મનોમંથન
ભગવાને આપણને વિચારો કરવાની શક્તિ કેમ આપી હશે? કેમ પક્ષી કે પશુઓને આ ભેટ નહીં આપી હોય, કારણ કે, ભગવાન! પણ જાણે છે, કે આપણે વિચારો કરી નવી તાકાત, નવી સ્ફૂર્તિ, નવો જોશ લાવી શકીએ છીએ. માણસ! જ એવું સામાજિક પ્રાણી છે, જે વિચારો કરી શકે છે, માત્ર માણસ! ને વિચાર કરવાની એક અમૂલ્ય ભેટ આપી છે, પણ હવે, વાત આવે છે, ભગવાને! માણસ! ને બે મગજ પણ, આપ્યા છે. એક છે, જાગૃત મન અને બીજું છે, અર્ધજાગૃત મન.
આ બાબત તો બધાને ખબર છે, એટલે વધારે ઊંડાણ માં નથી ઉતરવું એમ મને! લાગતું હતું, પણ હું! ખોટી પૂરવાર થઈ જ્યારે મે! મહેસૂસ કર્યું કે, ખાલી આપણે ભણવાનો પિરિયડ પૂરો થઈ ગયા પછી અને આપણે ડૉ. કે, એન્જિનિયર બની ગયા પછી આપણે શું ભણી ગયા હતાં તે તદ્દન ભૂલી ગયા છીએ. આપણે આપણાં કામ માં એટલાં વ્યસ્ત થઈ ગયાં હોઈએ છીએ કે, આપણને એ પણ યાદ નથી રહેતું કે, આપણે જાણતાં - અજાણતાં કેટલી મોટી ભૂલ કરી રહ્યાં છીએ?
આપણાં ભણવામાં માનસશાત્ર પણ આવતું હતું, આ માનસશાત્ર એટલે કે, મનનું વિજ્ઞાાન આપણે ભણવા ખાતર ભણી લીધું અને ડીગ્રી પણ મેળવી લીધી, પણ જીવન કેવી રીતે જીવવું એ ન શીખ્યા જે માનસશાત્ર માં આવતું હતું.
મારો! કહેવાનો આશય ફક્ત એટલો જ છે, જો ફરીથી મનનું વિજ્ઞાાનનો અભ્યાસ કરીએ તો અનેક ગણો ફાયદો થઈ શકે તેમ છે. મન વિશેની કેટલીય બૂકો આવે છે, પણ હવે, ડીગ્રી લઈ લીધા પછી કોઈ! ને કહીએ કે, આ બૂક વાંચો તો તે! બેધડક ના પાડી દેશે અથવા એમ કહીને ઉભા રહી જશે કે, હવે, ટાઈમ છે, આ બધી બૂકો વાંચવાનો આતો નવરા હોય તેનું કામ છે, બસ, અહીયા જ મોટી ભૂલ થાય છે, અરે, સાહેબ! જરા એ તો સમજો તમે! જે વાંચ્યું તે તો ડીગ્રી લઈ નોકરી મેળવવા કે, દવાખાનું ખોલવા માટે જીંદગી ખાલી પૈસા થી નથી ચાલતી, જીંદગી તો પશુ! ઓ પણ જીવે છે, પણ, માણસ! તરીકે જન્મ લીધો હોય ત્યારે માણસ! કેવી રીતે બનાય એ આ પુસ્તકો શીખવે છે, મને! પણ વાંચવાનો શોખ ન હતો, પણ વાંચન કર્યો પછી જ સમજાયું કે, જીંદગીમાં વાંચનનું મહત્વ શું છે.
મારો વિષય મનોવૈજ્ઞાનિક હતો, એટલે મને ફરીથી મન વિશે જાણવાનો રસ જાગ્યો , હું! પણ મન વિશે જાણવા ઉત્સુક રહી છું, ત્યાં જ મને! ડો. જીતેન્દ્ર અઢીયાની બૂક વાંચવામાં આવી જ્યારે તે બૂક! પૂરી કરી ત્યારે મને! ખ્યાલ આવ્યો કે, વાહ! જીંદગી ખરેખર અદ્ભુત છે. તેમણે લખેલાં હર શબ્દને ઘણી ઊંડાણથી અનુસર્યા અને જે મને! રીઝલ્ટ મળ્યાં છે, તે કલ્પના બહારનાં છે, એ પછી મેં! રાજયોગ કરતાં શિવાની દિ. ને સાંભળ્યાં તેમને! સાંભળવાથી મને! વધારે ઊંડાણ થી સમજાયું. તેમનાં! અને ડો. જીતેન્દ્ર અઢીયાની બે પુસ્તકે મને! જીંદગી મસ્ત લાગવા લાગી. 1 પ્રેરણાનું ઝરણું અને 2 મન અને જીવન. બધીજ બૂક સ્ટોલમાં મળે છે , કિંમત પણ મામુલી છે, એટલે વાંચજો..
