તાજમહેલ
તાજમહેલ પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે, અને એટલે જ પ્રેમનાં પ્રતિકને વઘારે સમજાવવા જ આ ફોટો પસંદ કર્યો છે.
પ્રેમ એક પાવન અનુભૂતિ છે, એને કોઈ જાતિ કે, કોઈ ધર્મ સાથે કોઈ સંબંધ નથી હોતો, એતો એક નિર્મળ ઝરણાંની જેમ વહ્યાં જ કરે છે.
આજે એવા પ્રેમની વાત કરવા જઈ રહી છું, કે, આપણા! સમાજના લોકો! એ જ આ નિર્મળ પ્રેમને શૂલી પર ચઢાવી દીધો.
પાવન! અને પ્રિતી! નો પ્રેમ અતિ નિર્મળ હતો. પ્રિતી એક મુસ્લિમ! સમાજની યુવતી! છે, અને પાવન! હિન્દુ! સમાજનો યુવાન! છે. બંને! સાથે કોલેજ કરતાં. પ્રિતી! હંમેશા બુરખો પહેરીને કોલેજમાં આવતી એટલે પાવને! તેનો ચહેરો ક્યારેય જોયો ન હતો, છતાં પ્રિતી! તેને ખૂબ ગમતી ઘણીવાર તે! પ્રિતી! ની નોટ્સ માંગતો જ્યારે તે! કોલેજ ન આવ્યો હોય. કદાચ પ્રીતિ! ને પણ પાવન! પસંદ હતો. જોતજોતામાં કોલેજના 2 વર્ષ પૂરા થઈ ગયા અને વેકેશન પડી ગયું બંને! ડૉક્ટર બનવા તૈયાર થઈ રહ્યાં હતાં. બંને! ની એક્ઝામ માં સારા માર્કસ લાવતાં હતાં એટલે ડૉ. તેઓ આસાનીથી બની જશે તેવો બંને! ને વિશ્વાસ હતો.
પ્રિતી! ના સમાજમાં છોકરી! ઓને બહાર નીકળે ત્યારે બુરખામાં જ નીકળવું પડતું બધી! જ્ઞાતિ! ના રુલ્સ અલગ અલગ હોય છે. તે સ્વીકારી બધા! એ ચાલવાનું હોય છે, તે સારી બાબત છે, અને નિયમોને અનુસરવું જોઈએ તો જેતે સમાજનું માન જળવાઈ રહે છે. પ્રિતી! આ નિયમોનું પાલન કરતી હતી. પ્રિતી! એક રહીશ ઘરમાંથી આવતી હતી, તેના પપ્પા! સફળ ઉદ્યોગપતિ હતા. મુસ્લીમ સમાજમાં તેમનું! ખૂબ માન હતું, જ્યારે પાવન! ના પપ્પા! સામાન્ય નોકરી કરતાં હતાં. પાવન! અને તેના! મમ્મી પપ્પા! આ ત્રણ જણનું કુટુંબ અત્યંત સુખેથી જીવતાં હતાં. પાવન! ની ફી ભરવાની હોય એટલે તેના પપ્પા મમ્મી! ઘણી કરકસર કરતાં પણ પાવન! આ વાતનો અણસાર સુધ્ધાં આવવા દેતાં નહીં. પાવન! ને પોતાની ઘરની સ્થિતિ ખબર હતી, એટલે તે! પણ પૈસો ગમે ત્યાં ઉડાવતો નહીં.
