું પરિણામ લાવે છે, અને તે ઘડીએ જ આપણે ચાહતા હોવા છતાં કશું નથી બોલી શકતાં.. 
      
     

Comments

Post a Comment

Popular posts from this blog

મનોમંથન

જીવન કલા

પુસ્તકોની આત્મહત્યાઆ