વિસ્તારથી બતાવું કે, મન કેવી રીતે આપણું કામ કરે છે, આગળ વાત કરી તેમ આપણાં બે મગજ છે એકલે કે, બે મન છે. જાગૃત અને અર્ધજાગૃત જ્યારે આપણે સુઈ જઈએ છીએ ત્યારે આપણું અર્ધજાગૃત મન સતેજ થાય છે, મતલબ આપણને આરામની જરૂર હોય છે, પણ આપણાં મનને આરામની સહેજ પણ જરૂર નથી હોતી, તે રાત્રે પણ કામ કરતું હોય છે, મજાની વાત તો જુઓ જ્યારે તમે સૂઈ જાવ અને તમારે વહેલાં બહાર જવાનું હોય છે, ત્યારે તમે! ફટ દઈને એલાર્મ મૂકી દો છો, અને જો ઘડિયાળ બંધ પડી તો પત્યું તમારું કામ પણ અટકી જાય છે, જ્યાં તમારે! જવાનું હોય ત્યાં એલાર્મ ન વાગવાથી ઉઠી શક્યા નથી હોતા. મેં! ક્યારેય એલાર્મ મૂક્યું જ નથી, કેમ કે, સ્કૂલમાં મનોવૈજ્ઞાનિક વિષય હોવાથી અમારાં સાહેબે! અમને જ્ઞાાન આપ્યું હતું કે, આપણાં મગજમાં એક ઘડિયાળ હોય છે, એટલે તેને! કહી સૂઈ જવાનું તે તમને ત્યારે ઉઠાડી દેશે અને ખરેખર આજે પણ હું! મારા મગજને આદેશ કરી સૂઈ જાઉ તો નહીં આગળ કે, નહીં પાછળ હું! બોલી હોવ એજ ટાઈમે મારી આંખ ખુલી જાય. અદ્ભૂત ન કહેવાય? ભગવાને! ખાલી માણસ! ને જ આ શક્તિ આપી છે, છતાંય બેખબર માનવી! લાચાર બની જીવે જાય છે. પૈસા પાછળ પાગલ માનવી! થોડી સમજદારી અપનાવે તો તેને અઢળક સંપત્તિ મળી શકે તેમ છે, પ્રથમ તો આરોગ્યની સંપત્તિ, શાંતિની સંપત્તિ, સંબંધોની સંપત્તિ.
ડૉ. અઢિયાની પુસ્તક માં એવું પણ, વાંચ્યું છે કે, આપણે એક સ્વપ્ન જોયું હોય અને સમય વિતતા એ સ્વપ્ન ભુલી જઈએ છીએ, પણ આપણું મન નથી ભૂલતું એટલે એ તેનાં પર કામ કરવાનું ચાલુ કરી દે છે. દાખલો આપીને સમજાવું તો તમને! સ્પષ્ટતા થઈ જાય.
એક છોકરો! એ જ્યારે પણ કલેકટરની ગાડી આવે ત્યારે ઉપર લાલ લાઈટ થાય છે, બસ, એ છોકરા! એ એવો વિચાર કર્યો કે, હું! મોટો થઈ કલેકટર બનીશ, આ વિચાર તેણે! એટલાં ભાવથી કરેલો જ્યારે પણ, તે! કલેકટરની ગાડી જોવે ભાવુક બની જતો એટલે જ્યારે આપણે જે વિચાર ભાવ સાથે કરીએ તે સાકાર થઈને જ રહે છે. આ છોકરો! મોટો થતાં ભૂલી ગયો કે, મેં! કોઈ દિવસ સ્વપ્ન જોયેલું હતું, પણ તેના અર્ધજાગૃત મગજ માં આ સ્વપ્ન સ્ટોર થઈ ગયું હતું. છોકરો! મોટો થતાં કેટલીય પરીક્ષા આપતો ઘણી મહેનત પણ, કરતો છતાં નિષ્ફળ રહેતો એટલે તે! કંટાળી ગયો હતો, તેવામાંજ તેને! જાણ થઈ કલેક્ટરની પરીક્ષાના ફોર્મ ભરાય છે, તેણે! ભરવા ખાતર ફોર્મ ભર્યું કારણ કે, બધી પરીક્ષા માં નિષ્ફળ રહેતો હતો, આ વખતે ઓછી તૈયારી એ પરીક્ષા આપી અને તે છોકરો! પહેલીવાર માં પાસ થઈ ગયો, તમને! અંદાજ આવી ગયો હશે હું! શું કહેવા માંગુ છું એજ કે, તેના અર્ધજાગૃત મને તેનું સ્વપ્ન જાણી લીધું હતું, એટલે તેને સખત મહેનત કલેક્ટરની પરીક્ષા પાસ કરાવવા કરતું હતું અને એટલે જ તે! સામાન્ય લાગતી પરીક્ષા માં તે! નાપાસ થયો અને આટલી અઘરી પરીક્ષા પહેલાં જ ધડાકા મા પાસ?? જ્યારે તે! છોકરા! ને મળતાં વાત બહાર આવી કે, મને નાનપણમાં કલેકટર બનવાની ઈચ્છા હતી જે આજે પૂરી થઈ, એટલે તમારી! સાથે આવું બને ત્યારે નિરાશ ન થતાં કદાચ તમે પણ કોઈ સ્વપ્ન જોયું હોય પણ કદાચ તમે! ભૂલી ગયા હોય....
