વસમી વેળા


         આજે કોલેજના દિવસો વાગોળતાં વાગોળતાં અચાનક વિવેક! યાદ આવી ગયો અને આજે ય શોભા! ના આંખોના ખૂણાં ભીના થઈ ગયા હતા, માંડ માંડ તેની યાદોને સંકલવા પ્રયાસ કર્યો પણ, આજે કેમ તેની યાદ સતાવે છે, તે સમજાતું નથી. તેના થી દૂર થતાં આજે દસ વર્ષના વાયણાં વાઈ ગયા હતાં, છતાં જાણે આજેય તેના! થી દૂર થઈ છું તેવી પ્રતિતી શોભા! ને વધું વિહવળ બનાવી દેતી હતી, આ તો રોજનું હતું, જ્યારે તે એકલી પડે ત્યારે વિવેક! ની યાદો તેના '' દિલ દિમાગમાં હાવી થઈ જતી''. 
   જુદાઈની એ પળ આજે ય શોભા! ભૂલી શકતી નથી, તેના આંખમાંથી સતત ગંગાજળ વહી આવતું તો વિવેક! પણ ધ્રુસકે ને ધ્રુસકે રડ્યો હતો, મનને મક્કમતા પૂર્વક બંને છુટા પડ્યા હતાં, આ ફેસલો શોભા! નો જ હતો. વિવેકે! તેને બહું સમજાવી કે, તું ! આવું ગાંડપણ ન કરીશ, પણ શોભા! '' ટસની મસ ન થઈ '' જુદા પડવાનો શોભા! નો જ ફેંસલો હતો. 
    કેમ આવો ફેંસલો કર્યો તે વિવેક! ને પણ નહોતી ખબર વિવેક! પોતાના સોંગધ આપી દીધા હતા કે, મને! કોઈ સવાલ ન કરતાં ચાહીને વિવેક! તેણે આપેલાં સોંગધથી કશું બોલી ન શક્યો. વિવેક! શોભા! ને એટલો ચાહતો હતો કે, તેણે આપલા સોંગધથી તે રીતસર ડરતો હતો, અને સોંગધ તોડીશ તો શોભા! ને કંઈ થશે તો? આટલો પ્રેમ ભાગ્યે જ કોઈનાં નસીબમાં હોય છે. વિવેક! ના મમ્મી પપ્પા! બંને! નાં લગ્ન કરાવવા તૈયાર હતાં તેના મોટા ભાઈ! અને ભાભી! પણ તૈયાર હતાં આ બધી વાતો જાણવા છતાં શોભા! એ ના પાડી દીધી હતી. આજે છેલ્લી વાર બંને! એક બીજા! ને મળવા આવ્યા હતા, બસ એજ જગ્યા જ્યાં દરવખતે મળતાં હતાં. વિવેક! ચૂપ ઊભો હતો, તેને મગજમાં વિચાર આવતો કે, કદાચ શોભા! નો વિચાર ફરી જાય અને તે કાયમી મારી બની જાય, આ વિચારોમાંથી બહાર આવી શોભા! ને કીધું મારા થી છુટ્ટા પડી પછી તું! શું કરીશ? શોભા! આ વિચારે સજ્જડ બની ગઈ, એને પણ એ ખ્યાલે ધ્રુજાવી દીધી કે, હૈયામાં રહેલા પ્રેમનો ત્યાગ કરવો પડશે કેવી રીતે જીવીશ વિવેક! વગર? એ શૂન્ય મસ્તકે જોઈ રહી તેના ઓલવાઈ જતાં પ્રેમનાં દીપકને.કોને આવો આહલાદક પ્રેમની ઝંખના ન હોય? છતાં મારે મારા! પ્રેમ સાથે છેતરાવું જ પડશે એ સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી. 
        મન મક્કમ કરી બોલી ચાલ હવે, છુટ્ટા પડીશું? ઘરમાં મારી રાહ જોવાતી હશે, અને વિવેકે! લાચાર મને બાઈકની કીક મારી પાછળ બેઠેલી શોભા! આખા રસ્તા પર રડતી રહી પણ, વિવેક! ને તેનો ખ્યાલ ન આવે તેમ આંખો લૂછતી રહી, વિવેક! પણ અંદરથી ખૂબજ રડતો હતો, તેણે જરાય ઈચ્છા નથી કે, શોભા ઘરે પાછી જાય પણ, શું કરે? વિવશ અને કપરી સ્થિતિ તેને વધુ વિહવળ બનાવી દેતી. આખરે બંને! છુટ્ટા થાય તે પહેલાં બંને! એકબીજાને મન ભરી જોયાં કરતાં શોભા! જ્યાં સુધી દેખાય ત્યાં સુધી તેને નિરખી રહેતો વિવેક! ને બૂમ પાડવાની ઈચ્છા થઈ આવી શોભા! મારી વ્હાલી કંઈક તો બોલ આમ મને! જીંદગીની આ વિહવળ માર્ગે એકલો મૂકી ન જા, પણ પછી શોભા! એ આપેલા સોગંધ યાદ આવતાં નિરાશ બની જોતો રહ્યો, શોભા! પણ વારેઘડીએ પાછું વળી જોતી હતી, તેને! પણ ક્યાં વિવેક! થી છુટ્ટા પડવું હતું? પણ મેડિકલ રીપોર્ટ તેને વિવેક! સાથે લગ્ન કરવાની સલાહ નહતો આપતો શોભા! ને હાર્ટની તકલીફ થઈ હતી, અને ડૉક્ટરોએ બહું કામ કરવાની સખત મનાઈ કરી દીધી હતી, જો વિવેક! ને તેનો ખ્યાલ આવ્યો હોત તો આ નિર્ણય શોભા! ને ક્યારેય ન લેવા દેત. 