આજે કોલેજનો પહેલો દિવસ હતો. વેકેશનમાં સૌએ મજા કરી હવે, પાછું ભણવાનું એવું બધા! ના મોંઢે આવતું હતું, પણ પ્રિતી! અને પાવન! તો ખુશ થયા કોલેજ માં આવવાનું બંને! ને જાણે વધારે ગમતું હોય તેમ લાગતું હતું. મહિના પછી કોલેજ માંથી એક ટુરનું આયોજન થયું અને બધા! એ ફરજિયાત આવવાનું છે, તેવો આદેશ! પ્રિન્સિપાલ તરફથી હતો, હવે, ના પાડવું અશક્ય લાગ્યું. પાવન! ની ઘરની પરિસ્થિતિ પ્રિતી! થી અજાણ ન હતી, એટલે પાવન! ની ફી ભરવાનું તેણે! નક્કી કર્યું અને પાવન! ને પૂછ્યા વગર ફી ભરી આવી. પાવન! ના પપ્પાને! ખબર પડી કે, પાવનને! કોલેજ માંથી ટુરનું આયોજન કરવામાં આવ્યું છે, અને ફરજિયાત બધા! એ જવાનું હોવાથી તેના! પપ્પા! વ્યાજવા પૈસા લઈને પાવન! ને આપ્યા અને કહ્યું જા આ પૈસા તારી કોલેજમાં ભરી આવ, પાવનની! ઈચ્છા ન હોવા છતાં પૈસા લઈ લીધા અને ફી ભરવા ગયો, કલાર્કે કહ્યું તારી ફી તો ભરાઈ ગઈ છે, ત્યારે પાવન! ને પ્રિતી! પર પહેલી વાર ગુસ્સો આવ્યો પાવન! ખુદ્દાર છોકરો હતો, આમ કોઈ પણ એની! ફી ભરી દે તેવું તેને! જરાય ગમતું નહીં અને એટલે જ તેના દોસ્તો! એ તેની! ફી ભરી ન હતી. આ બાજુ ગુસ્સામાં પાવન! પ્રિતી! જોડે આવી બોલ્યો લો મેડમ! તમારા! આ પૈસા અને આજ પછી મારી! આ રીતે બેઈજ્જત ન કરતાં. પ્રિતી! તો અવાક બની ગઈ અને કહ્યું સોરી! મારો ઇરાદો તમારી! બેઈજ્જતી કરવાનો બિલકુલ ન હતો. હવે, આવું કદી નહિ કરું અને પ્રિતી! થોડી જંખવાણી થઈ ગઈ, પછી પાવન! બોલ્યો it's ok. અને ત્યાંથી ચાલ્યો ગયો.
બે દિવસ પછી ટુરમાં જવાનું હતું અને પાવન! જ્યારે ટુરનો ટાઈમ થયો તે દિવસે જ કોલેજ આવ્યો બાકીના દિવસોમાં તે! કોલેજ ન આવ્યો. ત્યારે પ્રિતી! ને અંદાજ આવી ગયો કે, મારા! થી બહું મોટી ભૂલ થઈ ગઈ હતી.
વહેલી સવારે ટુર બસ નીકળવાની હતી, એટલે પાવન! ફટાફટ તૈયાર થઈ આવી ગયો, હજુ સુધી માંડ ત્રણ ચાર જણા આવ્યા હતા. પ્રિતી! હજુ સુધી કેમ નથી આવી એ પાવન! વિચારી રહ્યો હતો, ત્યાં જ પ્રિતી! આવી સીધી પાવન! પાસે આવી, કેમ બે દિવસ નહતા દેખાતાં? મારા! થી ભૂલ થઈ છે, એ હું! કબુલ કરું છું. પાવન! કશું બોલ્યો નહિ. ત્યાં જ એક પછી એક એમ લગભગ બધા આવી ગયા, અને બસ ઉપડી ગઈ.
આજે પાવન! થોડો મૂડી મિજાજ મા આવી ગયો, અને બધા! વચ્ચે બોલ્યો यारो किसीके मुखड़े पे क्या बोलु? जब कभी दिदार हुआ ही नहीं। પ્રિતી! તો શરમાઈ ગઈ. તેને! ખબર પડી કે, પાવન! મને! જ કહી રહ્યો છે, કેમ કે, આખી કોલેજ મા પોતે! જ બુરખો પહેરીને આવતી હતી. પ્રિતી! ને થયું એકલા પાવન! ને પોતાનો ચહેરો બતાવવો જોઈએ, આમ પણ અંદર ખાને પોતાને! પણ તેનો ચહેરો પાવન! જોવે તેવું ઈચ્છતી હતી. પાવન! જોડે નજીક આવી બોલી. आपकी इच्छा सर आँखों पे। અને શરમાતા બોલી બસ સ્ટેન્ડ પર થોભે અને કોઈ નહીં હોવું જોઇએ તમારી! સાથે મંજુર? મંજુર છે, સરકાર..
