કડવાચોથ્
શીલા બહું જ દયાભાવ વાળી હતી. લગ્ન કરી આવી બધી જ જવાબદારી તેણે ઉપાડી લીધી હતી. સાસુ હતા તે પણ શીલા ને સારુ રાખતાં. સાસુ વહુનું સારુ બનતું જ્યાં જાય ત્યાં સાથે જ જતાં. જ્યારે શૈલેષ એમને ગાડીની ચાવી આપી દેતો અને તે પોતાની ગાડી લઈને ફેક્ટરી જતો હતો. થોડા વર્ષો પહેલાં જ શૈલેષના પપ્પા સ્વર્ગેસિધાવ્યા હતા, એટલે બધો બોજો શૈલેષ પર આવી પડ્યો. પણ સ્ટાફના બધા માણસો એ શૈલેષ ને સાથ આપી બધું કામમા પારંગત કરી દીધો. હવે શૈલેષ ને બધું ફાવી ગયું તે પણ પપ્પાની જેમ દિવાળી મા બોનસ ઉપરાંત મીઠાઈનું પેકેટ બધાની સાથે હેલ્પરોને પણ આપતો તે પણ શીલાની જેમ જ ઉદાર હતો. તેઓનું ઘર અતિ સમુદ્ર હતું. ઘણી વાર શીલા તેની સાસુ સાથે ગરીબોના ઝુંપડા આગળ જઈને તેમના હાથેથી ઘઉ, ચોખા અને તેલ પણ આપી આવતા. ઝૂંપડપટ્ટી વાળા પણ તેઓને ઓળખી જતાં, ઘણી વખત શીલા અને તેની સાસુ ને પગમાં પડી જતા અને કહેતા તમે અમારી મદદ કરો છો તે માટે ખૂબ ખૂબ આભાર આમ આદરભાવ સાથે નમી પડતા ત્યારે શીલાની સાસુ કહે અમે શું આપીએ આપવાળો હજાર હાથ વાળો બેઠો છે, બસ એણે અમને આપ્યું તો અમે તમને આપીએ છીએ આમા શેનો આભાર! ...