      બસ, આ પ્રેમનો અહીં જ અંત આવી ગયો. શોભા! ને મુંબઈ તપાસ માટે લઈ જવામાં આવી અને આ બાજુ વિવેક! ના મમ્મી! ને આ ઉંમરે કામ થતું નહીં એટલે વિવેક! ને બીજી છોકરી સાથે લગ્ન કરવા તેના પપ્પા! એ સમજાવ્યો. વિવેક! અનિચ્છા એ તેના લગ્ન લેવાય ગયા, જોકે લગ્ન સાદાઈથી કરવા વિવેકે! જણાવ્યું એટલે મંદિરમાં લગ્ન કરી સીમા! ને ઘરે લઈ આવ્યાં, સીમા! બહું ભણેલી નહતી પણ વિવેક! ને શું ફર્ક પડે છે? તેનું! દિલ તો શોભા! માં ખોવાયેલું હતું. સીમા! જોડે કામ સિવાય વાત નહોતો કરતો. 
    આ બાજુ બરાબર ચેકઅપ પછી નિદાન આવ્યું કે, તમારા આ બધા રીપોર્ટ ખોટાં છે, અસલમાં શોભા! ને કોઈ હાર્ટનો પ્રોબ્લેમ નથી તે! ખોરાક બહું ઓછો લેતી હતી, એટલે તેનું શરીરમાં સખત કમજોરી આવી ગઈ હતી, એને કારણે તે! વધુ પડતી થાકી જતી અને તેને! શ્વાસ ચડી જતો હતો, શોભા! અને તેના મમ્મી પપ્પા! આ જાણી નાચી ઉઠ્યા, શોભા! તો એટલી ખુશ હતી કે, પહેલાં વિવેક! ને સરપ્રાઈઝ આપવા માટે ઉત્સુક થઈ ગઈ હતી, છતાં જાણી જોઈને તેને! ફોન નહોતો કર્યો, પણ તેને! ક્યાં ખબર હતી કે, વિવેક! બીજાનો થઈ ગયો હતો. 
    લગભગ સવા મહિના પછી ત્રણેય! જણા ઘરે આવ્યા અને સગાંવહાલાંને જાણ કરી, સૌને આનંદનો પાર ન રહ્યો. 
    શોભા! ખુશ હતી, ત્યાં જ તેની ફ્રેન્ડ! તેની ખબર પૂછવા આવી અને સાથે સાથે એ પણ જણાવ્યું કે, વિવેક! ના લગ્ન થઈ ગયા છે, શોભા! ને જાણે '' પગ આગળ થી ધરતી ખસી ગઈ'' અરે, તું! આ શું બોલે છે? સાચ્ચે જ વિવેક! ના લગ્ન થઈ ગયા? ક્યારે કોની સાથે? શોભા! બેબાકળી બની પ્રશ્નોની ઝડી વરસાવી રહી હતી, અરે, હજુ ગયા મહિને જ લગ્ન થઈ ગયા, કેમ તને! નથી ખબર? વિવેકે! તને જાણ નથી કરી? ના, મને તો ખબર જ નથી, સારું ચાલ હું! નીકળું આતો તારી ખબર પૂછવા અને તને! અભિનંદન આપવા આવી હતી, સારું થયું તને! કોઈ મેજર પ્રોબ્લેમ નથી. 
   ફ્રેન્ડ! ના ગયા પછી શોભા! ચોધાર આંસુએ રડી પડી, હે ભગવાન! આતો કેવી કસોટી મારી કરી જાન તો આપી પણ જીવ લઈ લીધો, વગર જીવે જીવન કેવી રીતે વીતાવીશ?? 
  ફરીથી આંખો ભીની થઈ ગઈ હતી, આટલા વર્ષો પછી વિવેક! ની યાદ કેમ આવે છે? તે વિચારે તે! ઊભી થઈ અને બારણું ખોલ્યું ત્યાં વિવેક! દેખાયો, તેણે! આંખો ચોળીને જોયું તો ખરેખર સામે વિવેક! ઊભો હતો, તેણે રડતી આંખે વિવેક! સામે જોયું કેમ આ બાજુ આવવાનું થયું? વિવેક! નત મસ્તકે તેની સામે ઊભો રહ્યો, અને બોલ્યો તારી માફી માંગવા આવ્યો છું, તને જાણ કર્યા વિના મેં! લગ્ન કરી લીધાં, અને આજે મને એ વાતની જાણકારી મળી કે, તેં! લગ્ન નથી કર્યો કેમ તે તારી જાતને! આમ તડપાવી તને! હાર્ટનો પ્રોબ્લેમ ન હતો તો તેં! લગ્ન કેમ નથી કર્યો? બસ, એમ જ મારે એક ભવમાં બે ભવ નહોતા કરવાં, અને વિવેક! પાસે તેને આપવાં કોઈ જવાબ નહોતો, અને વિવેક! ચાલ્યો ગયો, ફરીથી પાછું એજ વિહવળ જુલાઇથી ફરીથી તે! અસહ્ય વેદના સાથે દરવાજો ભીડી દીધો. 
      ઈશ્વરની મરજી વગર પાંદડું ય ક્યાં હલે છે? આ વાતને અહીં બરાબર સમજાવી છે. 
           

Comments

Post a Comment

Popular posts from this blog

મનોમંથન

જીવન કલા

પુસ્તકોની આત્મહત્યાઆ