બસે સ્ટેન્ડ કર્યું બધાં નીચે ઉતર્યા. બસ મા કોઇ ન હતું, ત્યારે ફટાફટ પ્રિતી! એ બુરખો ઉતારી દીધો, લો તમારી! ઈચ્છા પૂરી કરી દીધી. પ્રિતી! નું રૂપ જોઈ પાવન! તો તેના! પ્રેમમાં જ પડી ગયો. પ્રિતી! પહેલાં થી તેને! પસંદ તો હતી જ, પણ હવે, તો તેના! મનનીવાત કહેવી જ પડશે તેમ તેને! લાગી રહ્યું હતું. પ્રિતી! પણ આ જ વિચારી રહી હતી, કે પાવન! તેને પસંદ કરે તો પોતે! હા, ભણશે.
પાવને! એક પળનો પણ વિચાર કર્યા વિના કહી દીઘું. I love you. ત્યારે પ્રિતી! શરમાઈ ગઈ અને બોલી ગઈ. Same to u. અને ફટાફટ બુરખો ઓઢી બધા! જોડે ભળી ગઈ. ટુર માં બધા! એ ખૂબ મોજ મસ્તી કરી અને બસ પાછી ફરી. પાવન! અને પ્રિતી! નું જીવન જાણે સપ્તરંગી સ્વપ્ન માં ખોવાઈ ગયું. પ્રિતી! ને જોયા પછી પાવન! હૈયું પોતાના! હાથ માં નહોતું રહેતું. સતત તેને! પ્રિતી! ને જોવાની ઝંખના જાગતી, આ બધાં મા બંને! એ ભૂલી ગયા હતા, કે બંને! નો મજહબ જુદો હતો. બંને! એક બીજાને મળવાની ઈચ્છા થતી અને બંને કોલેજ! ના બહાને બહાર મળવા લાગ્યા. પ્રિતી! બુરખામાં હોય એટલે નિરાંત થી પાવન! જોડે નીકળી પડતી જોતજોતામાં પરીક્ષા આવી પહોંચી પણ જાણે બંને એકમેક મા ખોવાયેલા રહેતા અને રીઝલ્ટ આવ્યું ત્યારે બંને! નાપાસ થયેલા. રીઝલ્ટ જોઈ પાવન! ના પપ્પા! એ કહ્યું જો દિકરા! મારી એક વાત સાંભળી લે, અને સમયની કદર કર આ સમયે તારે ડૉ. બની તારે ઉચ્ચ ડૉ. બનવાનું છે. જીવનમાં સ્વપ્નમાં તારી આ કારકિર્દી ને આમ રગદોળી ન નાંખતો, બાકી તુ! સમજદાર છે, તું! જાતે સમજી શકે છે, મારી! વાત ઉપર વિચાર કરજે એમ કહીને પપ્પા! જતાં રહ્યાં. આ બાજુ પ્રિતી! ના પપ્પા! એ પણ કંઈક આવું જ કહ્યું અને તે પણ કડકાઈ થી.
બંને! એકબીજાના પપ્પા! એ શું કહ્યું તેની વાત કરી. સાચી વાત છે આપણે આપણી કેરિયરનું ધ્યાન રાખવું પડશે આપણે એકવાર ડૉ. બની જઈશું તો પછી આપણને વાંધો નહીં આવે અને બંને! મળવાનું ઓછું કરી ભણવા ઉપર લક્ષ રાખ્યું અને બંને! એ સારા ટકાએ પાસ કરી મેડિકલ ડીગ્રી મેળવી લીધી.