ડો. જીતેન્દ્ર અઢીયા એ પણ એક સ્વપ્ન જોયું છે, કે, મારી બૂક '' પ્રેરણાનું ઝરણું '' ને ગીનીશ બૂકમા સ્થાન મળે એટલું લોકપ્રિયતા મેળવી છે, આ બૂકે.
ભ્રમ્હાકુમારી શિવાની દિ. ને હું! રોજ સાંભળું છું તેમનાં પ્રવચન જીંદગીમાં બદલાવ અચૂક લાવે છે, તેમનાં કહ્યાં મુજબ આપણા વિચારો બીજા ને સાજા કરી શકે છે, અને આ મારો! અનુભવ છે, કે, આપણે રાત્રે હું! સ્વસ્થ છું, હું પાવરફૂલ આત્મા છું. માત્ર આનું રટણ જબરદસ્ત આપણાં શરીર ઉપર પડે છે, આપણે કોઈની માટે બોલવું હોય તો તે વ્યક્તિ! નું નામ લઇ મનમાં તે વ્યક્તિ! સ્વસ્થ છે પાવરફૂલ આત્મા છે. બીજું ઘણું બધું શિવાની દિ! કહે તેનાં માટે એમનો વિડીયો સાંબળવો પડે, પણ મને! જે અનુભવ થયા છે, તે બેનમૂન કહી શકાય, આજે મહામારીનાં આ સંકટ માં મારી એક ફ્રેન્ડ ડૉ. છે. તેનાં માટે હું! રોજ રાત્રે સૂતા સૂતા બોલું કે, તે સ્વસ્થ છે, "પાવરફૂલ આત્મા છે, બન્યું એવું કે, હાલનાં સમયમાં કોરોના એ '' માથું ઊંચું કર્યું છે. '' મારી ફ્રેન્ડે કોરોનાનો રીપોર્ટ કરાવ્યો તો નેગેટિવ આવ્યો અને તેની એક ફ્રેન્ડ છે, તેનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો, મતલબ સાફ છે, મારી બોલવાની અસર મારી ફ્રેન્ડ! ના શરીરને પડી હતી, બસ, આ કારણથી મને! લોકો! ને સમજાવવા પ્રેરણા મળી કે, લોકોને જણાવું આ મહામારીમાં સૌને સ્વસ્થ રાખવા રાજયોગ અપનાવી બધા માટે સારા સ્વાસ્થ્યની દુઆ કરો, આજ દિવસ છે, સૌ એક થઈ કોરોના જેવાં વાઈરસ ને ખત્મ કરવાનો. હું! તો રોજ બોલું છું, આખી શ્રૃષ્ઠી સ્વસ્થ છે. અને આપણું બોલેલું ફળીભૂત અવશ્ય થશે તેવો મનમાં વિશ્વાસ રાખવો સૌથી અગત્યનું છે.
ખાસ વાત એ છે કે, નેગેટિવ વિચારોને પોઝીટીવ વિચાર ભણી લઈ જવાં, આપણાં મગજમાં નેગેટીવ વિચારોનો ભંડાર ભર્યો છે, એટલે પોઝીટીવ વિચારો શું છે, તે આપણે સૌ ભૂલી ગયા છે. એટલે આપણે સૌએ નેગેટીવ વિચારોને નાથી આગળ આવવું પડશે, "જ્યારે પણ નેગેટીવ વિચાર આવે તો તરતજ તે વિચારનું પોઝીટીવ બનાવી ત્રણ વખત બોલી જવું આ છે, તેનો ઉપાય.
વિચારોને વધુ ને વધુ ઉપર ઉઠવા દો જેટલા ઉપર લઈ શકો લઈ જાવ પરિણામ વધુ ને વધુ સરસ આવશે. હજું, ઘણું બધું લખી શકો છતાં અધુરું લાગે આ તો નાજુક મનની વાત છે એટલે પ્રેમ અને સહાનુભૂતિ થી જ એને જીતી લેજો.
જય હિન્દ 💑
✍️✍️ ઈલા રાઠોડ ✍️✍️

Superb. 👌👏 જ્યારે તમારું મન અને પોઝિટિવ વિચારો સાથે મળીને કામ કરે છે ત્યારે તમને કોઈ કાર્ય કરવામાં રોકી નથી શકતો.
ReplyDeleteબહુજ સરસ વિચાર છે આપનો આજના કપરા સમયમાં પોઝિટિવ વિચારો ખૂબ જ અગત્યનો ફાળો ભજવે છે
ધન્યવાદ મિહીર ગાંધી 🙏
Delete