પાવન! ના પપ્પા! એ કહ્યું હવે, બોલ તારી કઈ ઇચ્છા હતી હું! પૂરી કરીશ. હું! જાણું છું નાપાસ થવાનું કારણ કોઈ છોકરી! છે, હે.. ને.? પાવન! શરમાતા બોલ્યો તમને! કેવી રીતે ખબર? દિકરા! અમે! ય ક્યારેક જુવાન! હતાં એટલે સમજી શકાય તારી ફિંલ્લીગ્સ. કોણ છે એ! અને ક્યાં! રહે છે? તેટલા માં પાવન! ની મમ્મી! આવી હવે, શરમાયા વગર બોલ તો ખરા.. મમ્મી પપ્પા! તે! મુસ્લિમ સમાજની છે, બંને! જણા એ જાણે આભ ફાટયું હોય તેમ બોલ્યા ભૂલી જા દિકરા! આ સમાજમાં આપણે સગપણ ન થાય, બીજી કોઈ જ્ઞાતિ હોત તો અમે ખુદ સામે ચાલીને માંગું લઈ જાત પણ મુસ્લીમ... અને બંને! અટકી ગયા, કેમ મમ્મી પપ્પા! અટકી ગયા? મુસ્લિમો માણસો! માણસો નથી હોતા? હા, એવું જ કંઇક એમ કહી બંને! ચાલ્યા ગયાં. આ બાજુ જેવી પાવન! હિન્દુ સમાજનો છે તો પ્રિતી! ના મમ્મી પપ્પા! નું આવું જ રિએક્શન હતું.
બંને! પ્રેમી ભેગા થઈ ને ચિંતાગ્રસ્ત થઈ ગયા, હવે, શું કરીશું? પ્રિતી!ની આંખો મા અશ્રુઓની ધારા વહેવા લાગી, તો પાવન! આંખો ક્યાં કોરી હતી? બંને! એકબીજાને ભેટી ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. આ બાજુ બંને! ની ઇન્ટનશીપ ચાલું થઈ ગઈ હતી અને કડક પહેરો પ્રિતી! પર લાદી દેવામાં આવ્યો હતો. જ્યાં જાય ત્યાં બોડીગાર્ડ તેની સાથે હોય. પાવન! ના ઘરે આવું કશું ન હતું. બંને! જણાને એકબીજાની ઝંખના હતી, અને આ ઝંખના વધારે તીવ્ર બની ગઈ હતી, કદાચ ભણવાનું પણ પડતું મૂકી દીધું હતું, બંને! કોલેજ તો આવતાં પણ પ્રિતી! ના પપ્પા! એ બોડીગાર્ડ રોક્યા હતા, જે પ્રિતી! ની સાથે હંમેશા રહે. પ્રિતી! મનમાં મૂજાતી હતી, પણ તે! લાચાર બની ગઈ હતી. પાવન! ને તેની! આ લાચારી ખૂબજ ડંખી રહી હતી.
બંને વિરહની આગમાં બળતા હતાં, કોણે બનાવ્યો આ મજહબ જે પ્રેમની વેદના ને સમજી નથી શકતો. બંને! નો પ્રેમ એટલો ગહેરાઈ એ પહોંચી ગયો હતો કે, જરાક કોઈને પણ ઈજા થાય તો બંને! એ તકલીફને અનુભવી શકતા. આવો પ્રેમ એમને એમ તો નહીં મળ્યો હોય ને? આટલી ગહેરાઈ કોને સમજાય તે તો આવો પ્રેમ કર્યો હોય તે જ એને માપી શકે, એટલે આમ જોવા જઈએ તો સમાજમાં આવાં પ્રેમને તો માન અને સન્માન આપવું જોઈએ, ખરેખર આવો પ્રેમ ભાગ્ય મા હોય તો જ મળે છે. પાવન! અને પ્રિતી! ખૂબ ભાગ્યશાળી છે, કે જેમણે પ્રેમ ઉપર ખુદને કુરબાન કરી દીધા હતાં.
એકવાર પ્રિતી! ના પપ્પાને! ખબર પડી ગઈ કે, બંને કોલેજના બહાને એકબીજાને મળે છે, બોડીગાર્ડને પણ છેતરીને બંને! પ્રેમાલાપ કરે છે, બસ, ધીંગાણું ખેલાય જાય છે, પ્રિતી! ના પપ્પા! સગાંવહાલાં સાથે પાવન! ને મારવા આવી જાય છે, પાવન! ઘરે ન હોવાને કારણે તેના માબાપ! ને ધમકી આપે છે, સમજાવી દેજો તમારા! છોકરાને નહિ તો અમને સમજાવતાં આવડે છે. પાવન! ના માતાપિતા! તો ડરી ગયા બંદુકની અણીએ તેમને! ધમકી આપી હતી. પાવન! ઘરે આવે છે ત્યાં તેના માતાપિતા! કહે. છે. ચાલ હવે અહીં નહિ રહેવાય પ્રિતી! ના સગાંવહાલાં ધમકી આપી ને ગયા છે અમારે આમાં નથી પડવું. ના, મમ્મી પપ્પા! મેં પ્રિતી! ને સાચા દિલથી ચાહી છે, અને પ્રિતી! વગરનું જીવન હવે મારે માટે શક્ય નથી, તમે! મારા પ્રેમને ઓળખો તો સારું છે એમ કહીને ચાલ્યો ગયો. બંને! જણા લાચાર મને તેને જતાં જોઈ રહ્યા,અને નિસાસો નાખી બોલ્યા હવે, શું થશે, મુસ્લિમ સમાજના લોકો આ બંનેને! એક નહીં થવા દે, ઊંડો નિસાસો નાખતાં પાવન! ની મમ્મી! બોલી હવે, શું થશે? ત્યારે પાવન! ના પપ્પા! એ દિલ પર પથ્થર રાખી બોલ્યા કે, હું! મારા દિકરા! ના પ્રેમ સાથે છું અને તું! પણ એને એક આશિર્વાદ આપ કે, આ જન્મમાં બંને! સાથે હોય નહિ તો! બંને! સાથે ઉપર જાય, આ બંને! નો પ્રેમ બહુ જ ગાઢ બની ચુક્યો છે, અને તું! કે હું! એને રોકી પાપમાં ન પડીએ તેવું ઇશ્વર જોડે માંગ અને મન મક્કમ કરી બંને! ને આશિર્વાદ આપ, આપણો દિકરો! ભગવાને બનાવેલ પ્રેમને પામી ચૂક્યો છે, તેની મમ્મી!એ દિલ પર પથ્થર મૂકી દીધો, ઈચ્છા નહોવા છતાં મનને મનાવી લીધું અને બંને! ને અંતરના આશિષ આપ્યા.
આ બાજુ એક મા નુ હ્રદય નથી માનતું પતિ! આગળ લાચાર બની પ્રિતી! ની મમ્મી જોઈ રહે છે, તેનું! કોઈ સાંભળતું નથી. પ્રિતી! જાણે છે કે, તેની મમ્મી! તેની સાથે છે, પણ તે! કહી નથી શકતી. સમાજની વચ્ચે એ પીસાઈ છે. તેના સમાજના રૂઢ બનેલા લોકો તે! નથી સમજાવી શકતી કે, પ્રેમ અલ્લા! એ આપેલ તોહફો છે, એને પ્યાથી કબૂલ કરવો જોઈએ, પણ તેનું કોણ સાંભળે?
આજે પ્રેમ આગળ લાચાર પ્રિતી! સમાજના બધા નિતી નિયમો ભૂલી ગઈ હતી, બસ, તેને પાવન! સિવાય કશું દેખાતું નહીં.
અને બંને એ ફેસલો કરી લીધો જીવન જીવવું તો સાથે નહિ તો જીવન ટૂંકાવી સમાજના લોકોને સબક શીખડાવતાં મોતને ભેટી જવું, અને બંને એ પોતાના પ્રાણ ત્યજી દીધા..
એક હિન્દી રાઈટરે કેટલું મસ્ત વાક્ય લખ્યું છે.
खराब मजहब नहीं। इन्सान होता है।।
और खराब इन्सान का कोई मजहब नहीं होता।
કેટલી જબરદસ્ત વાત ટુંકમાં રજુ કરી છે. સાચી વાત છે, અને સૌને પસંદ પણ આવશે. મજહબના નામે આજે પણ કેટલાય યુગલ આ રીતે ખરાબ પગલું ભરતાં હોય છે, શું આપણાં સમાજમાં આવું જ ચાલતું રહેશે કે, મારી આ કાલ્પનિક વાતનો કોઈ વિકલ્પ હશે?
ઈલા રાઠોડ ✍️✍️

Good story with nice message 👏👏
ReplyDeleteThank you so much rahul 😊😊
ReplyDelete